________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. હું પોતેતો સમુદ્રમાં પડીને મારા જીવિતનો નાશ કરું આ વિચાર કરી તે નાવના પ્રાંતભાગ ઉપર આવ્ય, તેવામાં શ્રવણને પ્રિય લાગે તેવી અદૃશ્ય આકીશવાણી થઈ, “હે ભદ્ર! સમુદ્રમાં પડવાનું સાહસ કરીશ નહીં, તારી આવી દશા મેં કરેલી છે. આ સમુદ્રની અંદર કલ્પવૃક્ષના પાટીઆના સંપુટમાં રહેલી ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથની નિર્મળ મૂર્તિ છે; એ પ્રભાવિક પ્રતિમાને પ્રથમ એક લાખ વર્ષ સુધી ધરણંદ્ર પૂજેલી હતી, પછી છ વર્ષ સુધી કુબેરે પૂજી હતી, પછી ભક્તિવાળા વરૂણે પ્રાર્થનાસહિત તે અદ્ભુત પ્રતિમાને પિતાને ઘેર લઈ જઈ સાત લાખ વર્ષ સુધી પૂજી હતી, હમણાં અજયરાજાના ભાગ્યથી તે પ્રતિમા અહીં આવેલી છે, માટે તેને બહાર કાઢી તે ઈક્વાકુ રાજાને આપ. તે રાજા હાલ સર્વ દિશાઓને છતી દ્વીપપત્તનમાં રહેલો છે, માટે ત્યાં જઈ પ્રકાશિત સમૃદ્ધિવાળા તે રાજાને તારે આ પ્રતિમા અર્પણ કરવી. જે વખતે તે રાજા આ પ્રતિમાનું દર્શન કરશે, તેજ વખતે તેનાં દુષ્ટ કર્મ સાથે એકસે ને સાત રંગ તત્કાળ લય પામી જશે, અને બીજાઓને પણ તેવી રીતેજ ફળ મળશે. આ પ્રતિમાની પાસે રહેનારી પદ્માવતી નામે હું પ્રભાવિક દેવી છું, અને આ બધે દેખાવ મંજ કરેલે છે.” આવી આકાશવાણી સાંભળી બુદ્ધિના ભંડાર રત્નસારે તત્કાળ પ્રતિમાને માટે નાવિકોને સમુદ્રમાં ઉતાર્યા. જેમ ધર્મને પ્રાપ્ત કરીને જીવ સમાધિપૂર્વક સ્વર્ગલેકની પાસે આવે તેમ પ્રતિમાને સંપુટ લઈ તેઓ તરતજ નાવની પાસે આવ્યા, એટલે તેમને નાવમાં લઈ લીધા. તત્કાળ હળદરના રંગની જેમ, દુર્જનની મૈત્રીની જેમ અને કમળ ઉપરનાં જળબિંદુની જેમ મેઘનું પટલ દૃષ્ટ-નષ્ટ થઈ ગયું. ક્ષણવારમાં ચિંતાપટલના ક્ષયથી ચિત્તની જેમ પવનના અનુકૂલપણાથી પ્રાણુઓ પરમ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. અંદર ગંભીર અને બહાર કોમળ એવાં જિનાગમની જેમ, સમુદ્ર ગંભીર છતાં પ્રસન્ન થઈ ગયે. અનુકૂળ વાયુને ગે નાવ સહજ સમયમાં દ્વીપનગરે આવી પહોંચ્યું, એટલે એક પુરૂષે આગળ જઈ અજ્યપાલરાજાને વધામણી આપી. પાર્શ્વનાથને આવેલા સાંભળી રાજા અજયપાલ નેત્રને પ્રફુલ્લિત કરતો એક ઘોડા પર બેસી તત્કાળ સામે આવ્યું. જોકે એ વહાણમાંથી રાજાના નેત્રકમળને વિકવર કરવાને સૂર્યસમાન એ તે પ્રતિમાને સંપુટ કિનારે ઉતાર્યો. પછી અનેક પ્રકારનાં વાજિત્રો વાગવા માંડ્યાં, હર્ષથી કેટલાક સુભટ નૃત્ય કરવા લાગ્યા, અને ભાટ લેકે બિરદાવલી બોલવા લાગ્યા, તેમને ઘણાં દ્રવ્યનાં દાન રાજાએ આપવા માંડ્યાં. વળી શહેર બધું ઊંચી ધ્વજાઓથી શોભિત અને કપૂંર તથા
૧ અનરણ્ય રાજાનું બીજું નામ “અજય” જણાય છે.
For Private and Personal Use Only