________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
સર્ગ ૧૧ મો. ] દ્રૌપદીનો સ્વયંવરમંડપ, રાધાવેધની રચના. વેલા અને રત, માણિક્ય, સુવર્ણ અને રૂથી મઢેલા સુંદર માંચડાઓ ગોઠવ્યા હતા. પ્રત્યેક માંચડા ઉપર અને પ્રતિદ્વારે બાંધેલા શોભીતા તોરણે કામદેવના તાપથી આકુળ રાજાઓને જાણે પવન વીંજતા હોય તેમ દેખાતા હતા. તેવા મંડપમાં આકાશમાં નક્ષત્રોની જેમ તેજસ્વી રાજકુમાર આવી આવીને મેગ્ય અવસરે હેમમય સિંહાસન ઉપર બેસવા લાગ્યા. પાંચ કુમારેથી અલંકૃત પાંડુરાજા પાંચ બાણવડે કામની જેમ પાંચ મુખોથી સિંહની જેમ આવીને તેમાં બેઠા અને ત્યાં શોભવા લાગ્યા.
તે સમયે રસપ્રભાના પૂર જેવી, ક્ષીરસાગરના કમળપર બેસનારી, મેતી અને પરવાળાથી મંડિત, કામદેવને ઉત્પન્ન કરનારી હોય તેવી દેખાતી, મુખરૂપ ચન્દ્ર અને મુક્તામણિરૂપ તારાથી વિરાજિત, ગજેંદ્રની ચાલે ચાલતી, ચરણમાં રહેલાં નૂપુરના મધુર શબ્દ કરતી, સ્નાન કરીને વીતરાગનું પૂજન કરી આવેલી અને હાથમાં વરમાળાને ધારણ કરતી દ્રૌપદી સ્વયંવરમંડપમાં આવીને એક સ્તંભની પાસે પિતાની આગળ ઊભી રહી. તે સમયે દ્રુપદરાજાની આજ્ઞાથી છડીદાર એક ધનુષ્ય લાવી રાધાવેધના સ્તંભની પાસે મૂકીને સર્વ રાજાઓને કહેવા લાગે-“હે રાજાઓ! સાંભળો, આ સ્તંભની ઉપર જે આ અદ્ભુત બાર ચક્રો છે તે વામાં અને દક્ષિણ તરફ ફર્યા કરે છે, તેની નીચે આ ધીની કડાહ રાખેલી છે, તેની અંદર પડેલાં ચક્રોનીઉપર ગોઠવેલી રાધાના પ્રતિબિંબને જેઇ, બાણવડે સર્વચક્રને ભેદી જે કોઈ રાધા (પુતલી) ના વામનેત્રને વીધે, તે વીર માની પૃથ્વીરતકુમાર ભાગ્યથી આવું પણ કરેલી દ્રુપદકુમારીને પરણે.” તે સાંભળી કેટલાક તે ધનુષ્ય ધરવામાં અસમર્થ થયા, કોઈ ધરીને આરે પણ કરી શક્યા નહિ અને કોઈ તે પિતાની શક્તિ જાણુને જેમના તેમ બેસી જ રહ્યા. તેવામાં અને બળવાન ભીમસેનની સાથે સિંહની જેમ મંચ ઉપરથી ઉતરી પ્રથમ ક્ષેત્રદેવતાને નમસ્કાર કર્યો. પછી સર્વ રાજાઓ લજજાથી મસ્તક નમાવીને જોઈ રહ્યા છે તેવામાં ઈંદ્રકુમાર અને હાથવડે ધનુષ્ય ઉપાડી લીધું. તે વખતે ભીમસેન ઊંચા હાથ કરી દિક્ષતિઓ પ્રત્યે બોલ્યા “હે શેષનાગ! તું સર્વસ્વ પૃથ્વીના ભારને ધરી રહ્યા છે, માટે દૃઢ રહેજે; અને ઇંદ્ર, અગ્નિ, યમ, નિત્ય, વરૂણ, વાયુ, કુબેર, ઈશાન અને બ્રહ્મ વિગેરે સર્વે તમે વિશ્વની સ્થિતિમાં પરાયણ થઈ સ્થિર રહેજો કારણકે હમણું મારે અનુજ બંધુ દૃઢ ધનુષ્યના ધ્વનિથી અને ચરણન્યાસથી સર્વ રાજાઓના ગર્વને હરી લઈને એ ધનુષ્યને નમાવશે.” તે અવસરે અર્જુને કડકડાટ શબ્દ કરતા ધનુષને
૧ કોઈ સ્થાનકે તેલની કડાહ કહેલી છે.
For Private and Personal Use Only