________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯ મો.]
સીતાનું પાણિગ્રહણ.
૩૦૫
સર્વ રાજાએ બેઠા, એટલે સીતાકુમારી સુંદર વેષ ધારણ કરી સુખાસનમાં બેસી મંડપમાં આવી. પછી પેાતાના બળથી ઉદ્ધૃત એવા જે રાજકુમારી અને ખેચરા ત્યાં આવેલા હતા, તે સર્વે ધનુષ્યને ચડાવવામાં અસમર્થ થતાં પેાતાના મુખકમલને નીચા કરીને રહ્યા. તે વખતે કુમાર શ્રીરામે મંચ ઉપરથી ઉતરી એક લીલામાત્રવડે ધનુષ્યને હાથમાં લઈ નિન્નુર શબ્દ કરતું પણુચ ઉપર ચડાવ્યું ; એટલે તત્કાળ જનક કુમારી સીતાએ પુષ્પની વૃષ્ટિસાથે રામના કંઠમાં વરમાળા આરોપણ કરી. લોકાએ હર્ષથી મહાન કાલાહલ કર્યો. પછી બીજું ધનુષ્ય લક્ષ્મણે ચડાવ્યું, એટલે ત્યાં આવેલા વિદ્યાધરે એ તેમને પેાતાની અઢાર કન્યા આપી. શુભદિવસે રામ અને સીતાના વિવાહ થયા. ભરતકુમાર કનક રાજાની પુત્રી ભદ્રાને પરણ્યા. પછી જનકની અનુમતિ લઇને દશરથ રાજા ચારે પુત્રાની સાથે પેાતાને નગરે ગયા, અને બીજા રાજાએ પણ તે ઉત્સવ જોઇને સ્વસ્થાને ગયા. ઉગ્ર પરાક્રમવાળા દશરથરાજા રામપ્રમુખ પુત્રાવડે સમુદ્રપર્યંત પૃથ્વીનું રાજ્ય
કરવા લાગ્યા.
એક વખતે દશરથરાજાએ એક કંચુકીની સાથે પેાતાની રાણી સુમિત્રાને જિનસ્નાત્રનું જળ મેાકલ્યું અને બીજી રાણીઓને દાસીઓનીસાથે મેાકલાવ્યું. દાસીઓ યૌવનવયને લીધે સત્વર નાત્રજળ લાવી, એટલે બીજી રાણીએ સુમિત્રાની અગાઉ તે નાત્રજળ અભિવંદિત કર્યું. પેલા કંચુકી વૃદ્ધુપણાને લીધે જળ સત્વર લાવી શક્યા નહીં, એટલે તે હકીકત જાણ્યા વગર સુમિત્રાએ પેાતાનું માનભંગ થચેલું જાણીને દુઃખથી કંઠમાં પાશ નાખ્યા. ‘અદ્વૈતના સ્નાત્રજળથી મને પ્રથમ સંભાવિત કરી નહીં' એવું વિચારવાથી કાપ ધરતી સુમિત્રાને જાણી, દશરથરાજા તેને મનાવવાને આવ્યા. રાણીની તેવી અવસ્થા જોઈ “હું ચડે! આ શું કરેછો?'' એમ ખેલતા રાજાએ તેને કંઠપાશ છેઢી નાંખ્યા અને તેને પેાતાના ઉત્સંગમાં બેસારી. તે વખતે કંચુકી સ્નાત્રજળ લઇને આવ્યા, તેને રાજાએ પૂછ્યું “કેમ આટલા બધા ધીમેા આવ્યા?” એટલે તેણે પેાતાનું વૃદ્ધુપણું જણાવ્યું. મુખમાંથી લાળ પડેછે, કેશ ધોળા થઈ ગયા છે અને ધ્રુજતા ધ્રુજતા મંદગતિએ ચાલેછે, એવા તે કંચુકીને જોઇને રાજાના મનમાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા કે અહા! આ શરીરરૂપી વૃક્ષને પડતા ધરની જેમ અને અર્ધા ઉન્મૂળેલા વૃક્ષની જેમ સ્થિર કરવાને કાઈપણ સમર્થ નથી; માટે જ્યાંસુધી આ મારૂં શરીર જરાવસ્થાથી હણાઈ ગયું નથી ત્યાંસુધીમાં હું આત્માર્થ સાધવાને પ્રયત્ન કરીશ, સાંસારિક ખીજાં સુખ શા કામનાં છે? આવે વિચાર કરી દશરથ રાજા સભામંડપમાં ગયા.
''
૧. જનક રાજાના ભાઈ. ૨. વૃદ્ધ પુરૂષ. ૩. ગળાફાંસા. ૪. મૂળમાંથી ઉખેડેલા.
૩૯
For Private and Personal Use Only