________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જો. તમારામહેથી એક જણ જે સાહસિક અને દયાળુ હોય તે મરવાને તૈયાર થઈ, આ સાગરના મધ્યમાં રહેલા પર્વત ઉપર જાઓ, અને ત્યાં જઈને ભારંડ પક્ષીએને ઉડાડે એટલે તેમની પાના ઝપાટાને પવન તમારાં વહાણને ચલાવશે, તેથી બાકીના સર્વને જીવિત પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તેનાં વચનને આદરથી સાંભળીને ઈશ્વરદત્તે વહાણમાં બેઠેલા સર્વ લેકીને ત્યાં જવાને માટે પૂછવા માંડ્યું, પણ કોઈએ હા પાડી નહીં, પછી જ્યારે ત્યાં જવાને લેભ બતાવ્યું, ત્યારે પેલો ભીમસેન નિર્લજજ થઈ સે દીનારના લેભથી સાગરના મધ્યમાં રહેલા પર્વત ઉપર ગે. તેણે ત્યાં જઈ ભાખંડ પક્ષીઓને ઉડાડ્યા, એટલે તેની પાંખના પવનથી પ્રવાળાના આવર્તમાંથી મુક્ત થઈ તે વહાણ આગળ ચાલ્યું. પર્વત પર રહેલ ભીમસેન પિતાના મનમાં જીવિતને ઉપાય વિચારતાં કાંઈ ન સુજવાથી પેલાં શુક પક્ષીને શોધવા લાગે, એટલામાં તે નજરે પડવાથી તત્કાળ તેને કહ્યું “હે મહાપુણ્ય! મને પણ વહાણની જેમ અહિંથી નીકળવાને ઉપાય બતાવો.” શુકપક્ષી બેલ્યો “હે ભીમસેન! તું જઈને આ સમુદ્રમાં પડ, એટલે તેને આ જળમાં રહેલા કઈ મહામત્ય ગળી જશે અને તે કાંઠે નીકળશે, પછી જો તું ફંફાડા મારે નહીં, તે આ લે, આ ઔષધી તેના ગળામાં નાખજે, એટલે તેના મુખનું વિવર મોટું થઈને ઉઘાડું થશે. જયારે તેમ થાય એટલે તું કાંઠા ઉપર નીકળી જજે. આમમાણે તારે જીવવાને ઉપાય છે, તે શિવાય નથી.” આવી રીતે શુકે કહ્યું, એટલે અતિ સાહસિક ભીમસેન તે ઉપાય કરીને તત્કાળ સિંહલદ્વીપને કાંઠે નીકળે. સ્વસ્થ થઈને કાંઠા ઉપર ફરવા માંડ્યું, તેવામાં ત્યાં જળાશય અને વૃક્ષને જોઈ જળપાન કરીને વિશ્રાંત થયે. પછી ભીમસેન ત્યાંથી કઈ દિશા ધારીને આગળ ચાલ્યું. કેટલાક ગાઉ ઉલ્લંઘન કરી ગયા પછી એક ત્રિદંડી સંન્યાસી તેના જેવામાં આવે. તે મુનિવરને તેણે નમસ્કાર કર્યો, એટલે આશિર્વાદ દઈને તે સંન્યાસીએ તેને હર્ષથી પૂછ્યું “હે ભદ્ર! તું કોણ છે? આવા ગહન વનમાં કેમ ફરે છે? તું દુઃખી હોય તેમ જણાય છે, માટે સ્વસ્થ થા, અને તારે જે દુખ હોય તે કહે.” તેનાં વચનથી પ્રસન્ન થયેલા ભીમસેને કહ્યું “મુનિવર્ય! શું કહું? હું સર્વથા મંદભાગ્યવાળ છું, આ સંસારમાં જેટલા મહાદુઃખી, સૌભાગ્યરહિત અને નિગી પુરૂષ છે, તે સર્વમાં હું પ્રથમ છું, એમ તમારે જાણી લેવું. હું જયાં જેને
માટે જાઉં, ત્યાં તે વસ્તુ સિદ્ધ થતી નથી, જે તૃષાતુર થઈને સમુદ્ર પાસે જાઉં, તે પણ જળ મળતું નથી. હું મદભાગી જતાં લાખો વૃક્ષ ઉપરથી ફળ, સંકડે નદીએમાંથી પાણી અને રેહણગિરિમાંથી રન પણ અદૃશ્ય થાય છે. મારે બ્રાતા,
For Private and Personal Use Only