________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦.] ગાંગેયની પિતૃભક્તિ, આદરેલું બ્રહ્મચર્ય.
૩૫૯ ગણાય, તેથી ઉભયઅર્થથી ભ્રષ્ટ કરવાને હું મારી પુત્રી રાજાને આપીશ નહિ.” તે સાંભળી પ્રધાનેએ આવી તે સર્વે સમાચાર રાજાને કહ્યા. તે સાંભળી શાંતનુ રાજા વેચાયેલી વસ્તુમાંથી બાકી રહેલી વસ્તુની જેમ દુઃખથી ગ્લાનિ પામી ગયે. તે વૃત્તાંત ગાંગેયના સાંભળવામાં આવ્યું, એટલે પોતે જાતે ત્યાં જઈને પિતાને માટે નાવિક પાસે કન્યાની માગણી કરી. “આ તમારી પુત્રી મારી માતા ગંગાની જેમ મારે નિરંતર પૂજ્ય થઈને સુખે રહે, અને તેમની વાણું મારે વિષે નિરંતર સફળ થાઓ. હું પ્રથમથી જ વૈરાગ્યવાન છું, મારી બુદ્ધિ રાજયે લેવાની નથી; તેથી તમારી પુત્રીને જે પુત્ર થાય, તેજ મારા બ્રાતા સુખે રાજ્યને ભેગ. આમ છતાં કદિ મારા પુત્રો બળથી તેનું રાજ્ય હરી લે, એવું જે તમારા મનમાં આવતું હોય તો આજથી મારે બ્રહ્મચર્ય છે. આ વિષે દેવતાઓ સાક્ષી છે અને રાજાઓ મારા જામીન છે,” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ગાંગેયે નાવિક પાસેથી તે કન્યાની યાચના કરી. તત્કાળ જય જય શબ્દપૂર્વક આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, અને આમણે મહા ભીષ્મ (ભયંકર) વ્રત ગ્રહણ કર્યું છે તેથી તે ખરેખરા ભીષ્મ છે એમ આકાશમાં દેવતાઓ કહેવા લાગ્યા.
તે વખતે નાવિક હર્ષ પામીને બોલ્યો “હે ગગેય! આ કન્યાનું ફળ પ્રથમથી સાંભળો, કેમકે ચન્દ્રિકા ચન્દ્રમાંથી જ થાય, મેઘમાંથી થાય નહિ–આ ભરતક્ષેત્રમાં પુરૂષરોથી મંડિત રતપુર નામે નગર છે. તેમાં શેખર પર જિનાજ્ઞાને ધારણ કરનાર રતશેખર નામે રાજા છે. સર્વ ઠેકાણે પ્રસરતી તેની આજ્ઞા દિશાઓમાં ફરતાં ફરતાં ક્ષણ વાર શ્રમ ટાળવાને માટે શત્રુ રાજાએના મસ્તક ઉપર વિશ્રાંતિ લેતી હતી. તે રાજાને રતવતી નામે અનેક ગુણવતી રાણી છે, જે અનુપમ શીલથી પિતાના ભર્તારનાં હૃદયમાં નિરંતર વસતી હતી. એક વખતે તે રતવતીએ સ્વમામાં ચન્દ્રકાંતિ જોઈને અનુક્રમે ચન્દ્રકાંતિને જેમ સંધ્યા જન્મ આપે તેમ આ પુત્રીને જન્મ આપે. જન્મતાંજ તેને કોઈ વિઘાધર હરણ કરી આ યમુનાના તટ ઉપર મૂકી અંતર્ધાન થઈ ગયે તે વખતે
આ સર્વ લક્ષણવાળી રશેખરરાજાની પુત્રી સત્યવતી શાંતનુરાજાની સ્ત્રી થશે એવી આકાશવાણી સાંભળી, આ કન્યાને લઈ હું ઘેર આવ્યું અને અહર્નિશ ઉઉત્તમ ભેજન આપીને તેને ઉછેરી. હે ગાંગેય! દેવના બતાવેલા આ કન્યાના પતિ
શાંતનુરાજાજ છે, તેથી તમારા સત્વવડે આ મારી કન્યા સાથે ખુશીથી તેઓ વિવાહિત થાઓ.” આ પ્રમાણે સાંભળી ખુશી થયેલા ગાંગેયકુમારે વેગથી પિતા પાસે આવી તેમને હર્ષ પમાડવા માટે તે કન્યા સંબંધી પ્રથમથી સર્વ વૃત્તાંત નિવે
૧ મુગટ,
For Private and Personal Use Only