________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો. એ પ્રમાણે કેટલાએક કાળ નિર્ગમન કરી અન્યદા દશરથ રાજા કોઈ મુનિને વાંદવા ગયા તે મુનિને વાટીને તેમની આગળ બેઠા, તેવામાં અકસ્માત ભામંડલ વિદ્યાધર ફરતે ફરતો ત્યાં આવ્યું. જ્ઞાનનિધિ મુનિએ સર્વ સુખનું કારણ એક ધર્મજ છે એમ કહ્યું અને પુંડરીકગિરીનું નિર્મળ માહામ્ય સંભળાવ્યું. પછી ભામડળે પિતાની પૂર્વ હકીકત પૂછતાં પિતે સીતાની સાથે યુગલરૂપે જ જન્મેલ છે, એ વૃત્તાંત તે મુનિરાજના કહેવાથી જાણીને તેણે સીતાની પાસે જઈ ક્ષમા માગી પ્રણામ કર્યો. તેણે પણ તેને આશિષ આપી. પછી ભામંડળના આગ્રહથી દશરથરાજા ચાર પુત્રો, મંડલિક રાજાઓ, સાહુકારે અને રાણુઓની સાથે પિતાને જન્મ સફળ કરવા માટે તીર્થયાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં તેમણે પંચવિધ દાન આપી પુષ્કળ સુકૃત ઉપાર્જન કર્યું. સાથે રાખેલાં દેવાલયમાં સ્થાપેલા જિનેશ્વરની પૂજામાં તત્પર રહેતા અને સ્થાને રથાને નગરનાં ચિત્યમાં જિનપૂજા કરતા તેમજ મુનિઓને નમતા માર્ગ ચાલ્યા. અનુક્રમે શત્રુંજય ગિરિ પર આવી જિનેશ્વરોને નમસ્કાર કર્યો અને ત્યાં કેટ. લાક ઉત્તમ પ્રાસાદે કરાવ્યા તેમજ ભક્તિપૂર્વક ગુરૂપૂજન કરી તેમને દાન આપી યથાવિધિ યાત્રા કરીને દશરથરાજા સંઘસાથે પર્વત પરથી નીચે ઉતર્યા.
આગળ ચાલતાં ચંદ્રપ્રભાસ નગરમાં સીતાએ એક નવીન ચય કરાવી તેમાં પોતેજ ચંદ્રપ્રભ પ્રભુની રથાપના કરી. ગુરૂમહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી, પૂજા ભક્તિ કરી, ગુરૂને પ્રતિભાભી સેંકડો સતીઓએ સ્તુતિ કરેલાં સીતાસતીએ તે તીર્થમાં પ્રભાવના કરી. ત્યાંથી રાજા દશરથે રૈવતગિરિ પર જઈ નેમિનાથની પૂજા કરી અને સુપાત્રને દાન આપી તીર્થોદ્ધાર કર્યો. નજીકમાં બરટ (બરડો) નામના ગિરિને જોઈ રાણી કૈકેયી ઉત્સુક થઈ પતિની સંમતિથી રામાદિક પુત્રોને લઈ ત્યાં ગઈ. તે ગિરિ ઉપર બરડા રાક્ષસે કરાવેલું શ્રી નેમિનાથનું ચય હતું તેમાં ભક્તિપૂર્વક મોટો ઉત્સવ કરી તેણે યાચકને પુષ્કળ દાન આપ્યું. તે ચેય જીર્ણ થઈ ગયેલું જોઈ ખેદ પામીને કૈકેયીએ તેને ઉદ્ધાર કર્યો અને હર્ષથી તેમાં શ્રી નેમિનાથની પુનઃ સ્થાપના કરી. ત્યાં તેણે મહાતીર્થનું નિર્માણ કર્યું તેથી તે પાપનાશક તીર્થે તેના નામથી જગમાં પ્રખ્યાત થયું. ટંકાનગરીમાં કૌશલ્યાએ શ્રીષભનાથનું ચૈત્ય કરાવી તેમાં ગુરૂપાસે પ્રતિષ્ઠા કરાવી. પ્રભાવિક સુપ્રભાએ વલભિનગરમાં એક ઉન્નત ચૈત્ય કરાવી, તેમાં મહોત્સવપૂર્વક શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા કરી. કાંપિલ્યનગરમાં રામે અને વામનનગરમાં લક્ષ્મણે આદિનાથપ્રભુના ઊંચા પ્રાસાદ કરાવ્યા. બીજા કુમારોએ, સામંતોએ, મંડલિકોએ અને ભામંડલે શ્રી અહંતપ્રભુનાં અનેક ચૈત્ય કરાવ્યાં. એવી રીતે દશરથરાજા સર્વ તીર્થોની
For Private and Personal Use Only