________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. કર્યા, એટલે દેવતાઓએ આદરથી ત્યાં સુગંધી જળની વૃષ્ટિ કરી. તેને સુગંધ સુંઘવાને જટાયુ નામને એક પણિરાજ ત્વરાથી ત્યાં આવ્યો. બંને મુનિરાજની પાસેથી ધર્મોપદેશ સાંભળતાં જટાયુને જાતિસ્મરણ થયું, તેથી હિંસા તજી દઇને તે જાનકીની સાથે રહ્યો. તેમને જિનધર્મમાં રિથર કરીને તે બંને મુનિ આકાશમાર્ગ શાશ્વત અહંતને વંદના કરવા ગયા.
રાક્ષસદ્વીપમાં રહેલી લંકાનગરીમાં અજિત તીર્થંકર વિહાર કરતા હતા ત્યારે ઘનવાહન નામે રાક્ષસવંશી રાજા થયો હતો. રાક્ષસેના ઇંદ્ર ભીમે પોતાના મોટા ભાઈ ઘનવાહનને રાક્ષસી વિદ્યા આપી હતી, તેથી તે રાક્ષસવંશ કહેવાણે હતે. ઘનવાહનને પુત્ર મહારાક્ષસ નામે શ્રીજિનેશ્વરનાં ચરણકમળમાં ભ્રમર જે થ. તેનો પુત્ર દેવરાક્ષસ થયે તે દીક્ષા લઈને મોક્ષે ગયે. એવી રીતે તે રાક્ષસવંશમાં ઘણા રાજાઓ થયા. અનુક્રમે શ્રેયાંસપ્રભુના તીર્થમાં કીર્તિધવળ નામે રાજા થયે. તેણે વૈતાઢયગિરિ ઉપરથી શ્રીકંઠ નામના બેચરને પ્રીતિથી લાવી કપિદ્વીપમાં વસાવ્યું. ત્યાં ત્રણસો જનના વિરતારવાળા કિન્કંધ નામના પર્વત ઉપર કિષ્કિધા નામે તેની એક ઉત્તમ રાજધાની થઈ. ત્યાં રહેનારા સર્વે લેકે વાનરદ્વીપનું ચિન્હ રાખતા હતા, અને તેઓએ વાનરના જેવું શરીર થાય તેવી વિદ્યા પણ સાધી હતી, તેથી તેઓ વાનર કહેવાતા હતા. શ્રીઠ ખેચર પછી વ
કંઠ વિગેરે ઘણા રાજાઓ તેને વંશમાં થઈ ગયા, પછી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં ઘોદધિ નામે એક રાજા થે; તે વખતે લંકાપુરીમાં તડિકેશ નામે રાજા હતું. તે બંને રાજાઓની વચ્ચે પૂર્વની જેમ ઘડે નેહ બંધાણે. કિષ્ક્રિધાનગરીમાં ઘનોદધિને પુત્ર કિકિંધિ નામે થયો અને લંકામાં તડિસ્કેશન પુત્ર સુકેશ નામે થે. વિદ્યાધરના રાજા અશનિવેગે તે બન્નેને જીતી લીધા તેથી લંકા અને કિકિંધાના પતિ કિકિંધિ અને સુકેશ ભય પામીને પાતાળલંકામાં જતા રહ્યા. ત્યાં (પાતાળલંકામાં) સુકેશને ઈંદ્રાણ નામની સ્ત્રીથી માલી, સુમાલી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા, અને કિષ્કિથિને શ્રીમાળા નામે સ્ત્રીથી આદિત્યના અને અક્ષરજો નામે બે પુત્રો થયા. એકદા કિકિંધિ રાજા મેરૂ પર્વત પર શાશ્વત અહતની યાત્રા કરીને પાછા ફરતાં મધુપર્વત ઉપર આવે, અને ત્યાં નવી કિષ્કિધા નગરી વસાવીને સુખે સુખે ત્યાં રહેવા લાગ્યો.
પાતાળલંકામાં રહેલા સુકેશના ત્રણ પુત્રોએ કોધથી લંકામાં આવી પૂર્વના વૈરવડે અશનિવેગના સેવક નિર્ધાતને મારી નાખ્યું. પછી ત્યાં માલી રાજા થયો, અને કિષ્કિામાં આદિત્યરજા રાજા થયો. તે બંનેને પણ પરસ્પર સ્નેહ
For Private and Personal Use Only