________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. સર્વ તપસ્વીઓ પરમ હુને પ્રાપ્ત થયા. પેલે વિદેશી અને ભીમસેન તે મહિમા સાંભળી પ્રથમ રોહણાચલ પર જઈ પછી ત્યાં જવાનો નિશ્ચય કરી ત્યાંથી આગળ ચાલ્યા. વેગથી માર્ગનું ઉલ્લંઘન કરી તેઓ રોહણાચળ પાસે આવ્યા, ત્યાં પર્વત નાયક દેવની પૂજા કરીને તેઓએ રાત્રિજાગરણ કર્યું. પ્રાતઃકાલે રત્નની ખાણ પાસે આવી તેમાંથી રત્ન કાઢવાની ઈચ્છાએ “હા દૈવ એમ બોલી તેમણે ખાણમાં પ્રહાર કર્યો, એટલે ભીમસેનને તેમાંથી બે અમૂલ્ય રત્નો મળ્યાં. તેમાંથી એક મહા તેજવી રત્ન રાજદાણ તરીકે રાજકુળમાં આપી બીજું રત્ન સાથે લઈને તે ત્યાંથી ચાલ્યો. વહાણમાં બેસી ચાલતાં એકદા રાત્રિએ પૂર્ણિમાના ચંદ્રને જોઈ વહાણના કાંઠા પર બેસી હાથમાં રસ લઈને બંનેનાં તેજની તુલના કરવા લાગ્યું. તેવામાં કષ્ટથી પ્રાપ્ત થયેલાં રતને વારંવાર જોતાં ભીમસેનના હાથમાંથી અભાગ્યમે તે રત સમુદ્રમાં પડી ગયું. તત્કાળ તે મૂઈ પામી ગયે, પછી થોડીવારે સચેત થઈ પિકાર કરવા લાગે “હા દૈવ! તેં આ શું કર્યું ? રસનું હરણ કરતાં મારું જીવિત કેમ ન હર્યું? મારા જીવિતને, જન્મને, મનુષ્યભવને અને દૈવને ધિક્કાર છે.” આવી રીતે વિલાપ કરતો ભીમસેન ફરીવાર મૂછ પામીને પડી ગયું. તેના કોલાહલના અવાજથી નાવિક પુરૂષ ત્યાં એકઠા થયા અને તેને પવન નાખી ક્ષણવારમાં તેની મૂછોને ભંગ કર્યો. જયારે ચૈતન્ય આવ્યું ત્યારે તેણે નાવિકને ઊંચે સ્વરે કહ્યું
મારું રત્ન સમુદ્રમાં પડી ગયું છે, માટે નાવ ઊભું રાખો અને તેને શોધ કરો.' તે સાંભળી પેલા વિદેશી મિત્રે તેને સમજાવીને કહ્યું “મિત્ર! આ તને શું થયું છે ?
ક્યાં રન ! કયાં જળ ! અને ક્યાં વહાણ! કેમકે તારું રત પડી ગયા પછી તે આ પણે ઘણો પંથ કાપે છે; માટે હે મહાબંધુ ! શેક છોડી દે, ધીરજ ધર, ખેદ કર નહિ; હું છતાં તને ઘણાં રત્ન મળશે, નહીં તે આ મારું ગુણવાન રસ લે વળી અદ્યાપિ ભૂમિપર રૈવતાચલગિરિ વિદ્યમાન છે, માટે શા સારૂ વિલાપ કરે છે ? આવાં મિત્રનાં વચનથી મનમાં ધૈર્ય ધરી સમુદ્રનું ઉલ્લંઘન કરી ભીમસેન અનુક્રમે સમુદ્રના તીરની ભૂમિ પર આ.
ત્યાંથી બન્ને મિત્ર ર અને પાથેય લઈ રૈવતગિરિને માર્ગે ચાલ્યા. દુર્ભાગ્યના ગથી માર્ગમાં ચેરેએ આવીને રત ને પાથેય સર્વ લુંટી લીધું. પાથેય અને વસ્ત્રવગરના થઈ જવાથી નિરાહારી અને કૃશ શરીરવાળા તેઓ માર્ગમાં એક મુનિને જોઈ ઘણું ખુશી થયા. શાંત મનવાળા તે મુનિને ભક્તિથી નમસ્કાર કરી હૃદયમાં હર્ષ પામી
૧ રત્નમાં ને એનાં તેજની.
For Private and Personal Use Only