________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મો. ]
નેમિ પ્રભુનો જન્મ અને વૃદ્ધિ
૩૬૯
ણાંથી શું રૂપવાન શૃંગારરસ છે !' એવી રીતે વિચારી છળને શેાધતા એ દેવતાઓ ત્યાં રહ્યા. એક વખતે નિર્જન સ્થળમાં પારણામાં વિશ્રાંત થયેલા પ્રભુને જોઈ તે ચારની જેમ તેમને હરી ગયા. સુવર્ણકમળના ગંધના રસમાં બંધાઈ ગયેલા ભ્રમરની જેવા પ્રભુને હાથમાં લઇને તેએ આકાશમાં ચાલ્યા. સવાલાખ ચાજન ગયા પછી પ્રભુએ અવધિજ્ઞાનથી દેવતાઓના વિકાર જાણી લીધા. તત્કાળ પ્રભુએ લેશમાત્ર ખળ ખતાવ્યું, એટલે તે દેવતાઓ એવી રીતે નીચે પડ્યા કે જેથી તેઓ તેના આધાતથી પૃથ્વીમાં સા યોજન ચાલ્યા ગયા. તે સ્વરૂપને જોઈ જેએએ પેાતેજ દોષ કર્યાં છે એવા દેવતાઓની ઉપર દયા લાવીને ઇંદ્ર નેમિનાથ પ્રભુની પાસે આવ્યા. અને બાલ્યા હું વિશ્વત્રાતા ! હૈ બળવાન્ નાથ ! ગર્વના ભારથી ભગ્ન થયેલા આ ગરીબ દેવતાઓને હવે હેરાન કરી નહિ. હે નાથ ! જ્યારે તમે આવી રીતે ચેષ્ટા કરા, ત્યારે આ સંસારમાં બીજો કાણ રક્ષક છે ? માટે હે કૃપાળુ વિશ્વપાલક ! એ દીન દેવતાઓની ઉપર અનુગ્રહ કરો. હે સ્વામી ! તમે અશરણના શરણુ છે, ધરાતળ ઉપર ધર્મના આધારરૂપ છે અને બાળરૂપ છતાં પરાક્રમમાં અખાળ છે, આથી વિશેષ સ્તુતિ શું કરવી?'' એવી રીતે સ્તુતિ કરી, દેવતાઓને છોડાવી, પ્રભુને પારણામાં મૂકી ખમાવીને ઇંદ્ર સ્વર્ગમાં ગયા. શ્રી નેમિનાથ પ્રભુનું આવું અપ્રતિમ બળ જોઈ સમુદ્રવિજય વિગેરે સર્વ હર્ષ પામી ઉત્સવપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. પછી પ્રભુના પ્રાસાદમાં મહેાત્સવ કરીને તે દેવતાઓ હર્ષથી નેમિનાથનું સ્મરણ કરતા કરતા પાતપેાતાને સ્થાનકે ગયા. ત્યારથી માંડીને શ્રી નેમિનાથ પ્રભુ ઈંદ્રની આજ્ઞાને અનુસરનારા કાટિંગમે દેવતાએથી રક્ષણ થતાં પ્રતિદિન વૃદ્ધિ
પામવા લાગ્યા.
અહીં ધૃતરાષ્ટ્રની પટરાણી ગાંધારીને અતિ દુષ્ટ ગર્ભના ઉપજવાથી જનયુદ્ધ કરવાના દેાહદ થયા. ગર્ભના પ્રભાવથી ‘હાથી ઉપર બેસી મહાયુદ્ધ કરીને શત્રુએને મારી નાખું અથવા બધા લોકોને કારાગૃહમાં પુરી દઉં' એવી તેને ઇચ્છા થવા માંડી. અહંકારની વૃદ્ધિ થવાથી વડીલ વર્ગને નહિ નમતી, ગર્વથી અંગને મરડતી અને સર્વની સાથે ફ્લેશ કરતી તે રહેવા લાગી. અન્યઢા પાંડુરાજાની પત્ની કુંતિએ રાત્રે સ્વમામાં સુરગિરિ, ક્ષીરસાગર, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મીને જોયા. તેના પ્રભાવથી રલગર્બાની જેમ સારા ગર્ભને ધારણ કરતી કુંતી દિવસે દિવસે પાતાના મનને સામૈપણામાં જોડવા લાગી. અનુક્રમે શુભ દિવસે સુલગ્નમાં પાંચ ગ્રહે। ઉચ્ચના થતાં કુંતીએ એક પુત્રને જન્મ આપ્યા. તે વખતે તેના ઘરની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, અને નિર્મળ દયાદાન પ્રમુખ ગુણવડે યુક્ત
For Private and Personal Use Only