________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લે. એક વખતે વાનરોને અધિપતિ વાળી ઘણે બલવાન થે છે, એવું સાંભળી તેને નહીં સહન કરનારા દશમુખે એક દૂત મોકલીને તેને સત્વર પિતાની પાસે બોલાવે. દૂતે ત્યાં જઈ આવી રાવણને કહ્યું “વાળી અહંત શિવાય બીજા કોઈને નમતો નથી.” તે સાંભળીને તત્કાળ રાક્ષસપતિ રાવણે મોટી સેના લઈને તેના ઉપર ચડાઈ કરી. બળવાન વાળી ઘણાં અાથી યુદ્ધ કરી છેવટ ચંદ્રહાસ ખગસહિત લંકાપતિને પિતાની કાખમાં લઈ ચાર સમુદ્ર સંયુક્ત પૃથ્વી પર ક્ષણવારમાં ફરી આવ્યું. પછી વૈરાગ્યયુક્ત હૃદયવાળા વાળીએ રાવણને છોડી દઈ પિતાનાં રાજય ઉપર સુગ્રીવને બેસારી દીક્ષા લીધી. સુગ્રીવે પોતાની બેન શ્રીપ્રભા રાવણને આપી અને વાળીના પુત્ર ચંદ્રરમિને યુવરાજપદે સ્થાપન કર્યો.
એક વખતે રાવણ વૈતાઢયગિરિ ઉપર રતવતીને પરણવા માટે આકાશમાર્ગે જતો હતો, તેવામાં અષ્ટાપદ ઉપર તેનું વિમાન ખલિત થયું. તેના હેતુને તપાસ કરતાં નીચે કાર્યોત્સર્ગ કરી રતંભની પેઠે નિશ્ચલ થઈને રહેલા વાળી મુનિને દીઠા. “હજુ પણ આ વાળી મારી ઉપર ક્રોધ ધરી દંભથી મુનિને વેષ ધરી રહ્યો છે, માટે તેને આ પર્વત સહિત ઉપાડીને લવણ સમુદ્રમાં નાખી દઉં.' આ પ્રમાણે વિચારી રાવણ ડી પૃથ્વી ખાદીને પર્વતની નીચે પેઠે, અને અતિગર્વથી પિતાની સહસ્ત્ર વિદ્યાઓનું રમણ કર્યું. પછી જેના પાષાણના સાંધાઓ તૂટી રહ્યા છે, જેની પાસેનો સમુદ્ર ખળભળી રહ્યો છે અને જેની ઉપર પ્રાણુ સમૂહ ઉદ્દ બ્રાંત થઈ ગયો છે એવા તે પર્વતને રાવણે ઉપાડ્યો. તે વખતે “અરે! મારી ઉપરની અદેખાઈથી આ રાવણ આ મહા તીર્થને વિનાશ કરે છે, માટે હું નિઃસંગ છતાં પણ તેને શિક્ષા મળવા માટે જરાક બળ બતાવું.” આવો વિચાર કરી વાલી મુનિશ્વરે વામચરણના અંગુઠાના અગ્રભાગથી અષ્ટાપદ પર્વતના શિખરને જરા માત્ર દબાવ્યું એટલે માત્રને સંકેચ કરો અને રૂધિરનું વમન કરતો રાવણ વિશ્વને રેવરાવતો વિરસ પિકાર કરવા લાગ્યો. તેને દીન પોકાર સાંભળી દયાળુ વાળી મુનિ તત્કાળ વિરામ પામ્યા; કારણ કે તેમનું આ કાર્ય શિક્ષા માટે હતું, કાંઈ ક્રોધથી નહતું. પછી રાવણ ત્યાંથી નિકળી, વાળમુનિને ખમાવીને ભારતે કરાવેલાં ચૈત્યમાં અહંતની પૂજા કરવા આવ્યા. ત્યાં અંતઃપુરસહિત ભક્તિપૂર્વક પ્રભુની અછવિધ પૂજા કરી. પછી પ્રભુ પાસે નૃત્યગીત ચલાવતાં વીણાની તાંત તૂટી જવાથી તાનમાં ભંગ ન પડવા માટે પિતાની ભુજામાંથી નસ ખેંચી કાઢીને વીણામાં જોડી દઈ વગાડવા માંડી. તે વખતે ત્યાં આવેલા ધરણે તેની ભક્તિથી હૃદયમાં હર્ષ પામીને અહંતના ગુણને ગાનારા રાવણને કહ્યું કે “વરદાન માગે” તેને ઉત્તરમાં “મારે અહંતની ભક્તિ નિરંતર રહે” એવું રાવણે વરદાન માગ્યું.
For Private and Personal Use Only