________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ ]
શ્રી મુનિ સુવ્રતસ્વામીનું ચરિત્ર. હોય તેવી પદ્માદેવી નામે નિર્વિકારી રાણી હતી, જે તેના અર્ધ અંગને અને રાજયને અલંકૃત કરતી હતી. બાહ્ય અને અત્યંતર નિર્મળ એવા શીલાદિક ગુણેથી હારાદિક્વડે શરીરની જેમ તે પિતાના આત્માને શોભાવતી હતી.
અહિ પ્રાણતક૫માંથી દેવભવ પૂર્ણ કરી શ્રાવણમાસની પૂર્ણિમાએ પ્રભુ પદ્માદેવીની કુક્ષિમાં અવતર્યા. તે સમયે સુખે સુતેલાં પદ્માદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વમ રાત્રિના શેષભાગે અવલક્યાં. સમય આવતાં જયેષ્ઠ માસનીકૃષ્ણઅષ્ટમીએ શ્રવણનક્ષત્રમાં ફર્મનાં લાંછનવાળા અને તમાલના જેવી શ્યામકાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપે. દિકુમારીઓએ આવી ભક્તિથી સૂતિકર્મ કર્યું. પછી ઈંદ્ર એ વિશમા તીર્થંકરને મેરગિરિપર લઈ ગયા. ત્યાં સૌધર્મઇદ્રના ઉત્કંગમાં રહેલા જગદગુરૂને ત્રેસઠ ઇંદ્રોએ પવિત્ર તીર્થોદકવડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનંદ્રના ખળામાં બેસારીને સૌધર્મદ્રે અભિષેક કર્યો.) એ પ્રમાણે સર્વે દેવનાયક ભક્તિથી પૂજા અને સ્તુતિ કરી, પ્રભુને માતા પાસે મૂકી નંદીશ્વરદ્વીપે ગયા અને ત્યાં અઠ્ઠાઇમહેસૂવ કરી પિતપતાને સ્થાનકે ગયા. સુમિત્રરાજાએ પ્રાતઃકાળે પુત્રને જન્મ ન્મોત્સવ કર્યો અને લેકને પ્રસન્ન કરી મુનિસુવ્રત એવું પ્રભુનું નામ પાડયું. ત્રણ જ્ઞાનવડે પવિત્ર આત્માવાળા સર્વજ્ઞ પ્રભુ બાલવયનું ઉલ્લંઘન કરીને યૌવનવયમાં વિશ ધનુષ્યની કાયાવાળા થયા. પછી પૃથ્વીપુરના અધિપતિ પ્રભાકર રાજાની પુત્રી પ્રભાવતીને સ્વયંવરમાં પરણ્યા. કેટલેક સમયે પૂર્વદિશાથી સૂર્યની જેમ મુનિસુવ્રતસ્વામીને પ્રભાવતી દેવીથી સુવ્રત નામે પુત્ર થે. ભગવંતે રાજય પાળી ફા
શ્નમાસની શુકલદશમીએ શ્રવણનક્ષત્રમાં એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. ફાલ્ગનભાસની કૃષ્ણદ્વાદશીએ શ્રવણનક્ષત્રમાં પ્રભુને ઘાતિકર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈંદ્ર તેને મહત્સવ કર્યો.
વિશ્વને દેશનાના કિરણોથી પ્રબોધ કરતા ભગવંત એક વખતે રાત્રે પ્રતિષ્ઠાન નામે નગરમાં સમોસર્યા. ત્યાંથી પિતાને પૂર્વભવનો મિત્ર એક અધ ભરૂચમાં અશ્વમેઘયજ્ઞમાં હેમાતો જાણી પ્રભુરાત્રિમાં વિહાર કરી પ્રાતઃકાલે બ્રગુકચ્છનગરે પહોંચ્યા. માર્ગમાં સિદ્ધપુરમાં મધ્યરાત્રે ક્ષણવાર વિશ્રામ લીધેલ હોવાથી પ્રાત:કાળે ત્યાં વાધર રાજાએ તેમનું ચૈત્ય કરાવ્યું. રાત્રિએ વિહારમાં સાઠ જન ઉલ્લંઘન કરી કોરંટક નામના ભરૂચનાં ઉધાનમાં પ્રભુ સસર્યા. ત્યાં પ્રાતઃકાલે દેવતાઓએ સમવસરણ રચ્યું, તેમાં પ્રભુ બરાજયા. પ્રભુને નમવાને તેજ અશ્વ ઉપર બેસી જિતશત્રુરાજા ત્યાં આવ્યું. ત્યાં પ્રભુનાં દર્શન કરી તે અધે પણ ઊંચા કાન કરીને સર્વ લેને તૃપ્તિ કરનારી આ પ્રમાણે દેશના સાંભળી“કુકર્મરૂપ શિકારી પ્રાણીઓથી આકુળ એવા આ
For Private and Personal Use Only