________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ હું મો.]
૩૧૭
સીતાનું હરણ, રામનો શોક. લક્ષ્મણના સિંહનાદ સાંભળીને ત્યાં જાય, તે પછી સુખેથી સીતાનું હરણ કરી શકાય, માટે હું તેવીયુક્તિ કરૂં.” રાવણે કહ્યું “તેમ કરો.” એટલે તે વિદ્યાએ ખરાખર લક્ષ્મણના જેવા સિંહનાદ કર્યાં. તે સાંભળીને સીતાના આગ્રહથી તત્કાળ રામ લેફમણને મદદ કરવા દોડ્યા. તે સમયે ચારના માર્ગને અનુસરતા અધમ રાવણ આકાશમાંથી નીચે ઉતર્યો, અને તેના અવલાકનમાત્રથી ભય પામતી સીતાને તેણે હરી લીધી. તે વખતે હૈ તાત ! હૈ કાંત ! હે ભ્રાત ! હે દીયર ! આ દારૂણ રાક્ષસથી મારી રક્ષા કરા” એવા પાકાર સીતા વારંવાર કરવા લાગી. સીતાને આવા આર્ત્તપાકાર સાંભળી પેલા જટાયુપક્ષી ક્રોધ કરીને ત્યાં આવ્યા, અને સીતાને આશ્વાસન આપી રાવણના મુખને નખથી તેાડવા લાગ્યો. ક્રોધ પામેલા રાવણે ખગ ખેંચી જટાયુને મારી નાખ્યા, તેથી સીતા વિશેષ ભય પામી અને ભામંડલને સંભારવા લાગી. હું અંધુ ભામંડલ ! મારી રક્ષા કર ! રક્ષા કર!” આ શબ્દા ભાöડલના અનુચર રલજટી નામના વિધાધરે સાંભળ્યા, એટલે તે સીતાને જાણી ત્યાં ઢાડી આવ્યા. તેને પછવાડે આક્ષેપ કરતા આવતા જોઈને લંકાપતિએ પેાતાની વિદ્યાથી તેની વિદ્યાએ હરી લીધી જેથી તે ભૂમિઉપર પડી ગયા. પછી લંકેશ નિવિંન્ને ગમન કરી પેાતાને સ્થાને આવ્યા; પરંતુ જ્યારે સીતાએ તેની સ્રી થવાની ઇચ્છા કરી નહીં એટલે તેને ખેચરીઆની સાથે દેવરમણ ઉદ્યાનમાં રાખી.
અહીં લક્ષ્મણ રામને આવેલા જોઇ શત્રુઓને મૂકી દઇ કહેવા લાગ્યા “ આર્ય ! સીતાને એકલાં મૂકી અહીં કેમ આવ્યા ?” રામે કહ્યું, “તમારા સિંહનાદ સાંભળીને આવ્યો છું.” લક્ષ્મણે કહ્યું, “મેં સિંહનાદ કર્યો નથી, તેથી જરૂર કાઇએ આપણને છેતરી લીધા જણાય છે, માટે સત્વર પાછા જાઓ અને સીતાની રક્ષા કરો; હું શત્રુઓને મારીને હમણાંજ આવુંછું.” તત્કાળ રામ રખલિત થતા શીવ્રતાથી પાછા આવ્યા. નિવાસસ્થાને આવીને જોતાં રામે જાનકીને ઢીડાં નહીં એટલે તત્કાળ મૂર્છા પામ્યા. વનના પવનથી ક્ષણવારે સંજ્ઞા મેળવી અત્યંત રૂદન કરવા લાગ્યા. પછી તેને શેાધવા માટે આમતેમ ભમતા ભમતા જ્યાં જટાયુ મરવાની તૈયારીમાં હતા ત્યાં આવ્યા, અને તેને નવકારમંત્ર સંભળાવી વર્ગ ૫હોંચાડ્યો. પછી ખર, ત્રિશિરા અને દૂષણને સુભટાની સાથે હણી લક્ષ્મણ - વિરાધ મિત્રને લઇને પાછા વળ્યા. લક્ષ્મણ સ્વસ્થાને આવી કીકીવિનાના લેાચનની જેમ શુદ્ધિવિનાના અને સીતાવગરના રામને જોઇ નેત્રમાંથી અશ્રુજળ મૂકતાં બેલ્યા, “જ્યેષ્ઠબંધુ ! હું તમારી આજ્ઞાથી શત્રુએને જીતીને આવ્યો છું; આ શું છે? મારાં પૂજ્ય ભાભી ક્યાં છે ?” એ સાંભળી રામ તેને આલિંગન કરીને ખેાલ્યા, સીતાનું હરણ થયું જણાય છે.'' લક્ષ્મણે કહ્યું, “જે મારી જેવા સિંહનાદ થયેલે, તે
For Private and Personal Use Only