________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મે. ] હરિવશત્પત્તિ.
૩૪૫ વિષયલંપટતાને ધિક્કાર છે. આપણી જેવા પાપીજનેને નરકમાં પણ સ્થાન મળવું દુર્લભ છે. જેઓ અહેરાત્ર જિનધર્મને સાંભળે છે, આચરે છે અને પોતાના વિકવડે વિશ્વનો ઉપકાર કરે છે તેઓ સર્વદા વંદનીય છે. આવી રીતે પિતાને નિદતા અને ધમજનને અભિનંદતા તે સુમુખરાજા અને વનમાળાની ઉપર તેજ વખતે અકસ્માત આકાશમાંથી વિજળી પડી અને તેણે તે બન્નેના પ્રાણ હરી લીધા. પરસ્પર સ્નેહના પરિણામથી અને શુભધ્યાનથી મૃત્યુ પામીને તેઓ બંને હરિવપંક્ષેત્રમાં જુગળીઆપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ પાડ્યાં. પૂર્વજન્મની જેમ તેઓ અવિયેગી દંપતી થયાં. દશ પ્રકારનાં કલ્પવૃક્ષોએ જેમના મનોરથ પૂરેલા છે એવા તેઓ દેવની જેમ સુખે વિલાસ કરતા રહેવા લાગ્યા.
સુમુખરાજા અને વનમાળા વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા પછી વીરવિંદે દુતપ બલતપસ્યા કરવાનો આરંભ કર્યો. પ્રાતે મૃત્યુ પામીને તે સૈધર્મકલ્પમાં કિલ્વેિષ દેવ થયે. અવધિજ્ઞાનથી તેણે પિતાને પૂર્વજન્મ છે એટલે તે સંબંધે તત્કાળ પેલાં હરિ અને હરિણું તેના જેવામાં આવ્યાં. તે વખતે જ ઉગ્રરોષથી રાતાં નેત્ર કરી ભ્રકુટિવડે ભયંકર થઈને તે શીવ્ર હરિવર્ષમાં આવ્યું. તેણે વિચાર કર્યો કે આ બંને જુગળીઆનો અહિ વધ કરે ઠીક નથી, કેમકે જે અહીં મૃત્યુ પામે તો આ ક્ષેત્રના પ્રભાવથી તેઓ અવશ્ય સ્વર્ગમાં જશે. માટે એ મારા કદા શત્રુઓને દુર્ગતિમાં લઈ જનારા અને અકાળે મૃત્યુ આપનાર કોઈ બીજા સ્થાનમાં લઈ જઉં.” આ નિશ્ચય કરી તે દેવ તેનાં કલ્પવૃક્ષો સહિત તે જુગળીઆને આ ભરતક્ષેત્રમાં ચંપાનગરીનેવિષે લાગે.
પ્રથમ શ્રી ઋષભસ્વામીના પુત્ર બાહુબલિને સમયશા નામે પુત્ર થયે હતો. તેના વંશમાં જે રાજાઓ થયા, તે સર્વ ચંદ્રવંશી અને ઈક્વાકુકુળના કહેવાયા. સોમયશાને પુત્ર શ્રેયાંસ થે, અને તે પછી ભૂમ, સુભૂમ, સુષ, ઘોષવર્ધન, મહાનંદી, સુનંદી, સર્વભદ્ર, અને શુભંકર ઇત્યાદિ નામના અસંખ્ય રાજાઓ સ્વર્ગ અને મુક્તિ પામ્યા. પછી ચંદ્રકીર્તિ નામે રાજા ચંપાનગરીમાં થે, તે પુત્રરહિત મરણ પામે. તે સમયે સર્વ મંત્રીઓ કોઈને રાજી કરવા માટે ઉપાય ચિતવતા હતા, તેવામાં આ કિવિષદેવે અંતરીક્ષમાં આવીને કહ્યું. “હે મંત્રીઓ! હે લેકે ! તમે મનમાં આવી મોટી ચિંતા કેમ કરો છો ? અનેક શત્રુઓને નમાવનાર આ પુરૂષ તમારા સારા ભાગ્યથી તમારે રાજા થશે. તેને આ ક૯પવૃક્ષના ફળની સાથે મધ માંસ પણ આપજે, અને તે સ્ત્રી ભત્તેરને સ્વેચ્છાચારી તેમજ દુરા
For Private and Personal Use Only