________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે. હજાર વર્ષ અને રાજયમાં પન્નર હજાર વર્ષ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય સુવ્રતસ્વામીએ પૂર્ણ કર્યું. શ્રી સુવ્રતસ્વામીનું અને ભૃગુપુર તીર્થનું આ ચરિત્ર ભવ્યપ્રાણુઓને પાપની શાંતિને માટે થાઓ. મુનિસુવ્રતસ્વામી પછી સુવ્રત નામે રાજા થયા, અને ત્યાર પછી તેના વંશમાં બીજા ઘણા રાજાઓ થયા.
શ્રી નેમિનાથ ચરિત્ર. આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીના સ્થાનરૂપ મથુરા નામે નગરી છે. તે નેત્રની ફરતી પાપણ જેમ કાજળ વડે શોભે તેમ યમુના નદીના કૃષ્ણ જળવડે શોભી રહી છે. પૂર્વોક્ત હરિવંશમાં વસુને પુત્ર વૃહદધ્વજ થયે, અને તે પછી ઘણા રાજાએ થઈ ગયા; પછી યદુ નામે એક રાજા થયે. યદુરાજાને સૂર્ય જે તેજસ્વી શૂર નામે પુત્ર થે. તેને વીરલેકમાં ગજેંદ્ર સમાન શૌરિ અને સુવીર નામે પુત્રો થયા. શરિને રાજય ઉપર અને સુવીરને યુવરાજપદ ઉપર બેસારી શરરાજાએ સંસારપર વૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. શરિ મથુરાનું રાજય પિતાના અનુજ બંધુ સુવીરને આપી કુશાસ્ને દેશમાં ગયે, ત્યાં તેણે શૌર્યપુર નામે નવીન નગર વસાવ્યું. શરિરાજાને અંધકવૃષ્ણિ વિગેરે અને સુવીરને ભેજવૃષ્ણિ વિગેરે અપરિમિત બળવાળા પુત્રો થયા. મહાપરાક્રમી સુવીરે મથુરાનું રાજય ભજવૃષ્ણિને આપી પોતે સિંધુ દેશમાં જઈને સૌવીર નામનું નવું નગર વસાવ્યું. શૌરિ પિતાના રાજ્ય ઉપર કીર્તિમાન અંધકવૃષ્ણિને બેસારી પોતે સુપ્રતિષ મુનિની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયો. મથુરામાં રાજય કરતાં ભેજવૃષ્ણિને ઉગ્ર પરાક્રમવાળે ઉગ્રસેન નામે એક પુત્ર થયે. અંધકવૃષ્ણિને સુભદ્રા નામે રાણીથી સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમાવાન, અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ નામે દશ પુત્ર થયા. તે દશે પુત્ર દશાહ કહેવાણા. સમશીલવાળા, પરસ્પર પ્રીતિમાં પરાયણ અને શસ્ત્ર તથા શાસ્ત્રના અભ્યાસી તે દશે પુત્રો હર્ષથી પિતાની ભક્તિ કરતા હતા. તેમને રૂપ લક્ષ્મીની સાથે સ્પર્ધા કરતી અને ઉજવળ કળાઓ વડે શોભતી કુતી અને માદ્રી નામે બે બહેને થઈ.
શ્રી ઋષભસ્વામીને એક કુરૂ નામે પુત્ર હતું, જેનાં નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કુરૂને પુત્ર હસ્તી નામે થયે જેના નામથી હસ્તીનાપુર કહેવાય છે. હરતી રાજાના સંતાનમાં વિશ્વવીર્ય નામે રાજા થયે. તેજ વંશમાં અનુક્રમે સનકુમાર, શાંતિ, કુંથુ અને અર એ ચાર ચક્રવર્તી થયા, જેમાં પાછળના ત્રણ તીર્થંકરે પણ થયા હતા. ત્યાર પછી ઇંદ્રિકેતુ, અને તેને કીર્તિકેતુ થયે,
For Private and Personal Use Only