________________
Shri Mahavir Jain Aradhana Kendra
અને
પા
www.kobatirth.org
સર્ગ ૯ મો.
શ્રી રામચંદ્ર વિગેરે મહાપુરૂષોનાં ચરિત્ર.
તાના અદ્ભુત
વૈભવવડે ઉજ્જવળ અને સર્વ જનના આ લોક અને પરલાકના અર્થની સિદ્ધિને માટે શુદ્ઘમાર્ગને પ્રગટ કરનાર-જગત્પતિ શ્રી યુગાદિ દેવ ભગવંત જયવતા વર્તે છે. મહાવીર પ્રભુ ઇંદ્રને કહેછે કે: હૈ ઇંદ્ર ! ઇક્ષ્વાકુ વંશના પુરૂષરલોનું અને આ ગિરિનું પણ કર્ણને અમૃતસમાન એવું ચરિત્ર સાંભળેા, શ્રી સુતજિનેંદ્રના તીર્થમાં જન્મ પામેલા લક્ષ્મણ વાસુદેવનું, રામ અળદેવનું અને રાવણ પ્રતિવાસુદેવનું ચરિત્ર હવે હું તમને કહુંછું.
૧
અયેાધ્યા નગરીમાં સૂર્યયશાના વંશમાં ધણા રાજાએ થયા પછી વિજયનામે એક રાજા થયા. તેની હિમચૂલા નામે રાણીથી તેને વખાણુ અને પુરુંદર નામે બે પુત્રો થયા. તેમાં વજાબાહુએ પેાતાના સાળાએ કરેલા હાસ્યથી દીક્ષા લીધી. વિજયરાજા પણ પેાતાના રાજ્ય ઉપર પુરંદરને બેસારી દીક્ષા લઇને છેવટ મેક્ષે ગયા. એ પુરંદર રાજાને કીર્ત્તધર નામે પુત્ર થયો અને કીર્ત્તિધરને સુકાશળ નામે પુત્ર થયા. સુકેાશળે રાજ્યમાં ગર્ભવતી પત્નીને મૂકીને વ્રત ગ્રહણ કર્યું. તે સુકાશળની માતા સહદેવી આર્ત્તધ્યાનથી મૃત્યુ પામીને વનમાં વાધણ થઈ. તેણે સંયમ લીધેલા પેાતાના પતિ અને પુત્રને દેખીને પૂર્વના ક્રોધથી મારી નાખ્યા. સુકાશળનો પુત્ર હિરણ્યગર્ભ થયો, અને તેને પુત્ર નષ નામે થયા. તેની ઉપર શત્રુએ ચડી આવ્યા તે વખતે નથુપ્ત બીજે ઠેકાણે ગયેલ હેાવાથી તેની રાણીએ શત્રુઓને પરાજય કર્યો. તે કાર્યથી તેના પતિ નષને પોતાની સ્રી અસતી છે એવું ચિંતવન થયું; એટલે તે સ્ત્રીએ પેાતાના સતીપણાના પ્રભાવથી પેાતાના પતિના દેહમાંથી તીવ્રજવરને પેાતાના હસ્તપર્શમાત્રથી દૂર કર્યાં. તેમને પુત્ર સાદાસ થયા, તે ધણેા હિંસા કરનાર થયે; તેથી મંત્રીઓએ તેને રાજ્યથી દૂર કરી તેના પુત્ર સિંહરથને રાજ્ય ઉપર બેસાર્યો. છેવટે સાદાસ પણ કાઈ મુનિપાસેથી ધમ સાંભળી જીવદયા પાળવામાં તત્પર થયા, અને મહાપુર નગરના રાજા અપુત્ર મરણ પામવાથી ત્યાંના રાજા થયો; અન્યદા સાદાસે સિંહરણ્યને જીતી અને રાજ્ય ઉપર પાછે તેનેજ સ્થાપન કરીને ગુરૂપાસે પવિત્ર ચારિત્ર ગ્રહણ કર્યું. સિંહરચના પુત્ર બ્રહ્મરથ થયા, તેના પુત્ર ચતુર્મુખ, તેના પુત્ર હેમરથ, તેનો પુત્ર ૧ વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only