________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
શત્રુંજય માહાભ્ય.
[ ખંડર જો. પણ પ્રીતિરૂપી વેલને વધારવાને માટે અશ્રુજળને સિંચ હર્ષથી વારંવાર આલિંગન કરી કરીને પિતાના લધુ બંધુના મસ્તક પર ચુંબન કરવા લાગે. અનુજ બંધુ ભક્તિથી બોલ્યા “ભાઈ ભીમસેન ! એવું કોઈ સ્થાન બાકી રહ્યું નથી, કે જયાં મેં તમને શોધ્યા નહિ હોય. પ્રિય ભાઈ! આટલા વર્ષ સુધી મારાવિના તમે કયાં રહ્યા હતા? મેં તમારું રાજ્ય થાપણની જેમ આજસુધી જાળવ્યું છે, હવે તેને સ્વીકાર કરો.” આવા અતિવિનીત વચનથી મનમાં હર્ષ પામેલા અને સારગ્રાહી બુદ્ધિવાળા ભીમસેને મંત્રીઓની સાથે પિતાનું રાજય પાછું ગ્રહણ કર્યું. પછી નિર્મળ જળથી પિતે સ્નાન કરી, પ્રભુને સ્નાન કરાવી, પૂજન કરીને શુભ વાસનાવાળા ભીમસેને વિધિપૂર્વક આરતી ઉતારી અને પ્રતિદિન નવીન મહેસૂવપૂર્વક અઠ્ઠાઈઉત્સવ કરી અનુજ બંધુની સાથે તેણે શ્રીનેમિનાથની પૂજા કરી. પછી જીનેશ્વરને નમી ભીમસેન પોતાના દેશ તરફ ચાલ્યું. માર્ગમાં અનેક રાજાઓએ પૂજેલ ભીમસેન મોટા ઉત્સથી પિતાની નગરીમાં આવી પહોંચ્યા. પિતાના સુલક્ષણ રાજાને જોઈ ઉત્સાહવાનું થયેલા નગરજનેએ નૃત્યાદિ વિવિધ ઉત્સપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યું. પરસ્ત્રીઓએ ગેખમાંથી વધાવવાને નાખેલી લાજાને ગ્રહણ કરતે રાજા ઉત્સુક મનથી સૌના આશીર્વાદપૂર્વક પિતાના મંદિર પાસે આવ્યો. વસ્ત્ર, દ્રવ્ય, તાંબૂલ, અશ્વ, વાણું અને દૃષ્ટિથી સર્વ લેકનું સન્માન કરી, સર્વને વિદાય કરીને પછી પિતે મંદિરમાં પેઠે. પ્રથમ કુળદેવતાને નમસ્કાર કરી પોતાના બંધુની સાથે ભેજન લઈ ક્ષણવાર વિશ્રામ લઈને તે સભ્યજનોથી અલંકૃત એવી સભામાં આવ્યું. એવી રીતે ભીમસેન ત્રાસ પમાડ્યા વગર પિતાની પ્રજાનું રક્ષણ કરતો, વ્યાધિરહિત થઈને ધર્મ કરતે, અલોભી હેવાથી દ્રવ્યને નહીં ગ્રહણ કરતા અને શક્તિ ફેરવ્યા વિના શાંતિથી રાજય કરતે રહેવા લાગ્યા. જયારથી ભીમસેન રાજયપર બેઠે ત્યારથી ચોર લેકેની તે માત્ર વાર્તા જ રહી હતી; નગરજને કદિપણ પીડિત થતા નહિ અને લોકમાં કઈ પણ ધર્મથી ભ્રષ્ટ થતું નહિ. પ્રથમ પોતે ક્રોધના આવેશમાં પિતાના માતાપિતાને મારી નાખ્યાં હતાં, તેમને શેક કરતાં ભીમસેને માતાપિતાને ઉદ્દેશીને બધી પૃથ્વી જિનપ્રાસાદથી મંડિત કરી દીધી. સંસારી વિકારને ત્રાસ આપનાર એવા તેણે દીનજનની દીનતાને દૂર કરતા અને દેવ ગુરૂપર ભક્તિ ધારણ કરતા સુખે રાજય ચલાવવા માંડ્યું. શત્રુઓથી અલંધ્ય એવા ભીમસેને પિતાના અનુજ બંધુને યુવરાજ પદ આપી પેલા વિદેશી મિત્રને કોશાધ્યક્ષ કર્યો.
એક વખતે જિનપૂજન કરવામાં ઉદ્યમી ભીમસેન બહાર ઉદ્યાનમાં ગયે.
For Private and Personal Use Only