________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લક્ષ્મણ જીવ્યાને ખબર ચરપુરૂષ પાસેથી સાંભળી રાવણે પોતાના હૃદયમાં બહુરૂપીવિદ્યા સાધવાને માટે સારી રીતે નિર્ણય કર્યો. પછી સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથની અષ્ટપ્રકારી પૂજા કરીને અચળ રાવણે તે વિદ્યા સાધવાને આરંભ કર્યો. દાદરીની આજ્ઞાથી આઠ દિવસ સુધી લંકાના સર્વ લેકે જૈનધર્મમાંજ ત
ત્પર થયા. આઠમે દિવસે રાવણે વિદ્યા સિદ્ધ કરી. પછી પ્રાતઃકાલે મહા ઉભટ રાક્ષસેના સૈન્યસહિત ઉત્કંઠિત થઈને તે રણભૂમિમાં આવ્યું. તે વખતે કેટિગમે સુભટના અંગ પડવાથી જેમાં રથને ખેલના થાય છે, તેવું દારૂણ યુદ્ધ ફરીવાર બન્ને સૈન્યની વચ્ચે પ્રવર્યું. મહા બળવાનું લક્ષ્મણ બીજા સર્વ રાક્ષસોને છોડી દઈ રાવણને બાવડે વિશેષ તાડના કરવા લાગ્યા. તેથી આકુલ વ્યાકુલ થયેલા રાવણે વિદ્યાર્થી પોતાનાં ઘણાં ભયંકર રૂપે વિકવ્ય. ભૂમિપર, આકાશમાં, પાછળ, આગળ અને સર્વ બાજુએ વિવિધ આયુધોને વર્ષાવતા ઘણું રાવણે લક્ષ્મણના જેવામાં આવ્યા. તે વખતે એક છતાં પણ જાણે અનેક હેય તેમ લક્ષ્મણ ગરૂડ પર બેસી અષ્ટાપદને મેઘની જેમ બાણધારાથી તે બહુરૂપી રાવણને મારવા લાગ્યા. બાણોથી વિધુર થયેલા રાવણે ચક્રનું સ્મરણ કર્યું એટલે અર્ધચક્રી (પ્રતિવાસુદેવ)ને જીવનની જેમ પ્રજવલિત થતું તે ત્યાં આવીને હાજર થયું. ક્રોધથી રાતા નેત્રવાળા રાવણે તેને ભમાવીને લક્ષ્મણઉપર મૂક્યું, પણ તે પ્રદક્ષિણા કરીને લક્ષ્મણને હાથમાં આવ્યું. પછી ઇંદ્ર જેમ વજને પર્વત ઉપર મારે તેમ લક્ષ્મણે તે ચક રાવણના વક્ષસ્થલમાં માર્યું. તત્કાળ જયેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીને દિવસે પાછલે પહેરે મૃત્યુ પામીને રાવણ ચોથા નરકમાં ગયે. તે વખતે જ્યકાર બોલતા દેવતાઓએ પ્રીતિથી નારાયણની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી વિભીષણે ભયવડે “કઈ દિશામાં નાસી જવું” એવા સંભ્રમમાં પડેલા રાક્ષસને પ્રીતિવડે સ્વસ્થ કર્યા. સર્વ સ્વજાતિને માટે પ્રતિપન્ન કરેલા કાર્યમાં સ્થિર રહે છે.
પછી રામે મુક્ત કરેલા કુંભકર્ણ, ઇંદ્રજિત અને મેઘવાહન વિગેરે નિશાચરેએ જઈને રાવણનું પ્રેતકર્મ કર્યું અને કુંભકર્ણ, ઇંદ્રજિત, મેઘવાહન તથા મંદેદરીએ અપ્રમેયબલ નામના મુનિની પાસે જઈ દીક્ષા અંગીકાર કરી. રામે નિષ્કલંક સીતાને લઈ વિભીષણે બતાવેલા માર્ગ ઉત્સવસહિત લંકાનગરીમાં પ્રવેશ કર્યો, વિભીષણને લંકાનું રાજ્ય આપી છ વર્ષ સુધી ત્યાં રહ્યા. પછી તે પિતાની માતાને મળવાને ઉત્કંઠિત થયા.
એ અરસામાં વિંધ્યાચળની ભૂમિમાં રહેલા ઇંદ્રજિત અને મેઘવાહન સિદ્ધિ૧ અગ્નિસંસ્કારાદિ ઉત્તરક્રિયા.
For Private and Personal Use Only