________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મો.]
૩૫૩
મુનિયુગલે કહેલું ગીરનારનું માહાત્મ્ય. અગ્રસ્થાનમાં રહેલા પ્રથમ પ્રભુની ભાવ પૂજા કરી. પછી તે મુનિયુગલ જિનમંદિરની બહાર આવ્યું એટલે રાજદંપતીએ ભક્તિથી નમરકાર કર્યો. ક્ષણવાર જિનાલયને જોતા તે મુનિ ત્યાં બેઠા. ચેડીવાર પછી શાંતનુ રાજાએ પૂછ્યું “હે ભગવંત! આપ અત્યારે આ જિનાલયમાં કયાંથી પધારેાછે?” તેએમાંથી એક મુનિ ખેલ્યા અમે વિદ્યાધર મુનિ છીએ. પુણ્યાપાર્જનમાં લંપટ થઇને તીથૅ તીર્થ જિનેશ્વરાને વાંદવામાટે ભમીએ છીએ. સમેતશિખર, અર્બુદાચળ, વૈભારગિરિ, રૂચક, અષ્ટાપદક શત્રુંજય, અને રૈવતાદિ તીર્થોમાં અદ્વૈતને નમવાની ઇચ્છાએ અમે ગયા હતા. પ્રાંતે રૈવતાચળ ઉપર ભાવીતીર્થંકર શ્રી નેમિનાથને નમીને તે ગિરિનાં કાંચન નામનાં ચેાથા શિખર ઉપર જતા હતા, તેવામાં નિર્દોષ આકૃતિવાળા, દેહની કાંતિથી સર્વ દિશાઓને પ્રકાશિત કરતા અને જાણે અદ્ભુત રમૂર્ત્તિ હોય તેવા દેખાતા, એક પુણ્ય પ્રકાશિત દૈવ અમારા જોવામાં આવ્યેા. તે નવીન કાંચનના પ્રાસાદમાં ભક્તિથી શ્રીનેમિનાથની પૂજા કરતા હતા. તેને કોઇ બીજા દેવે તેનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તે આ પ્રમાણે કહેવા લાગ્યા પૂર્વે આ રૈવતગિરિની પાસે સુગ્રામ નામનાં ગામમાં રહેનારા હું એક ક્ષત્રિય હતા, મલિન હૃદયવાળા હું સદા યાત્રાળુઓને ઉપદ્રવ કરતા, નિર્દયપણે જીવાને મારતા અને મિથ્યા વચન બેાલતા હતા. હત્યાદિક દોષથી મારા શરીરમાં લૂતા નામના રોગ વ્યાપ્ત થઈ ગયો. પછી કાઈ મુનિપાસેથી આ તીર્થનું માહાત્મ્ય સાંભળી અહિ આન્યા. આ કાંચનગિરિ ઉપર શ્રી નેમિનાથની પૂજા કરવાથી અને ઉદયંતીનદીનાં જળમાં સાન કરવાથી અનુક્રમે મારા રોગ દૂર થયા. ભરતચક્રવîએ કરાવેલાં શ્રી નેમિનાથનાં મંદિરમાં જિનપૂજા કરવાથી મારા પાપની સંતતિ વિનાશ પામી ગઇ, અને આ તીર્થનાં માહાëથી આત્મારામપ્રભુને ભજતો એવા હું આવા સ્વરૂપવાળું દેવપણું અને લોકાત્તર તેજસ્વીપણું પામ્યો છું. આ તીર્થનાં સેવનથી મને દેવપણું પ્રાપ્ત થયું છે, તેથી ક્રીવાર તેના સ્પર્શ કરવા માટે હું અહીં આવ્યો છું અને આદરથી અહિ મેં આ જિનમંદિર કરાવ્યું છે, જેનાથી સિદ્ધિ પ્રાપ્ત થઇ તેને જો આશ્રય ન કરીએ તે દુર્ગતિમાં પાત થાયછે, અને તે સ્વામિદ્રોહ કહેવાયછે. વળી આ પ્રભુના સેવનથી આગામી ભવમાં મને આનંદદાયક કેવળજ્ઞાન પ્રાપ્તથશે અને મારી મુક્તિ થશે. આ પ્રભુના સેવનથી હત્યાદિક દાષા પણ નાશ પામેછે, તેથી વિશેષે કરી અહીંજ સાંનિધ્ય કરીને હું રહ્યોછું. મારૂં નામ સિદ્ધિવિનાયક છે અને મારૂં આશ્રિત કરેલું આ તીર્થ સુખને માટે અને પાપના ક્ષયને માટે થાયછે.”
આ પ્રમાણે તીર્થનું માહાત્મ્ય અને પેાતાના વૃત્તાંત કહી આકાશને પ્રકાશિત
For Private and Personal Use Only