________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. પણ વળી કોઈ સાથીનાં વાક્યથી પાછી તેની આરાધના કરી. પ્રાંતે ધર્મને બોધ - વાથી કનકેદરી મૃત્યુ પામીને દેવી થઈ. ત્યાંથી ચવીને આ તારી સખી અંજના થઈ છે. પૂર્વ ભવે કરેલા અરિહંતની પ્રતિમાના દ્વેષથી તે પીડાય છે; પરંતુ હવે તે કર્મ ઘણુંખરું ભેળવી લીધું છે. આ પ્રમાણે તેને કહીને મુનિ અંજનાને કહેવા લાગ્યા “ ધુના અગણ્ય સુખને માટે તું આહત ધર્મ ગ્રહણ કરી અને તે કર્મરૂપ શત્રુઓને નિગ્રહ કર.” આ પ્રમાણે કહીને મુનિ ગયા; પછી તે અંજના સતીએ ગંધર્વપતિ મણિચૂલની આજ્ઞાથી એક ગુફામાં રહીને એક અદ્ભુત પુત્રને જન્મ આપે. ત્યાં દીનપણે રૂદન કરતી તેને જોઈ પ્રતિસૂર્ય નામનો એક ખેચર તેને બહેન ગણી પિતાની સાથે વિમાનમાં બેસાડીને લઈ ચા. વિમાન જયારે વેગથી ચાલ્યું, ત્યારે એ કુમાર માતાના ઉસંગમાંથી ઠેકીને નીચે પર્વત ઉપર પડ્યું, પરંતુ તેના દેહના ભારથી તે પર્વત ચૂર્ણ થઈ ગયે. પ્રતિસૂર્ય વેગથી નીચે આવી ભૂમિ ઉપરથી તે બાળકને લઈ લીધે અને અક્ષત શરીરે રહેવાથી હર્ષ આપનારો તે બાળક પોતાની બેન અંજનાને અર્પણ કર્યો. પછી પ્રતિસૂર્ય તેને લઈ પિતાના હનુરૂહ નામના નગરમાં આવે અને આનંદથી તેનાં વાંછિત પૂરવા લાગે. “આ બાળક જમ્યા પછી તરત હનુરૂહ પુરમાં આવે તેથી તેના મામાએ તેનું હનુમાન એવું નામ પાડ્યું, અને તે ત્યાં વૃદ્ધિ પામવા લાગે.
હવે પવનંજ્ય વરૂણની સાથે સંધિ કરી, લકેશ પાસેથી પ્રસાદ મેળવી પિતાના નગરમાં આવ્યું. ત્યાં પ્રિયાનું વૃત્તાંત સાંભળી ઘણે ખેદ પામીને તે સાસરાને ઘેર ગ, પણ ત્યાં પોતાની પ્રિયાને નહીં જેવાથી વનેવન ભમવા લાગે. તેના પિતા અલ્હાદ પણ તે સમાચાર સાંભળવાથી પવનંજ્યને અને અંજનાને શોધવા માટે વિઘાધરેની સાથે વેગથી પૃથ્વી પર ફરવા લાગ્યા. અહીં પવનંજય વિયેગાગ્નિને અતિ દુઃસહ ધારી પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થતો હતો, તે અલ્હાદરાજાના જોવામાં આવ્યું, એટલે તત્કાળ “હે વત્સ! આવું અવિચારી કાર્ય કર નહીં એમ તેને અલ્હાદે કહ્યું અને અટકા, એટલામાં તો તેના મોકલેલા ખેચર અંજનાને સાથે લઈને ત્યાં આવ્યા. પછી સર્વ આનંદ પામી પ્રતિસૂર્ય રાજાના આગ્રહથી મહોત્સવ કરતા હનુરૂહ નગરમાં આવ્યા. ત્યાંથી બીજા સર્વે રજા લઈને પિતપતાનાં નગરમાં અનુસૂકપણે ચાલ્યા ગયા અને પવનંજ્ય તથા અંજના પુત્રનીસાથે ત્યાંજ રહ્યાં. હનુમાન કુમાર ત્યાં રહી ને હર્ષ આપ વધવા લાગે. અનુક્રમે તેણે સર્વેકળા સંપાદન કરી અને યૌવનાવરથા પામે. અન્યદા વરૂણસાથેના યુદ્ધમાં હનુમાનનું અદ્ભુત બળ જોઈ હર્ષ પામેલા રાવણે તેને પોતાની
For Private and Personal Use Only