________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી આ જવું જ
આવ્યા ને
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો. સન્માર્ગ બતાવ્યું છે. હે રાજા ! અંધપુરૂષ જેમ ચિંતામણિને ગુમાવે, તેમ મિથ્યાત્વપણાથી અમે આટલે કાળ વ્યર્થ પણે ગુમાવ્યો છે.” ચક્રધરે કહ્યું “હવે તમે ખેદ કરો નહીં મારી સાથે શ્રીષભપ્રભુને નમવાને ચાલે.” આવી રીતે તેમને અતિમાનથી આમંત્રણ કરી વિમાનમાં બેસીને લેકોની દૃષ્ટિને કૌતુક ઉત્પન્ન કરતો ચક્રધર જ્યાં સંધ હતો ત્યાં આવ્યું. સંઘપતિને વધૂસહિત આવતા જોઈ સંઘના લોકો હર્ષથી વાજિંત્રો વગાડી ધવળ મંગળ ગાવા લાગ્યા. તેમના આગમનથી સંઘમાં એવો અપૂર્વ હર્ષ થયો કે જેથી ક્ષણવારમાં તો સર્વત્ર 'પરાનંદભાવ પ્રગટ થયા જેવું જણાયું. રાજાના સન્માનથી અતિ હર્ષ પામેલા તાપસ રાજાએ બતાવેલ માર્ગ અનુક્રમે ત્યાં આવ્યા. રાજા ચક્રધર ત્યાં તીર્થની અને સંઘની પૂજા કરીને પછી પુંડરીકગિરિ ઉપર ચડ્યા. તે સમયે ઈંદ્ર મેટો ઉત્સવ કર્યો. ત્યાં વિધિપ્રમાણે પૂજા, આરતિ, દાન, અને ઈંદ્રોત્સવ વિગેરે સર્વ કાર્ય રાજાએ આદરસહિત કર્યા. તે વખતે પેલા સિંહદેવે ચક્રધરની આગળ પ્રત્યક્ષ થઈને કહ્યું, “તમારા પિતાના પ્રસાદથી હું આટલી સમૃદ્ધિવાળો થે છું. અનંતભવ આપનાર તિર્યચને ભવ ઉલ્લંઘન કરીને હું દેવતા થયે તે શ્રીજિનેશ્વરની અને આ તીર્થની સેવાનું જ ફળ છે. હે રાજા ! અહીં મરૂદેવા નામના શિખર ઉપર જગતના ઈશ્વર તમારા પિતાને એક પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી તેમની પૂજા કરે.” તેનાં વચનથી ચક્રધરે ત્યાં જઈ બહુ ભક્તિપૂર્વક શ્રી શાંતિનાથજીનું પૂજન કર્યું, અને ત્યાં પણ સર્વ ઉચિત કાર્ય પૂર્વવત કર્યું. સર્વ તાપસ શ્રી ઋષભપ્રભુનાં દર્શન કરી પિતાના જન્મને કૃતાર્થ માની હર્ષ પામ્યા. પછી કેવળી પ્રભુની આજ્ઞાથી સ્વર્ગગિરિથી એક જન નીચે રહેલા એક શિખર પર તે તારવી રહ્યા. ત્યાં ઘાતિકર્મને ક્ષય થવાથી તેમને એક સાથે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રત્યાખ્યાનમાં તત્પર એવા તેઓ અનુક્રમે મુક્તિને પામી ગયા. ઈંદ્ર તેમની સન્ક્રિયા કરી. તે તાપસ જ્યાં સિદ્ધ થયા તે સ્થાન તાપસગિરિ નામથી પ્રખ્યાત થયું.
રાજા ચક્રધરને મુક્તિના ઘર જેવું તે તીર્થ જોઈ આનંદ પામેલા જાણી ઇંદ્ર ગંભીર સ્વરથી પર્વતને ગજાવતા બોલ્યા, “હે રાજન્! તમારા પૂર્વજોનું તીર્થ કાળોગથી જીર્ણ થઈ ગયેલું છે અને તમે મોટા ગુણવાન છો, પ્રભુના પુત્ર છે, તે
આ તીર્થનો તમારે ઉદ્ધાર કરાવવો જોઈએ.” તે સાંભળી ચક્રધરે છણે જિનપ્રાસાદેને દૃઢ કર્યા અને પિતાનું સંસારપંજર જીર્ણ કર્યું. “તમે આ તીર્થેના જીર્ણોદ્ધાર કરનાર થયા ' એવી સ્તુતિ કરતા ઇંદ્ર અને રાજાઓએ ચક્રધર ઉપર હર્ષથી પુષ્પ
૧ મોક્ષાનંદની વાનકી.
For Private and Personal Use Only