________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મા. ]
શાંતનુ રાજાનું પાણિગ્રહણ.
૩૧
જેણે શત્રુઓનાં કુળનો અંત કર્યો હતા. તેના શુભવીર્ય, તેના સુવીર્ય, અને તેના પુત્ર અનંતવીર્ય રાજા થયો. તેના પુત્ર કૃતવીર્ય અને તેના પુત્ર સુભૂમ ચક્રવર્તી થયો. તે પછી અસંખ્ય રાજાએ થઈ ગયા પછી શાંતનુ નામે રાજા થયા. તે હસ્તીનાપુરમાં રહીને સર્વે પૃથ્વીનું રાજ્ય કરતા હતેા અને મેગિરિપર રહેલા ધ્રુવના તારાની ફરતું જયાતિ‰ક્ર બધું ફ્રે તેમ સર્વ રાજાએ તેની ફરતા કર્યાં કરતા હતા. એક વખતે રાજા નીલ વસ્ર પેહેરી, મયૂરનાં પીછાંને મુગુટ પહેરી અને હાથમાં ધનુષ્ય લઇ વાઝુરિક વાધરી લાંકાએ પ્રથમથી ફંધેલાં એવાં વનમાં પેઠા. વનની મધ્યમાં રહેલા સર્વે શિકારી ભીલા કૌતુકથી ઉત્કટ થઈ નવા નવા શ્રુંખારવથી અરણ્યના જીવેાને ક્ષેાભ કરવા લાગ્યા. કાઈ ધસતા, કાઈ દાડતા અને કાઈ તિરસ્કાર કરતા વ્યાધા હાંકેાટાના શબ્દોથીજ પ્રાણીઓને સત્વરહિત કરવા લાગ્યા. રાજાના ધનુષ્યના ટંકારથી ઊંચા કાન કરી રહેલા નજિકના મૃગબાલકા પેાતાના ચપળ લેાચનથી વિનતાઓનું સમરણ કરાવતા હતા.
સમગ્ર શિકારી લેાકેા પાપઋદ્ધિના રસમાં આસક્ત થયા છે. તેવામાં એક મૃગની પછવાડે પડેલા અને અશ્વે આકર્ષલા શાંતનુ રાજા દૂર ચાલ્યેા ગયા. જેમ જેમ મૃગ દાડે છે, તેમ તેમ જાણે આકર્ષાતા હોય તેમ રાજા ધનુષ્ય ખેંચીને તેની પછવાડે ચાહ્યા જાય છે, વેગવાળા અશ્વવડેવનમાં ભમતા રાજા અનુક્રમે ગંગાને કાંઠે આવ્યા; ત્યાં તેણે રત્નાથી રચેલું એક મોટું ચૈય જોયું. શાંતનુને વિચાર થયો “સુધાથી પણ ઉજ્જવળ એવે આ પ્રાસાદ ઘણા પ્રકાશિત છે. હું ધારૂં છું કે આ પ્રાસાદના કિરણાથીજ ગંગા નદી નિર્મળ થઇ હશે, અને આ ચૈત્યની કાંતિથીજ આ વૃક્ષ પુષ્પસહિત હોય તેમ નદીએવડે સમુદ્રની જેવાં અથવા વિદ્યુત્વડે મેઘની જેવાં શોભે છે.” આ પ્રમાણે ચિંતવીને પવિત્ર કીર્ત્તિવાળા અને કૌતુકી રાજાએ તે ચૈત્યની મધ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં ચન્દ્રની ઉપર ચન્દનના બિન્દુની જેવી પાપને ત્રાસ પમાડનારી શ્રી આદિનાથની સુંદર પ્રતિમા તેણે દીઠી. પછી પ્રભુને નમરકાર કરીને તે મત્તવારણ ઉપર બેઠા, ત્યાં અપ્સરાના જેવી એક કન્યા તેના જોવામાં આવી. “સુન્દર વેત્રવાળી, જગના શૃંગાર જેવી અને શૃંગારરસને જીવાડનારી આ બાળા શું વિધાતાએ સૃષ્ટિના રોષભાગેઇષ્ટના હેતુએ સરજી હશે? સ્વર્ગનાં સ્થાનને શાલા આપનારી સુંદરીઓને પણ રૂપવડે તિરસ્કાર કરનારી આ ઉત્તમ રમણીશું ત્રણ જગત્ના સૌન્દર્યનાં સારરૂપ બનેલી છે?” આવા સંકલ્પ વિકલ્પ કરીને રાજા તે માળાના મુખપર પેાતાનાં નેત્રને સ્થિર કરી આદરથી સ્નેહવડે પવિત્ર વાણીએ બેલ્યા “હે કન્યા ! પૃથ્વીમાં રલસમાન તું કાણુ છે?
૧ જાળ પાથરનાર. ૨ શિકાર. ૩ દેરાસરનો આગળના ભાગનો ઝુલતો ગોખ.
For Private and Personal Use Only