________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
અહીં વનમાં સ્થિતિ કેમ કરી છે ? પ્રાણીઓને વશ કરવામાં ઔષધિરૂપ તું કાની પુત્રી છે? અથવા શું મારા વામનેત્રનાં અગણ્ય પુણ્યથી તું હું આવી છે ? તારા મુખના વચનામૃતથી મારા કર્ણને પ્રસન્ન કર.” રાજા આ પ્રમાણે પૂછેછે, તેવામાં કોઈ પુરૂષ આગળ આવીને બાલ્યા “રાજેંદ્ર ! આ બાળાનું શુભચરિત્ર સાંભળે. વિદ્યાધરાના પતિ જન્તુની આનંદ આપનારી આ પુત્રી છે. કળાગુરૂનીપાસેથી તે સર્વ શાસ્ત્રાર્થ ભણી છે. આનું નામ ગંગા છે; અને તે અનુક્રમે પ્રાણીઓને આનંદ આપવાને કામદેવના સામ્રાજ્યની રાજધાનીરૂપ ઉત્તમ યૌવનને પ્રાપ્ત થઇ છે. એક વખતે પ્રાતઃકાળે એ ખાળા હર્ષથી પિતાના ઉત્સંગમાં બેઠી હતી, તેવામાં ત્યાં કાઇ જ્ઞાની ચારણમુનિ આવ્યા. જન્તુરાજાએ તેમને નમી, ઉત્તમ આસન ઉપર બેસારી, રૂપવિદ્યાવડે સમાન એવા પેાતાની પુત્રીના વરને માટે પૂછ્યું. મુનિ બેલ્યા ‘ગંગાનદીને કાંઠે મૃગયાથી ખેંચાઇને શાંતનુ રાજા આવશે અને તે આ સ્ત્રીના પતિ થશે.’ આ પ્રમાણે કહીને રાજાએ વાંદેલા ચારણમુનિ પાછા આકાશમાં ચાલ્યા ગયા. પછી જન્તુરાજાએ ગંગાને તીરે મણિરતમય જિનપ્રાસાદ બનાવ્યા છે, પિતાની આજ્ઞાથી અહિ ગંગાને તીરે સ્થિતિ કરીને આ બાળા નિત્ય શ્રી આદિનાથનું આરાધન કરેછે. હું રાજા! તેના ભાગ્યસમૂહથી આકર્ષાયલા તમે અહિ આવી ચડ્યા છે. માટે હવે આદિનાથ પ્રભુની આગળ આ બાળાનું પાણિગ્રહણ કરો.” આ પ્રમાણે સાંભળી તે રમણી હાય કરવાથી નીકળતા નિર્મળ દાંતનાં કિરણાથી પેાતાના પતિને પ્રીતિગૃહમાં પ્રવેશ કરવાને માટે જાણે તારણ રચતી હાય તેમ ખાલી, “ જે રાજા મારૂં વચન ઉલ્લંધન કરે નહિ, તે મારા પતિ થાય, અને જો મારૂં કહેવું ન કરે તે હું મારા પિતાને ઘેર પાછી ચાલી જવું આવી મેં પ્રતિજ્ઞા કરેલી છે.” તે કન્યાની તેવી પ્રતિજ્ઞાનેા સ્વીકાર કરી કામવશ હૃદયવાળા રાજાએ પ્રભુની સાક્ષીએ તે ગંગાકુમારીનું પાણિગ્રહણ કર્યું.
તે ખબર સાંભળી જન્તુરાજા વેગથી ત્યાં આવ્યો, અને મેાટા ઉત્સવથી તેમના વિવાહ કર્યાં. જન્તુરાજા પેાતાને સ્થાનકે ગયા પછી તે રાજદંપતી હર્ષથી ત્યાં બેઠાં હતાં, તેવામાં આકાશમાં મહાતેજ તેમનાં જોવામાં આવ્યું. શું આ સૂર્યનું તેજ હશે ? વા શું અગ્નિનું, ચન્દ્રનું, વિધુનું કે કાઇ મુનિનાં તપનું તેજ હશે ? આ પ્રમાણે તે બંને ચિન્તવતા હતા, તેવામાં તે તેજ સ્ફુરણાયમાન થતું અને અંતરિક્ષ તથા ભૂમિને પ્રકાશિત કરતું નેત્રને લક્ષ્ય થયું. ખરાખર નીરખતાં પુણ્યવાન એવા બે શ્રમણમુનિ તે તેજમાં રહેલા જોવામાં આવ્યા; તેમને પ્રત્યક્ષ જોઇ બંને આસન ઉપરથી ઊભાં થયાં. ખન્ને મુનિએ ભક્તિપૂર્વક મનોહર સ્તુતિવડે મુક્તિના
For Private and Personal Use Only