________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગે ૧૦મે. ]
જિતશત્રુ રાજના અશ્વને પૂર્વભવ.
૩૪૮
ક્રિયા કરી. પ્રાંતે સમકિત પ્રાપ્ત કર્યા વગર, દાનશીલના સ્વભાવવાળે તે સાગરદત્ત મોટા આરંભવડે ધન મેળવી પ્રાણિરક્ષામાં પરાયણ રહી મૃત્યુ પામીને આ “તારે જાતિવંત અથ થયેલ છે, અને તેને બંધ કરવા માટે જ હું અહીં આવેલ
છું. પૂર્વજન્મમાં કરાવેલી જિનપ્રતિમાના પ્રભાવથી તેણે મારો વેગ અને ધર્મવેગ પ્રાપ્ત કર્યો છે. આ પ્રમાણે સાંભળી તે જાતિવંત અને જાતિ મરણ થયું, તેથી સંસારથી ભીરૂ થઈને તેણે પ્રભુની પાસે અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી તે અશ્વ સાત દિવસ સુધી સમકિત ધારણ કરી સમાધિવડે મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલેકમાં દેવતા થે. અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણે પૃથ્વી પર આવી તેણે સુવર્ણના પ્રાકાર (કિલ્લા) ની મધ્યમાં એક સુત્રત પ્રભુની પ્રતિમા કરાવી, અને તે પ્રતિમાની સામે પોતાની અમૂર્તિ કરાવી ઊભી રાખી. પછી તે સુવ્રત પ્રભુના ભક્તિના મનોરથ પૂર્ણ કરવા લાગ્યું. ત્યારથી અશ્વાવબેધક નામે તે પવિત્ર તીર્થ લોકમાં પ્રખ્યાત થયું, અને ભૃગુકચ્છ નગર પણ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું. જેમ તે અવે એકગણો ધર્મકરીને બહુ ફળ પ્રાપ્ત કર્યું, તેમાં કોઈ પણ પુરૂષ ત્યાં જેટલું ધન વાપરે છે તેનાથી અસંખ્યગણું ધન પ્રાપ્ત કરે છે. નર્મદા નદીના ભૂગુ ના શિખર ઉપર કચ્છના જેવું લીલોતરીવાળું તે નગર હોવાથી તેનું ભૃગુકચ્છ એવું નામ પ્રખ્યાત થયું છે. ત્યાં સુવ્રત પ્રભુનાં સાત્રજળવડે નિર્મળ એવી નર્મદા નામે વૃક્ષેની ઘટાથી શોભતી નદી છે કે જે તેમાં સ્નાન કરવાથી દીનજનને અદન કરે છે. જેમ તારો નીચે પાત થાય છે અને મારે ઊંચે પાત થાય છે તેમ મને સેવનારા પુરૂષની પણ ઊર્ધ્વ ગતિ જ થાય છે એવી રીતે એ નદી પોતાના તરંગો વડે આકાશગંગાને હસે છે. કરિ લેક રવેચ્છાથી નર્મદા નદીને નિગ્નગા કહે છે તે ભલે કહે, પણ તે નદી ઉન્નિમ્રગા છે, કારણકે તે લેકોને ઊંચી ગતિમાં લઈ જાય છે. ત્યાંથી સુર અસુરોએ પૂજેલા મુનિસુવ્રતસ્વામી શ્રી વિમલાચળ ઉપર સમોસર્યા. જગત્પતિ પ્રભુ પિતાનાં ચરણન્યાસથી સર્વ શિખરને તીર્થરૂપ કરી પછી ત્યાંથી પાછી ભૂગુકચ્છ (ભરૂચ) નગરે આવ્યા. ત્યાંથી સૌરીપુરમાં, ચંપાનગરીમાં, પ્રતિષ્ઠાનનગરમાં, સિદ્ધપુરમાં, હસ્તિનાપુરમાં અને બીજાં પણ અનેક નગરમાં વિહાર કરી સર્વને તીર્થરૂપ કરી અને ભવ્યજનોને ઉદ્ધાર કરી પ્રાંતે સુવ્રતસ્વામી એક સહસ્ત્ર મુનિઓની સાથે સમેતશિખરે આવ્યા. ત્યાં એક માસનું અનશન કરી જયેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણનક્ષત્રમાં સર્વ મુનિઓની સાથે અવિનાશીપદ ને પ્રાપ્ત થયા. કૌમારવયમાં અને દીક્ષા માં–બંનેમાં સાડાસાત
૧ તટ. ૨ હાલ ભરૂચ નામથી પ્રસિદ્ધ છે. ૩ નીચે જનારી. ૪ ઊંચે જનારી. પ મોક્ષ.
For Private and Personal Use Only