________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ ] શ્રી ગિરનાર પર્વતનું ચમત્કારી વર્ણન.
૩૩૧ આપત્તિને છેદનારી ચાર મહાનદીઓ રહેલી છે; જયાં હાથીપગલાં વિગેરે પવિત્ર કુંડ દેવતાઓએ ક્રિડા કરવા માટે કરેલાં અમૃતથી ભરેલા હોય તેવા પરિપૂર્ણ શેભે છે, પોતાની પાસે યાચનાર પ્રાણીઓને એક મોક્ષદાન આપી શકતા નથી, તેથી તે શક્તિ મેળવવાને માટે હેય, તેમ કલ્પવૃક્ષો પોતે આવીને નિવાસ કરી રહેલા છે; સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વ ઇચ્છિતફળને આપનારી પણ પુણ્યહીન પ્રાણુઓને નહીં દેખાતી રસકૂપિકા' જયાં રહેલી છે; જયાં પવિત્ર જળના ભ્રમવડે સરોવરે પ્રાણીઓનાં મોટાં પાપકર્મોને ક્ષણમાં ક્ષય કરે છે અને સુખનાં સ્થાનોને આપે છે જ્યાં કમળના ઉદયના મિષથી કમળદય કરનાર મનહર જળના દ્રહ કમળોના વિકાશથી અતિવર્ષ આપે છે, જ્યાંના કહે રાજને ઉપાસવા
ગ્ય છે, રાજહંસપદે ને આપનારા છે અને તેમાં રાજહંસપદની પ્રાપ્તિ કરનાર કુમુદ કમળો વિકાશી રહેલાં છે–એવો એ રૈવતગિરિ રમરણ કરવાથી સુખ આપે છે, દર્શનથી કષ્ટ હરે છે અને સ્પર્શ કરવાથી ઈષ્ટવસ્તુને આપે છે. શ્રીમાન નેમિનાથ પ્રભુ બીજા પર્વતોને છડી, જેનો સર્વદા આશ્રય કરીને રહેલા છે તે રૈવતગિરિનું વિશેષ શું વર્ણન કરવું ? અર્થાત તેના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. જેવી રીતે શત્રુજ્યપર દાન આપવાથી અને તપસ્યા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે અહીં પણ તે કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. સમુદ્રની રેતીનાં રજકણની સંખ્યા કરવાને સમર્થ એવી બૃહસ્પતિની જિહા પણ તેના
કોત્તર ગુણગ્રામને કહેવા સમર્થ નથી. હે ! સર્વ પર્વના રાજા આ રૈવતગિરિનું કષ્ટહારી, સર્વ કર્મ વિદારી, અને આશ્ચર્યકારી પવિત્ર ચરિત્ર સાંભળ-પૂર્વે મહેંદ્ર કલ્પના માહેંદ્રનામે ઇંદ્ર દેવતાઓના ગણુથી વીંટાઇને ચૈત્રીપૂર્ણિમાએ સિદ્ધાચળની યાત્રા કરવા આવ્યા હતા, ત્યાં યાત્રા કરીને તે વિશુદ્ધાત્મા વૈશાખી પૂર્ણિમાએ આદરથી શ્રી નેમિનાથ પ્રભુને નમવા રૈવતગિરિ પર આવ્યા. કુંડો, નદીઓ અને સરોવરોમાંથી જળ લઈ પ્રભુને સ્નાન કરી પૂજીને પ્રાસાદની બહાર નીકળ્યા, તેવામાં કેઈ દેવતાએ આવી મહેંદ્રને કહ્યું “સ્વામી ! જ્ઞાનશિલા ઉપર કોઈ મુનિ બીરાજેલા છે. તે ક્ષમાવાન મુનિ અનેક મુનિઓ અને લક્ષગમે યક્ષેએ સેવેલા છે, અને એ મૂર્તિમાન મહાશય સર્વ પાપનો નાશ કરે તેવું તીવ્ર તપ ક્ષમા સંયુક્ત આચરે છે.” તે સાંભળતાં જ માહેંદ્ર ઊભા થઈ શ્રી જિનેશ્વરને નમી તે જ્ઞાનશિલા પાસે આવ્યા. મુનિને નમરકાર કરીને તેમની આગળ બેઠા. તે વખતે સર્વ દેવતાઓએ ઇંદ્રને પૂછ્યું “હે સ્વામી ! આ મુનિ કોણ છે? અને શું તપ કરે છે?” માહે અવ
૧ રસપિકાનાં જળનું એક બિંદુ લોઢાના મોટા ઢગલાને સુવર્ણ બનાવી નાખે છે. ૨ લક્ષ્મીને ઉદય. ૩ ઉત્તમ પુરૂા. ૪ મોક્ષ. ૫. ચોથું દેવલોક.
For Private and Personal Use Only