________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬ શત્રુંજય માહાઓ.
[ ખંડ ૨ છે. રાજા કપાળ કહેવાય છે. રાજાએ અપરાધીઓને મારવા અને નિરપરાધીઓને બચાવવાં એ તેને ધર્મ છે, તેથી આ જળધાસને ખાનારાં અને વનમાં રહેનારાં નિરપરાધી પ્રાણુંઓને તે કદિ પણ મારવાં ન જોઈએ. હે રાજન ! બળવાન શત્રુરાજાઓની સાથે પરાક્રમ કરવું તે યુક્ત છે પણ આવા નિર્બળ પ્રાણીઓ સાથે કને રેલું તમારું પરાક્રમ શોભતું નથી. જેમ તમે તમારા રાજયની સીમાની અંદર કેઈને પણ અન્યાય સહન કરી શકતા નથી, તેમ આ વનનો હું રક્ષક છું, તેથી અહીં કાંઈ પણ અન્યાય થાય તો તેને હું સહન કરી શકીશ નહિ.” આપ્રમાણે ગાંગેયે ઘણું કહ્યું, તથાપિ શાંતનુરાજાએ તેની અવજ્ઞા કરી અને રેષવડે ફરીવાર મૃગયારસમાં દોરાઈ મૃગયા ખેલવા લાગ્યો. 0 પછી ગાંગેયે ક્રોધથી ધનુષ્ય ઉપર પણ ચડાવી કર્ણમાં ભયંકર એ ટંકાર અને સિંહનાદ કર્યો. જેમ એકલે “કેસરીસિંહમૃગોને, અને એક સૂર્ય અંધ કારોને દૂર કરે તેમ એકલા ગાંગેયે સર્વ શિકારીઓને ઉપદ્રવિત કરી નાખ્યા. તકાળ રણપ્રિય શાંતનુએ કોપથી ધનુષ્ય લઈ પિતાના ભુજાબળથી ગર્વિત થઈ યુદ્ધ કરવા માટે તેને બેલા. પછી સદા રણમાં જાગ્રત એવા બન્ને વીર અસ્ત્રના સંઘાતથી ત્રણ જગતને ભયંકર થઈ પરપર યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં કોઈ બાતમીદાર સેવકની પાસેથી આ ખબર સાંભળી ગંગા વેગથી ત્યાં આવી. તે હર્ષથી પિતાના ચિત્તના ભાવને વિરતારતી રાજાને કહેવા લાગી “સ્વામી! વ્યસનમાં રૂંધાઈને તમે આ શું કરે છે ? તત્ત્વને જાણતાં છતાં પણ તમે સત્વથી પિતાનાજ પુત્રની સાથે યુદ્ધ કેમ કરે છે ?” તે સાંભળી ગંગાને પ્રત્યક્ષ જોઈ રાજા ઘણે ખુશી થર્યો અને તત્કાળ બોલ્યા “પ્રિય ગંગે! તમે અહિ ક્યાંથી ?” ગંગા શાંતનુને પિતેને વૃત્તાંત જણાવી વેગથી પિતાના પુત્ર પાસે આવી અને કહેવા લાગી “પુત્ર! આ તારા પિતા શાંતનુ છે.” તે વખતે રાજા પણ અશ્વઉપરથી ઉતરી હર્ષના ઉત્કર્ષથી વારંવાર કહેવા લાગ્યા “વત્સ ! અહીં આવ, અહીં આવ. ચિરકાળથી ઉત્સુક એવા મને આલિંગન આપ.” ગાંગેય પણ તત્કાળ અસ્ત્ર છોડી ભક્તિથી પૃથ્વી પર આળોટતો કેશરૂપ હરતવડે અથુજળથી વ્યાપ્ત થઈને પિતાના ચરણને સ્પર્શ કરવા લાગે. બે ભુજથી ઉત્સુકપણે પુત્રને આલિંગન કરતા શાંતનુ રાજા જાણે દ્વિધા થયેલા પિતાના દેહનું ઐક્ય કરતો હોય તેમ દેખાવા લાગ્યું. તે મળેલા પિતાપુત્રનાં અશ્રુજળથી સિંચન થતી પૃથ્વી પણ પિતાના ભર્તા અને તેમના પુત્રના સ્નેહથી ઉલ્લાસ પામવા લાગી. પછી ગંગા પણ સાત્વિકભાવને બતાવતી રાજાની આગળ બેઠી અને હર્ષથી પુત્રને પોતાના ઉત્સંગમાં બેસાર્યો. બન્ને ઉપર પ્રગટેલા અતિ સ્નેહના ભારથી રાજાને કંઠ રૂંધાઈ ગયો. ક્ષણવારે જાણે
For Private and Personal Use Only