________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦મે. ]
કૃષ્ણ અને નેમનાથનો જન્મ. આપ્યા. નિર્દય કંસે તે છએ ગર્ભને પોતાના ઘરમાં શિલાપર પછાડી મારી નાખ્યા, અને દેવકીના ખરા ગર્ભ અનુક્રમે સુલતાને ઘેર મોટા થયા. તેમનાં અનિયશા, અંતસેન, અજિતસેનક, નિહતારિ, દેવયશા અને શત્રુસેન એવાં નામ પાડ્યાં. પછી ફરીવાર દેવકી તુસ્નાતા થઈ, ત્યારે રાત્રિના શેષભાગે તેણે સિંહ, સૂર્ય, અગ્નિ, હાથી, ધ્વજ, વિમાન અને પદ્મ સરોવર—એ સાત સ્વમ અવલોક્યાં. તેજ રાત્રિએ તેણે ગર્ભ ધારણ કર્યો. સ્વમના પ્રભાવથી શુભ દેહદવાળી દેવકીએ સમય આવતાં શ્રાવણમાસની કૃષ્ણઅષ્ટમીએ અર્ધરાત્રે કૃષ્ણવર્ણ પુત્રને જન્મ આપ્યું. તે વખતે તેની ખબર રાખવાને કંસે જે રક્ષપુરૂષોને રાખ્યા હતા, તેએને વસુદેવના ગૃહદેવતાઓએ નિદ્રાના અધિષ્ઠાયક હોય તેમ પિતાની શક્તિથી નિદ્રાયુક્ત કરી દીધા. દેવકીના કહેવાથી વસુદેવે તે બાળકને લઈ જઈને ગોકુળમાં રહેલા નંદની સ્ત્રી યશોદાને અર્પણ કર્યો. અને તેને બદલે યશોદાએ તત્કાળ જણેલી પુત્રી લાવીને હર્ષથી દેવકીને અર્પણ કરી. પછી કંસના પુરૂષે જાગ્રત થતાં તે પુત્રીને લઈને કંસની પાસે આવ્યા. તે પુત્રીને જોઈને કંસને વિચાર થયો કે એ પીડિત મુનિનું કહેવું મિથ્યા થયું, કેમકે આ સાતમે ગર્ભ તે સ્ત્રી થે, તેથી આનાથી બળવાન એવા મારું મૃત્યુ થશે નહિ. આ વિચાર કરી તે પુત્રીની માત્ર નાસિકા છેદીને તે સેવકને પાછી આપી.
હવે પેલો દેવકીને સાતમો ગર્ભ ગોકુળમાં દેવીઓથી રક્ષણ કરાતો માટે થે. કૃષ્ણવર્ણ અંગ હેવાથી તેનું “કૃષ્ણ એવું નામ પાડ્યું. તેણે બાલ્યવયમાં જ શકુનિ અને પૂતના નામની બે વિદ્યાધરીને મારી નાખી, એક શકટ ભેદી નાખ્યું અને યમલા
ન નામનાં બે વૃક્ષ ભાંગી નાખ્યાં. તે ખબર સાંભળી કઈ કઈવખત પર્વની આરાધનાનું મિક્ષ કરીને દેવકી બીજી સ્ત્રીઓથી પરવરેલી હર્ષ પામતી નિરંતર ગોકુળમાં આવવા લાગી. કૃષ્ણની રક્ષા કરવાને માટે વસુદેવે રામને આજ્ઞા કરી. બંને ભાઈ બાર ધનુષ ઊંચી કાયાવાળા થઈ નિત્ય ગોકુળમાં સાથે ક્રીડા કરવા લાગ્યા.
અહીં શૌર્યપુરમાં સમુદ્રવિજયની સ્ત્રી શિવદેવીએ રાત્રિના અવશેષકાલે ચૌદ મહાસ્વમ જોયાં. તરતજ કાર્તિક માસની કૃષ્ણદ્વાદશીએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં અપરાજિત વિમાનમાંથી ચવીને શંખને જીવ શિવાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. અનુક્રમે શ્રાવણમાસની શુકલપંચમીએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શિવાદેવીએ શંખના લાંછનવાળા કૃષ્ણવર્ણ કુમારને જન્મ આપ્યું. તે જ વખતે છપ્પન્ન દિમારીઓએ ઘરમાં અને ચોસઠ ઇદ્રોએ મેરગિરિ ઉપર હર્ષથી પ્રભુને જન્મોત્સવ કર્યો. રાજા સમુદ્રવિજયે પ્રાતઃકાળે મહત્સવ સાથે અપરાધીઓને કારાગૃહમાંથી
૧ બળભદ્ર.
For Private and Personal Use Only