________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯ મો.]
રામ લક્ષ્મણના જન્મ
૩૦૩
જાથી સેવેલા અજયરાજાએ છ માસ સુધી ત્યાં રહી પછી સિદ્ધગિરિપર જઇને પ્રભુની પૂજા કરી, તેમજ સ્રાત્રપૂજા, ઇંદ્રોત્સવ, મહાધ્વજા વિગેરે અનેક કૃત્યો કરી પેાતાના જન્મ સફ્ળ કર્યાં. પછી પેાતાનાં રાજ્યમાં આવી શ્રી જિનેાક્તધર્મઆચરી છેવટે વ્રત લઇને તે સ્વર્ગે ગયા.
તેને મેટા પુત્ર અનંતરથ હતા તેણે ત્રત ગ્રહણ કર્યું હતું; તેથી પૃથ્વી રાણીથી થયેલા દશરથ નામે પુત્ર રાજ્યાધિપતિ થયા. તેને જાણે મૂર્તિમાન્ લક્ષ્મી હાય તેવી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા નામે ચાર રાણીઓ હતી. અન્યઢા કૌશલ્યાએ ગજ, સિંહ, ચંદ્ર અને સૂર્યનાં સ્વમોએ સૂચિત એવા રામ અથવા પદ્મનામના બળદેવ પુત્રને જન્મ આપ્યા. ત્યાર પછી સુમિત્રાએ હાથી, સિંહ, ચંદ્ર, સમુદ્ર, લક્ષ્મી, અગ્નિ અને સૂર્યનાં સ્વમોથી સૂચિત લક્ષ્મણ નામના નારાયણ ( વાસુદેવ ) પુત્રને જન્મ આપ્યા; કૈકયરાજાની પુત્રી કૈકયીએ શુભ રવમવડે ભરત નામના શાંતપુત્રને જન્મ આપ્યો, અને સુપ્રભાએ શત્રુન્ન નામના પુત્રને જન્મ આપ્યો. વિદ્યાવિનયથી સંપન્ન અને ચતુર હૃદયવાળા ચાર પુત્રોવડે દાનાદિક ચાર અંગવડે ધર્મની જેમ દશરથરાજા શાલવા લાગ્યા. જેવી રીતે પદ્મ ( રામ ) અને નારાયણ પરસ્પર સ્નેહથી સાથે રહેવા લાગ્યા તેમ ભરત અને શત્રુન્ન પણ પરસ્પર સ્નેહથી સાથેજ રહેવા લાગ્યા.
તે સમયમાં મિથિલાપુરીમાં હરિવંશમાં વાસકેતુ અને વિપુલા દેવીના પુત્ર જનક નામે રાજા થયા, તેને વિદેહા નામે રાણી હતી. તેણે સારાં સ્વમ જોવાથી હર્ષિત થઇ તેજથી આકાશને પ્રકાશિત કરે તેવા એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યા. તે વખતે સૌધર્મ દેવલાકમાંથી પિંગલનામે એક દેવ પૂર્વ જન્મના વેરથી ત્યાં આવી વેગથી તેમાંના પુત્રને હરી ગયા, પરંતુ પછી દયા આવવાથી તેને કુંડલાદિક આભૂષા પેહેરાવી વૈતાઢગિરના વનમાં ધીમેથી મૂકીને ચાઢ્યા ગયા. તે વખતે રથનુપુર નગરના સ્વામી ચંદ્રગતિ નામે વિદ્યાધર ત્યાં નીકન્યા. તેણે તે વનમાંથી તે બાળકને હર્ષથી લઈ પેાતાની પત્ની પુષ્પવતીને સોંપ્યા, અને નગરમાં એવી આધોષણા કરાવી કે “ આજ ચંદ્રગતિને ધેર પુત્ર અવતર્યા છે.” તે પુત્રના શરીરમાં પ્રભાનું મંડળ હતું, તેથી તેનું ભામંડળ નામ પાડયું. ચંદ્રગતિ અને પુષ્પવતીએ લાલનપાલન કરેલા તે પુત્ર કલ્પવૃક્ષની જેમ અનુક્રમે મોટા થયા.
અહીં મિથિલા નગરીમાં જનક રાજા પુત્રને નહીં જોવાથી ખેદ પામ્યા. સર્વત્ર શોધ કરાવતાં પણ તેના પત્તો લાગ્યો નહીં. કેટલેક કાળે શાકરહિત થઈ પુત્રીનું સીતા નામ પાડયું. સંપૂર્ણ યૌવનવાળી પુત્રીને વાગ્ય થયેલી
For Private and Personal Use Only