________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૨ જે. ધિજ્ઞાનથી મુનિનું સર્વ વૃત્તાંત જાણીને કહ્યું કે હે દેવતાઓ! આ મહાશયનું અને ભુત ચરિત્ર સાંભળો --
આ જંબુદ્વિીપમાં ભરતક્ષેત્રને વિષે શ્રાવસ્તી નામે એક નગરી છે. તેમાં વજસેન નામે એક અતિ ભાગ્યવાન ભૂપતિ થયે. એ રાજા જિનાર્ચનમાં તત્પર, કરંજનનું વ્રત ધરનાર, સર્વ ગુણથી શ્રેષ્ઠ અને સર્વ રાજાઓમાં જયેષ્ટ હતો. તેની સુભદ્રા નામે રાણીથી ભીમસેન નામે એક પુત્ર થયે, જે ઘણે ભયંકર અને ધૂતાદિ કુવ્યસનમાં તત્પર થયે. અન્યાયનું ઘર, અને લકોને નિરંતર સંતાપકારી એ કુલક્ષણ કુમાર હંમેશાં ગુરૂ દેવ અને પિતા વિગેરે વડીલે ષ કરતો હતો. અનુક્રમે પિતા વસેને તેવા અપલક્ષણવાળા ભીમસેનને રાજયપદથી પણ મનહર એવું યુવરાજપદ આપ્યું. જ્યારે તેને યુવરાજપણની લક્ષ્મી પ્રાપ્ત થઈ ત્યારે અનીતિના ગૃહરૂપ તે કુમારે પરસ્ત્રી અને પરદ્રવ્ય હરણ કરી પ્રજાને પડવા માંડી. એક વખતે સર્વ પ્રજાલકે આવી ભીમસેનની દુનતિના દૂત થઈને રાજાને વિજ્ઞપ્તિ કરી “હે રાજા! જોકે રાજકુમારની વિરૂદ્ધ અમારે વિજ્ઞપ્તિ કરવી ન જોઈએ, તથાપિ અમે મનમાં કેટલું દુઃખ રાખી શકીએ! હે પ્રજા પાળ ! અમે સર્વ પ્રજા એના અન્યાયથી કંઠસુધી દુઃખમાં ડૂબી ગયેલ છીએ, માટે તેને વિચાર કરીને જેમ યોગ્ય લાગે તેમ કરો.” તે સાંભળી રાજાએ સામવચનથી તેમનું સાંત્વન કરી કાંઈક પ્રસાદ આપી સર્વ પ્રજાને પેતપિતાનાં સ્થાન તરફ વિદાય કરી. પછી રાજાએ ભીમસેન કુમારને બોલાવીને શિક્ષા આપી. “હે વત્સ ! લેકનું આરાધન કરીને જગતમાં દુર્લભ એવી કીર્તિ મેવિ. રાજાઓએ પરસ્ત્રી અને પરદ્રવ્યનું કદિપણ હરણ કરવું નહીં, માતાપિતા, ગુરૂ અને જિનેશ્વરને વિષે ભક્તિ રાખવી, મંત્રીની સલાહ પ્રમાણે ચાલવું, હંમેશાં ન્યાયને સ્વીકાર, અનીતિને દૂર તજી દેવી, વાણીવડે પ્રતિષ્ઠા મેળવવી, ધર્મમાર્ગે ચાલવું, અને સાત વ્યસનેને છોડી દેવાં. રાજાઓને પ્રાયઃ આજ ધર્મ છે. તેવા ધર્મના આશ્રયથી લક્ષ્મી, કીર્તિ, યશ અને સ્વર્ગપ્રાપ્ત થાય છે. આવી રીતે પ્રતિવેલાએ રાજા શિખામણ આપ, તથાપિ એ ભીમસેને અમૃતને પાન કરનાર સર્પ જેમ વિષને છોડે નહીં, તેમ પિતાનું દુરાચરણ છોડયું નહિ.
આવી રીતે શિક્ષા દેતાં પણ તે કુમાર વિનીત કરવાને અશક્ય જણા એટલે રાજાએ પુષ્પના જેવા મૃદુ શરીરવાળા કુમારને કારાગૃહમાં નાખે. કેટલેક કાળ કેદમાં રહી એક વખત અવસર પામી સમશીલ મિત્રોના વિચારમાં દેરાઈ કુમારે ક્રોધવડે માતાપિતાને મારી નાખ્યા અને પોતે રાજયઉપર
૧. વિનતિ–અરજી: ૨. મીઠાં વચન. ૩. વારંવાર (દર વખત). ૪. સરખા આચાર વિચારવાળા.
For Private and Personal Use Only