________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. કરતાં મોટું યુદ્ધ આવ્યું. તે વખતે રામ કુંભકર્ણની સાથે, લક્ષ્મણ ઈંદ્રજિતની સાથે, નીલ સિંહજધનની સાથે, દુધ ઘટદરની સાથે, સ્વયંભૂ દુર્મતિની સાથે, નલ શંભુ સાથે, અંગદ મયની સાથે, કંદ ચંદ્રણખની સાથે અને ચંદ્રોદરને પુત્ર વિઘની સાથે, ભામંડળ કેતુની સાથે, જંબુમાલી શ્રીદત્તની સાથે, હનુમાન કુંભની સાથે, સુગ્રીવ સુમાળની સાથે, કંદ ધૂમની સાથે અને ચંદ્રરશ્મિ સારણ રાક્ષસની સાથે એવી રીતે કપિઓ અને રાક્ષસોનું પરસ્પર યુદ્ધ ચાલતાં ઇંદ્રજિતે ક્રોધ કરી લક્ષ્મણની ઉપર તામસ નામે એક શસ્ત્ર મૂક્યું. તે અસ્રને લક્ષ્મણે તપનાસ્ત્રવડે નિવારી દીધું. પછી ઇંદ્રજિતને નાગપાશથી બાંધી લક્ષ્મણે પિતાની છાવણીમાં મોકલી દીધે, રામે પણ કુંભકર્ણને નાગપાશથી બાંધી પિતાના સૈન્યમાં મોકલી દીધે અને બીજા રાક્ષસોને પણ રામના વીરોએ બાંધી લીધા. તે જોઈ રાવણે ક્રોધથી વિભીષણને વધ કરવાને એક ત્રિશૂળ નાખ્યું, તેને લક્ષ્મણે બાણ. વડે વચમાંથીજ છેદી નાખ્યું. પછી રાવણે ધરણે આપેલી શક્તિ હાથમાં લીધી, અને ધગધગૂ કરતી તે શક્તિને ક્રોધથી આકાશમાં જમાડવા લાગ્યું. તે વખતે લ#ણવીરે રામને ભાવ જાણું સત્વર વિભીષણની આગળ આવી રાવણને અત્યંત આક્ષેપ કર્યો. રાવણે ગરૂડપર રહેલા લક્ષ્મણને જોઈને કોપથી રાતાં નેત્ર કરી તેની ઉપર કલ્પાંતકાળનાં વા જેવી અતિ કાંતિવાળી તે શક્તિ મૂકી. શસ્ત્રના સમૂહને પણ અવગણને તે શક્તિ લક્ષ્મણની છાતી પર પડી, તેથી લક્ષ્મણ તત્કાળ મૂછો પામ્યા, અને તેની છાવણીમાં સર્વત્ર શોક પ્રવર્યો. તે વખતે રામ મહાક્રોધયુક્ત થઈ પચાનનરથ પર બેસી હાથીની સાથે સિંહની જેમ રાવણની સાથે યુદ્ધ કરવા આવ્યા. તેમણે પ્રથમ તે રાવણના પાંચ રથ ભાંગી નાખ્યા, એટલે તેનાં વીર્યને નહિ સહન કરનાર રાવણ પિતાના નગરમાં ચાલ્યો ગયો. પછી સૂર્ય અસ્ત પામતાં રામ લક્ષ્મણની પાસે આવ્યા, અને તેની મૂછિત અવસ્થા જઈ રામ પણ મૂછિત થયા, પછી સાવચેત થઈને વિલાપ કરવા માંડ્યો “હે બંધુ લક્ષ્મણ ! શગુઓના સમૂહને માર્યા વગર, મને જાનકી સોંપાવગર, અને વિભીષણને પ્રતિજ્ઞાથી આપેલું લંકાનું રાજય આયાવગર અહિં આ રામને શત્રુઓથી વીંટાઈ રહેલા અને કુલર્જિત કેમ મૂકે છો ? અથવા હે વીર! તેમાં તારે દોષ નથી, હું પોતે જ હજુ શામાટે જીવું છું? હે સુગ્રીવ! આ મારું કાર્ય સાધ, હે હનુમાન! આગળ થા, હે ચંદ્રરમિ! ઉત્સાહી થા, હે ભામંડળ! ઉદ્યમી થા. પરંતુ અહીં કોઈ મારું નથી કે જે આ મારા અનુજબંધુને સજજ કરે.” એવી રીતે રામ શૂન્ય મને મૂછ પામીને વિલાપ કરવા લાગ્યા. તે વખતે વિભીષણ બોલ્યો, “હે વિભુ! પૈર્ય ધરે, કેમકે
૧ પોતાના કુળ (કુટુંબઈનું કોઈ સાથે નથી એવી સ્થિતિમાં
For Private and Personal Use Only