________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨ શત્રુંજય માહાભ્ય.
| [ ખંડ ૨ જે. સેટિ જેવો હરિવંશ સારી રીતે જ્ય પામે-આ ભરતક્ષેત્રમાં ઉત્તમ તેજથી વિરાજિત અને વિક્રમથી શત્રુઓના કેશને હરણ કરનારી કૌશાંબી નામે એક ઉત્તમ નગરી છે. જે નગરીમાં ચમત્કારી કાવ્યને પઢતી મેનાઓ વાચાળ વિદ્વાનેને પણ વિસ્મય પમાડે છે, જયાં પરસ્પર લેકના સંઘકથી ઘસાતા મુગુટનાં રત્નનાં કિરણો ચારેતરફ રહેલાં વાસગૃહને વિચિત્ર કરે છે, જયાં લેકે સદા આનંદમય, વિગ્રહને શાંત કરનાર અને સુંદર શરીરવાળા વસે છે, જેમના ઊંચા ગ્રહોની પાસે શુભ ગ્રહ ફર્યા કરે છે, અને જ્યાં અહમિદ્ર જેવા શ્રી જિનેન્દ્રની આજ્ઞાથી વિભૂષિત ગૃહ વિશેષ ધર્મ આરાધવાની ઇચ્છાથી જાણે દેવતાઓ વિવિધ ભૂષણને ધારણ કરીને પૃથ્વી પર આવ્યા હોય તેવા જણાય છે. આવી કૌશાંબી નગરીમાં ભુવનના વિશાળ પ્રદેશની અંદર પોતાનાં શુભવ્રતને પ્રસારનાર અને વિદ્વાનોના માનસમાં હંસસમાન સુમુખ નામે એક રાજા હતા. તે સજજનોમાં સજજન, વિદ્વાનોમાં વિદ્વાન, શત્રુઓમાં શત્રુ, બળવાનમાં બળવાન , ધર્મીઠમાં ધર્મ અને રૂપવંતમાં રૂપવાન હતો. અરિહંત પ્રભુ વિતરાગ છતાં તેના ચિત્તમાં સરાગની જેમ વસ્યા હતા, અને યતિજનો પણ તેના ગુણોથી સંયત થયા હોય તેમ તેના નગરમાં આવીને રહેતા હતા. વિશ્વને સુખ કરનાર અને પિતાના ગુણોથી વિરાજમાન તે રાજા પિતાના વિશ્વાસગ્ય કર્મથી સર્વ વિશ્વનાં ઐશ્વર્યનું પાલન કરતો હતે.
એક વખતે દેવવૃક્ષની જેમ ફળ, પલ્લવ અને પુષ્પને વિકાશ, કરતી વસંતઋતુ વનમાં પ્રસરી. એ તુમાં ઘણું લીલા કરતી રમણુઓની સાથે ક્રિીડા કરવાને માટે સુમુખ રાજા ઉદ્યાનમાં જતા હતા, તેવામાં એક સુકુમાર બાળા તેના જેવામાં આવી. પુષ્ટ અને ઉન્નત રતનના ભારથી તેનું અંગ નમી ગયું હતું, વદન ઉપર કામદેવના બાણનું ભાથું હોય તેવી નાસિકા હતી, ચકિત હરિનાં જેવાં લેચન હતાં, નિતંબ અને મધ્યભાગ મને હર હતા, કામદેવ અને રતિના ધનુના જેવી ભ્રકુટિ હતી અને તેણીના કરચરણ કમળના જેવા કોમળ હતા. તે સુંદરીને જોઈ મનને મથન કરે તેવા મન્મથનાં બાણથી રાજા શિથિલ થઈ ગયે. તત્કાળ હૃદયમાં સંક૯૫વિકલ્પ કરવા લાગ્યો “શું સ્વર્ગને જીતીને પૃથ્વી પર વિજય કરવાને માટે આ દેવી આવેલ હશે ? અથવા શું કોઈ પુણ્યભોક્તા પુરૂષનાં પુણ્ય તેને હરી લાવ્યાં હશે?” આવી ચિંતામાં નિમગ્ન થયેલે રાજા ત્યાંથી એક ડગલું પણ ભરી શ નહિ, એટલે જાણે તેને ભાવ જાણવાને ઇચ્છતા હોય તેમ તેનો મંત્રી શુદ્ધ વાણીએ બોલ્યો “સ્વામી! આપણું તમામ લશ્કર આગળ ચાલ્યું ગયું છે તે હવે કેમ વિલંબ કરે છે ? તમારી સાથે રમવાની ઈચ્છા કરતી વસંતલમી ઉત્કંઠિત થઈને
૧ આચરણ. ૨ મન. ૩ આકર્ષિત, ખેંચાયેલા. ૪ કલ્પવૃક્ષ.
For Private and Personal Use Only