________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
સર્ગ ૯ મો.] શ્રી પાર્શ્વનાથજીની મહા પ્રભાવિક પ્રતિમા. અગરૂના સુગંધથી સુવાસિત કરી દીધું. એવા મહોત્સવ સહિત રાજાએ તે પ્રતિમાના સંપુટને પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી રમણીય સિંહાસન ઉપર તે પ્રતિમાને સંપુટ મૂકી રાજાએ ભક્તિથી તેની પૂજા કરીને તે ઉઘાડયો તેમાં શ્રી પાર્શ્વનાથની સુંદર પ્રતિમા તેના જેવામાં આવી. એ પ્રતિમાને મસ્તકે શેષનાગની ફણપર રહેલાં મણિરલનાં કિરણેથી અંધકારના સમૂહને નાશ થતો હતે. મસ્તકપર રહેલા ત્રણ છત્રોથી શોભતા અને પદ્માસને બેઠેલા તે પ્રભુની બે પડખે ભુજામાં ચામર લઈ બે પ્રતિમા રહેલી હતી. ધરણ ધારણ કરેલાં ઊંચાં સિંહાસન પર પ્રભુ બેઠેલા હતા તેમના નખના કિરણની પ્રભાથી પ્રૌઢ નવગ્રહે ત્યાં પ્રાપ્ત થયા હોય તેમ જણાતું હતું. કૃત્રિમ અને સ્વાભાવિક વિડ્યોને નાશ કરે એવી તે પ્રતિમાના ઉરૂમાં શ્રીવત્સનું લાંછન હતું. પ્રભાના વિસ્તારથી આવૃત અને સર્વ પ્રકારનાં આભૂષણેથી શેભિત તે પ્રભુ કલ્પવૃક્ષનાં પુષ્પોની સુગંધથી સર્વ જગતને સુવાસિત કરતા હતા. તેમને જોતાંજ પંચાંગવડે પૃથ્વીને સ્પર્શ કરી હર્ષના ભારથી યુક્ત એવા તે રાજાએ સુકૃતના સંચયથી જ પામી શકાય એવા તે પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કર્યો. તત્કાળ તે (અજયપાળરાજાના) શરીરમાં આનંદસુધાનું પૂર પસરતાં તેને રોગરૂપી સર્ષ દૂર થઈ ગયે; તેથી તે ચિત્તમાં અત્યંત સંતોષ પામે. પછી ભક્તિથી તે પ્રતિમાનું અર્ચન કરીને તેને પોતાના સ્થાનમાં રાખી રાજા રતસારની સાથે પ્રીતિથી રાજયસુખ ભેગવવા લાગ્યો. તે રાત્રિએ અજયરાજા રવેચ્છાએ સૂતો હતો, તે વખતે સર્વ રોગો સ્વમામાં આવી તેને હર્ષથી કહેવા લાગ્યા “રાજા! તમે પૂર્વભવમાં મુનિને દુભાવ્યા હતા, તેનું ફળ આપવાને અમોએ તમને ઘણી પીડા કરી છે તે ક્ષમા કરજે. શ્રી પાર્શ્વનાથનાં દર્શનથી હવે તમારા અંગથી અમે દૂર થયા છીએ; પણ અદ્યાપિ છ માસપર્યત તમારે તે કર્મ ભેગવવાનું બાકી રહેલું છે, માટે આ શહેરનાં પરામાં સૂર નામે એક પશુપાલક રહે છે તેને છાતી, પુંછ અને મુખના ભાગમાં શ્વેતવર્ણવાળી એક બકરી છે, તેના શરીરમાં અમે પૂર્વકર્મથી બંધાઈને તેટલા કાલસુધી રહીશું, તેથી ત્યાં સુધી એ બકરીને તમે તૃણાદિકનો ચારે આપજે, તેમજ તમારા દેહનું જળચંદનમિશ્રિત ઉદ્વર્તન પણ તેને પીવા આપજે તેથી અમે ઘણું પ્રસન્ન થશું. છ માસ પછી શ્રી પાર્શ્વનાથના પ્રભાવથી સુવર્ણના જેવી કાંતિવાળા થઈને તમે બહુકાળ સુધી તમારાં રાજ્યનું રક્ષણ કરશો.” એમ કહીને તે વ્યાધિઓ કોઈ ઠેકાણે અંતર્ધાન થઈ ગયા. રાજાએ જાગૃત થઈ ને જોયું તો પિતાનો દેહ નિરોગી થયેલો જોવામાં આવ્યું. પિતાના રોગ શાંત થવાથી રાજાએ મોટા દાનવડે સર્વ મનુષ્યને આનંદિત
૧ વણ.
For Private and Personal Use Only