________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
સર્ગ ૧૦ મે ] ગંગાનું પતિને છોડી જવું. યમુનાતીર પર મૃગાક્ષી. નેહનું વમન કરતે હેય તેમ તે ગદગદ્દ સ્વરે પિતાની પ્રિયાપ્રત્યે બોલ્યા “હે ગંગે ! હવે પાછું તમારા રાજ્યને ભજે, આ પુત્રને સ્વીકારો, અને હે પ્રિયે! નેહપરાયણ દૃષ્ટિથી મારી પણ સંભાવના કરો. હે કાંતા! તમારા વિરહથી કઈ છેકાણે મને હૃદયમાં પ્રીતિ થતી નથી. “રાત્રિવગરને ચંદ્ર વ્યર્થ કિરણવાળ કેમ ન થાય?” તેથી હે ગૃહેરિ! ઘેર ચાલે, મારી ઉપર સ્નેહદૃષ્ટિ આરે પણ કરે અને તમારા વિરહાગ્નિથી તપેલાં મારાં અંગને શાંત કરો.” ગંગા બોલી “સ્વામી! તમારું વચન સંભારે! જયારે તમે તે વચનથી ભ્રષ્ટ થયા તો પછી હું કેમ તમારાથી ભ્રષ્ટ ( જુદી ) ન થઉં ? સવે દુઃખના સમૂહરૂપ પુષ્પાને વિકવર કરવામાં ચંદ્રકાંતિ જેવી જીર્વહિંસા મહા અહિતકારી છે, તેને હજુ પણ તમે છોડી નથી, તે હવે મારું શું કામ છે? આ તમારે પુત્ર ગાંગેય સર્વ સંપૂર્ણ શાસ્ત્રને તેમજ અસ્ત્રવિઘાને જાણનાર, ધર્મવાનું અને તમારીઉપર ભક્તિવાળો છે તો તેને રાખો, હવે માવિષે લેભ કરે નહિ. હે સ્વામી ! તમને આ પુત્રને ઓળખાવવાને માટે જ હું અહીં આવી હતી. હવે મને મારા પિતાને ઘેર જવાની આજ્ઞા આપો.” આપ્રમાણે કહી, પતિ અને પુત્રે ચાટુ વચનવડે આદરથી વારવા માંડી તો પણ તે માનિની પિતૃગૃહે ચાલી ગઈ. પ્રિયાને વિરહી અને પુત્રને સંગી શાંતનુરાજા, ગ્રીષ્મઋતુમાં વૃક્ષોની છાયાવાળા સરેવરની જેમ સરખા સુખદુઃખને પ્રાપ્ત થે. પછી ગાંગેય પુત્રને લઈ હાથી ઉપર બેસારી મોટા ઉત્સવપૂર્વક રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. જેમ દિવસવડે સૂર્ય અને કમળવડે સરવર શેભે તેમ ગુણવાન, કળાવાનું અને વિદ્વાન તે પુત્રવડે શાંતનુરાજા શોભવા લાગે. - એક વખતે શાંતનુ રાજા શ્રમરહિત અપર બેસી લીલાથી ફરતે ફરતે યમુના નદીને કાંઠે આવે. યમુનાને જોઈ વિચારવા લાગે “અહા! આ નદી શું પૃથ્વીરૂપી સ્ત્રીની વેણું છે? આ તેનું જ શું તેનાં નેત્રનું કાજળ છે વા જળમાં સ્નાન કરવા આવેલી અપ્સરાઓના સ્તન પરથી ભ્રષ્ટ થયેલી કસ્તુરી છે, અથવા શુ આ નદીનું જળ લઈને જ મેઘ અંજનના જે શ્યામ થઈ શરદઋતુમાં પાછું તે જળ છોડી દેવાથી શ્વેત થતો હશે અથવા તીરપર રહેલાં વૃક્ષોના વન સાથે પિષ્ય પિષકપણાના સંબંધને લઈને આ નદી અને તે વૃક્ષો પરસ્પર શ્યામવર્ણ ધારણ કરતાં હશે ? આપ્રમાણે શાંતનુ યમુનાનદીનું વર્ણન કરતો હતો, તેવામાં નાવિકાવડે યમુનામાં ક્રીડા કરતી કોઈએક મૃગાક્ષી તેની દૃષ્ટિએ પડી. તેને જોઈને શું આ યમુનાદેવી પ્રત્યક્ષ થઈને પિતાના જળમાં આવી રહેલાં હશે અથવા શું અસરા સ્વર્ગગંગાનો ત્યાગ કરીને અહીં આવેલ હશે ? આ પ્રમાણે ચિંતવન
For Private and Personal Use Only