________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. એક અગ્નિને કિલ્લો બનાવ્યું. તેને જોવાને પણ અશક્ત એવા કુંભકર્ણ વિગેરેએ પાછા આવીને તે ખબર રાવણને કહ્યા. નલકુબરની રંભા નામની પત્નીએ રાવણપર અનુરાગ ધરીને તેને આશાલિની વિધા આપી. રાવણે તે વિદ્યાવડે અગ્નિને કિલો સંહારીને દુર્લધપુરને કબજે કરી લીધું અને સુદર્શન નામનાં ચક્રને સંપાદન કર્યું. પછી તે નગર ઉપર તેના અધિપતિ નલકુબરને જ રથાપિત કરી “પરસ્ત્રી અભાગ્ય છે” એવું ધારી તેની પ્રિયા તેને પાછી અર્પણ કરી. ત્યાંથી રાવણ સૈન્ય લઈને વૈતાયગિરિ ઉપર ગયો અને રથનુપુર નગરને ઘેરે નાખે. તત્કાળ તેને સ્વામી ઇંદ્ર કેપ કરીને સામો આવે. આપણું વચે વૈર થતાં ફોગટ આ સૈન્યને મારવાથી શું થવાનું છે માટે આપણે બન્નેએજ યુદ્ધ કરવું જોઈએ.' એવું કહી રાવણે ઇંદ્રને હોંકાર કરીને બોલાવ્યું. પછી બન્ને વીર હસ્તી ઉપર ચડી વિદ્યાસ્ત્રો વર્ષાવા લાગ્યા, જેથી પર્વતો કંપાયમાન થયા અને સ્વર્ગવાસીને પણ ભયંકર થઈ પડ્યાં. પછી છળને જાણનારે રાવણ પોતાના ગજ ઉપરથી છલંગ મારી ઐરાવત ઉપર ઠેકી પડ્યો અને ત્યાં ઈંદ્રને બાંધી ઉપાડીને વિજય મેળવી પાછો પિતાના હાથી ઉપર આવ્યું. તે વખતે રાક્ષસોનાં વિજ્યી સૈન્યમાં હર્ષના કોલાહલને નાદ થયો અને પરાજય થવાથી વિદ્યાનું સૈન્ય ગ્લાનિ પામી ગયું. રાક્ષસનાયક-રાવણ ત્યાંથી પાછા ફરી લંકામાં આવ્યો અને જેમ પાંજરામાં પક્ષીને પૂરે તેમ ઇંદ્રને કારાગૃહમાં નાખે. તેના પિતા સહસ્ત્રાર રાજાએ લેક પાળ સહિત રાવણ પાસે આવી નમસ્કાર કરીને પુત્રભિક્ષા માગી, એટલે તેના વિનયથી શાંત થઈ રાવણે કહ્યું “જે તે ઇંદ્ર આ મારી નગરીને નિત્ય તૃણુકાષ્ટાદિથી વર્જિત કરી, જળથી અભિષેક કરે અને પુષ્પોથી પૂજે–એવી રીતની ક્રિયા નિત્ય કરે તો હું તેને છોડી મૂકું.” એ પ્રમાણે કરવાનું કબુલ કરીને સહસ્ત્રાર રાજાએ પિતાના પુત્રને કારાગૃહમાંથી છોડાવે. ઇંદ્ર રથનુપુરમાં આવી સંસારથી ખેદ પામી - રાગ્યથી વ્રત લઈ, તપ કરીને કર્મના ક્ષયથી મુક્તિ પામ્યો.
એક વખતે રાવણે પરસ્ત્રીના સંગથી પોતાનું મરણ જાણું ગુરૂનાં વાક્યથી જે સ્ત્રી રવેચ્છાએ તેને ઇચ્છે નહીં તેને ત્યાગ કર્યો.
તે અરસામાં આદિત્યનગરમાં પ્રલ્હાદ નામના રાજાની કેતુમતી નામની સ્ત્રીના ઉદરથી પવનંજય નામે એક પુત્ર છે. તેણે માહેંદ્ર નગરના અધિપતિ માહેંદ્ર રાજાની હસુંદરી નામે રાણીના ઉદરથી જન્મ પામેલી અંજનાસુંદરી નામે કન્યાને સ્વીકાર કર્યો (પર). પરંતુ કોઈ પ્રકારના દોષની શંકાથી તેણે મૂળથી જ તેની સંભાળ લેવી છેડી દીધી; તેથી એ સતીધુધરા બાલા
For Private and Personal Use Only