________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લે. તેની સાથે યુદ્ધ કરવા જવાની આજ્ઞા આપો.” રામે કહ્યું “વત્સ લક્ષ્મણ ! ત્યારે તમે જાઓ, પરંતુ જો શત્રુઓ તરફથી કાંઈ સંકટ આવે તે સિંહનાદ કરીને શત્રુઓને હણનાર એવા મને જણાવજો.” આ પ્રમાણે રામની આજ્ઞાને મસ્તક્વડે નમન કરવાપૂર્વક સ્વીકારીને ધનુષ્યના નાદથી અને ભુજાઓના આસ્ફોટથી શત્રુઓને ત્રાસ ઉત્પન્ન કરતા લક્ષ્મણ યુદ્ધ કરવા ચાલ્યા.
શગુરૂપી હાથીઓમાં સિંહ જેવા લક્ષ્મણવીર જયારે ક્રોધ કરી રણમાં આવ્યા, તે વખતે દુરાશયા સૂર્પણખા રાક્ષસી પિતાના ભર્તને મદદ આપવાને માટે રાવણ પાસે જઈને કહેવા લાગી “હે બંધુ! કઈ દેવતાના જેવા બે પુરૂષ દંડકારણ્યમાં આવ્યા છે, તેમણે તપમાં રહેલા તારા ભાણેજ શંબુકને મારી નાખે છે, મારા કહેવાથી તારા બનેવી તેમને વધ કરવા ગયેલા છે, અને તે હાલ લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. તેને બંધ રામભદ્ર તેનાં બળથી અને પિતાનાં બળથી તેમજ પોતાની સ્ત્રીના સ્વરૂપથી બધાંવિશ્વને અસાર ગણે છે. તેની સુંદર કાંતા સીતાની આગળ ગૌરીતે દૂર થયેલી છે, રંભા માનસરોવરને છોડનારી હંસી જેવી છે, તષિી દેવી મણી જેવી છે, ઇંદ્રાણી વિમુખ થઈ ગઈ છે, વૃતાચી પ્રાચીન પુણ્યની નિંદા કરે છે, મેનકા યુથબ્રણ મૃગલી જેવી છે, તિલોત્તમા તિલમાત્ર પણ ઉત્તમ નથી, સાવિત્રી લજજીત થઈ ગઈ છે, નાગ કન્યાઓ અધભૂમિમાંજ ભ્રમણ કરનારી થઈ છે, પ્રીતિ અપ્રીતિને ઉત્પન્ન કરે છે, અને રતિ રતિનું પાત્ર નથી. એ સ્ત્રી રૂપના ગર્વથી સર્વ સ્ત્રીઓના સમૂહને હરાવી દિીધાં છે. એવી એ મનહર સીતા તમારેજ લાયક છતાં તેને રામ રાખી બેઠેલે છે; જયાં સુધી એ રમણી તારા હાથમાં આવે નહીં, ત્યાં સુધી આ તારું રાજય, તારી દિવ્ય સ્ત્રીઓ, તારાં સ્વરૂપની અભુત શભા અને તારું અપ્રતિમ બળ તે સર્વને હું બહુ માની શકતી નથી. આવાં સૂર્પણખાનાં વચન સાંભળી રાવણને સીતાપર અનુરાગ ઉત્પન્ન થયે; તેથી તત્કાળ પુપકવિમાનમાં બેસીને તે રામથી પવિત્ર થયેલાં દંડકારણ્યમાં આવ્યું. ગરૂડનાં તેજવડે સર્ષની જેમ રામભદ્રનાં તેજ વડે જેનું અભિમાનરૂપી વિષ હણાઈ ગયું છે એવો રાવણ ચિંતા કરવા લાગ્ય–આ સીતા વિધાતાની સૃષ્ટિનું ઉલ્લંઘન કરી ત્રણ વિશ્વમાં અભુતપણે રહેલી છે, અને આ રામ દુષ્ટપુરૂષોને શિક્ષા આપનાર છે. તો હવે મારે શું કરવું! એવી ચિંતામાં જેનું ચિત્ત દેલાયમાન થયેલું છે એવા રાવણે તરતજ અવલકીની નામે વિઘાનું સ્મરણ કર્યું, એટલે તે વિદ્યા તત્કાળ ત્યાં હાજર થઇ. તેને જાનકીને હરણ કરવાનો ઉપાય રાવણે પૂછે, એટલે તે વિદ્યા બેલી “બાહુથી સમુદ્ર તટે, શરીરથી અગ્નિને સહન કરે અને કેશરીસિંહનાં મુખમાં હાથ નાખવો–એ સર્વ સહેલું છે પણ આ કાર્ય દુષ્કર છે; પરંતુ જે આ રામ તેણે કરેલા સંકેત પ્રમાણે
For Private and Personal Use Only