________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જો. પામી ભૂમિ પર ભય આપવા લાગ્યા. તે દેવતાઓનું આવું વિકારી સ્વરૂપ જોઈ પ્રભુએ કાંઈક હસી પિતાનું ધનુષ્ય લીલામાત્રમાં પણ ઉપર ચડાવ્યું. નમતા ધનુષના દુઃસહ ફેંકારથી સિંહનાદવડે હાથીઓની જેમ સિંહાદિક પ્રાણુઓ ત્રાસ પામી ગયા. પછી પ્રભુએ ધનુને ખેંચી ફરીવાર દૃઢરીતે આસ્ફાલિત કર્યું, એટલે તેમાંથી નીકળતા અગ્નિવડે અંધકારના સમૂહ દૂર થઈ ગયા. તે સમયે કેટલાકને આકાશમાં અને કેટલાકને ભૂમિઉપર પ્રગટ થયેલા જોઈ પ્રભુએ હસતાં હસતાં કહ્યું “હવે બધાં સારાવાના થશે. એવું કહીને પ્રભુએ ધનુષઉપર પૃથ્વી, પર્વત અને સાગરને ઉદ્ધાર કરવામાં સમર્થ એવું અમોઘ વાયવાગ્ન સંધ્યું. કાન સુધી ખેંચી જાણે કાંઈ કાનમાં કહેતું હોય તેવું વિશ્વને ભય ઉપજાવનાર તે બાણ પ્રભુએ તત્કાળ છોડી દીધું. તેમાંથી એ પવન ઉત્પન્ન થયે કે જેથી દેવતાનાં વિમાને રૂની પેઠે ઉડી ઉડીને કયાંનાં ક્યાં જતાં રહ્યાં. વેગથી વહન થતાં તે વિમાને પવનવડે ઉડતા પાંખવાળા કુળ પર્વતે હેય તેવી લેકોને શંકા થવા માંડી. ઉછળેલા સમુદ્ર આકાશ સુધી તરંગ કી સર્વ દેવતાને જળના અધિષ્ઠાયક કરી દીધા. “જગત્મભુની એવી અપાર શક્તિ છે. તે વાયુથી પરસ્પર અથડાઇને વિમાનમાંથી પ્રલયકાળના મેઘની જેમ અંગારાની વૃષ્ટિ થવા લાગી. પછી ભગવાને મોહનાસ્ત્ર નામે એક બીજું બાણ છોડ્યું, તેથી સર્વ દેવતાઓ ચેતનરહિત થઈને પૃથ્વી પર આળોટવા લાગ્યા. તે બાણજનિત તંદ્રાથી તેને જેનારાં પક્ષીઓ, માન, અને દેવતાઓ પણ સર્વે સ્થાવર જેવાં થઈ ગયાં. પ્રભુનાં આવાં પરાક્રમની હકીકત જાણું ઇંદ્ર સૌધર્મ દેવલોકમાંથી નીચે આવી નમીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
હે સ્વામી! વિશ્વમાં સારરૂપ, જગતનો ઉદ્ધાર કરવામાં સમર્થ, અનંતવીર્યવાળા અને દુસહ ભુજબળથી વિરાજીત એવા તમે જ્ય પામો. હે નાથ! “તમે લોકને અલેકમાં નાખવાને, મેરૂગિરિને અંગુઠાથી ઉપાડવાને અને બધાં વિ“શ્વને વિપર્યય કરવાને સમર્થ છો. હે વિભુ! સુર, અસુર, મનુષ્ય અને નાગકુમારથી તેમજ અમારા જેવાથી પણ તમારું બળ સહન થઈ શકે તેમ નથી. હે સ્વામી! તમારા જેવાની પ્રવૃત્તિ સર્વ જગતની રક્ષા માટે જ હોય છે, તે છતાં અધુના આ સમારંભ કેમ આદર્યો છે ? ગજેંદ્રના ક્રોધને તૃણની જેમ અને સૂર્યના “ક્રોધને તારાઓની જેમ આ બિચારા અજ્ઞાની દેવતાઓ તમારા ક્રોધને સહન કરી શકે “તેમ નથી. ચંદન વડે મહેલની જેમ વિદ્યુત જેવા તમારા ક્રોધથી ત્રણ જગત સર્વથા ક્ષય પામી જાય તેમ છે; માટે હે નાથ! હવે વેગથી અસ્રોને સંહરી, તમેજ વિશ્વના ધાતા છે અને તમે જ જગત્ના હર્ષને માટે છે. આવી ઇંદ્રની સ્તુતિ સાંભળી પ્રભુએ
For Private and Personal Use Only