________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો
ચારી થવા દેજો. લાંકાને આવી શિક્ષા આપી, તેનું આયુષ્ય ટુંકું કરી અને સે। ધનુષ્ની કાયા કરી તે કિવિષદેવ કૃતાર્થ થઈને અંતર્ધ્યાન થઇ ગયા. પછી પ્રીતિથી ભરપૂર એવા સામંત અને મંત્રીઓએ મંગળિક શબ્દા કરી તીર્થોનાં જળ લાવી હરિના રાજ્ય ઉપર અભિષેક કર્યો. શીતળસ્વામીનાં તીર્થમાં એ હિરરાજા થયો, તેનાથી અનેક રાજાઓને ધારણ કરનારા હરિવંશ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. હુંરિરાજાએ સમુદ્રમેખલાવાળી પૃથ્વીને સાધી લીધી અને લક્ષ્મીના જેવી અનેક રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું. કેટલાક કાળ ગયા પછી હરરાજાથી હરિણીનેવિષે વિશાળ વક્ષસ્થલવાળા પૃથ્વીપતિ નામે પુત્ર થયા. હિર અને હરિણી અનેક પ્રકારનાં પાપ ઉપાર્જન કરીને મરણ પામ્યાં. પછી તેને પુત્ર પૃથ્વીપતિ પૃથ્વીને પતિ થયા. ચિરકાળ રાજ્ય પાળી છેવટે મહાગિરિ નામના પુત્રને રાજ્યપર બેસારી તપસ્યા કરીને તે સ્વર્ગે ગયા. તેના પુત્ર હિમગિરિ, તેના પુત્ર વસુગિરિ, તેના પુત્ર ગિરિ, તેના પુત્ર મિત્રગિરિ, અને તેના પુત્ર સુયશા થયા. ચંદ્રવંશના એ સર્વ રાજાએ જિનધર્મના ધુરંધર, ત્રિખંડના ભાક્તા અને સંઘના અધિપતિ થયા. એવી રીતે અનુક્રમે હિરવંશમાં અસંખ્ય રાજાએ થયા. તેઆમાં કેટલાક તપથી સ્વર્ગે ગયા અને કેટલાક માક્ષે ગયા. આપ્રસંગે તે વિસ્તાર પામેલા વંશમાં થયેલા વિશમા તીર્થંકર શ્રીસુવ્રતસ્વામીનું પાંચ પર્વ (કલ્યાણક)વડે અભિરામ એવું ચરિત્ર કહેવામાં આવેછે.
શ્રી મુનિસુવ્રત સ્વામીચરિત્ર
આ ભરતક્ષેત્રને વિષે મગદેશના મંડનરૂપ રાજગૃહ નામે નગર છે; જે આ પૃથ્વીના સ્વસ્તિકરૂપ કહેવાય છે; જ્યાં ઘેર ઘેર સુમેરૂગિરિથી તેનાં શિખરો આવ્યાં હાય તેવા દારિદ્રને ચેરનારા કનકના રાશિ જણાય છે. એ નગર તીર્થસ્વરૂપ હેાવાથી, ભવ્ય પ્રાણીઓના ઉપજવાથી, સુંદર ચૈત્યોથી અને પવિત્ર પ્રદે શાથી મુનિઓને પણ સદા સેવા કરવા ચેાગ્ય થઈ પડયું હતું. સુપર્વ' દેવતાઓથી, બુધ પંડિતાથી, 'કવિઓથી, 'કલાધારીઓથી અને પ્રીતિથી સ્થિતિ કરીને રહેલા ગુરૂથી તથા 'મિત્રથી એ નગર સ્વર્ગથી પણ અધિક જણાતું હતું. તે નગરને વિષે હરિવંશમાં મુક્તામણિ જેવા નિર્મળ અને ઉગ્રતેજથી સૂર્ય જેવા સુમિત્ર નામે રાજા થયા. તેણે વિનયથી, બળથી અને સૌભાગ્યથી વિદ્વાના, શત્રુ અને સ્રીએનાં ચિત્તમાં નિવાસ કર્યો હતા. તે રાજાને જાણે જંગમ પદ્મા દેવી
૧ સારા પર્વવાળા દેવતાઓ. ૨ વિદ્વાન અને બુધના ગ્રહ. ૩બીજો અર્થ શુક્રના ગ્રહ. ૪ - ળાવાળા લોકેા અને ચંદ્ર. ૫ શિક્ષાચાર્ય અને ગુરૂના ગ્રહ. ૬ દાસ્ત અને સૂર્ય. ૭રાજગૃહી નગરીમાં આ પાંચ ઉત્તમ ગ્રહો હતા. સ્વર્ગમાંતો ઉત્તમ ગ્રહા સાથે હલકા ગ્રહો પણ હેાય છે પણ રાજગૃહ નગરમાંતે મુધ, શુક્ર, ચંદ્ર, ગુરૂ અને સૂર્ય એ સારાજ ગ્રહો હતા તેથી આ નંગર સ્વર્ગથી પણ અધિક હતું. ભા. ક. – લક્ષ્મી,
For Private and Personal Use Only