________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મે.] ચક્રધરે તાપસને આપેલી શિખામણ.
૨૯૫ લાગે. છેડે દૂર જતાં એક નદીને તીરે તપ કરતા જટિલ તાપના આશ્રમે તેના જેવામાં આવ્યા. તાપસેએ કેટલાંક લક્ષણેથી તેને રાજા જાણે ઊભા થઈ અર્થપાઘ લઈને આદરપૂર્વક તેની સંભાવના કરી. પછી “તમે કોણ છે ? તમારું શું વ્રત છે? અને તમે કોનું ધ્યાન ધરે છે ?” એમ રાજાએ બહુમાનપૂર્વક તેમને પૂછયું, એટલે તેઓ બોલ્યા “હે રાજા ! અમે કચ્છના વંશના જટાધારી તાપસે છીએ, કંદમૂળનું ભક્ષણ કરીએ છીએ, શ્રીયુગાદિ પ્રભુને નમીએ છીએ, વલ્કલનાં વસ્ત્રો પહેરીએ છીએ, પૃથ્વી પર શયન કરીએ છીએ અને બ્રહ્મચર્ચ પાળીએ છીએ.” તેમનાં આવાં વચન સાંભળી ચક્રધર બોલે “અરે! તાપસ! તમે મિથ્યાત્વમાં મહ પામી વિપરીત ધર્મને આચરવાવડે ઠગાયા છે. તમે સંગરહિત, બ્રહ્મચર્યાદિ તપ જપમાં પરાયણ અને યુગાદિ દેવને શરણે રહેનારા છતાં અભક્ષ્યનું ભક્ષણ કેમ કરે છે ? જેની નસો ગૂઢ છે, જે છેદવાથી ઉગે છે અને જેને સરખા ભાગે ભંગ થાય છે એવી વનસ્પતિ અને પદ્ધ અભક્ષ્ય છે; તેને મિથ્યાદૃષ્ટિઓ જાણતા નથી. તીક્ષ્ણ સેયની અણી ઉપર રહે તેટલાં કંદમૂળમાં અનંત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે, તેથી તે અનંત કાય કહેવાય છે. ઉદુંબર, વડ, પીપર, કઠુંબર અને પીપળો એટલાં વૃક્ષોનાં ફળ નિરંતર કિડાવડે વ્યાપ્ત હોય છે, તેથી તે કદિ પણ ખાવાં નહીં. મધ, માંસ, માખણ અને મધુ એ ચાર મહાવિગય છે તેને ત્યાગ કરે, કારણકે તે અનંત દેશપને આપનારી છે. બરફ, વિષ, કરા, સર્વ જાતની મૃત્તિકા, તુચ્છ ફળ, રાત્રિભજન, અનંતકાય, સંધાનક વૃતાંક અજાણ્યાં ફલ, વાસી રાખેલ ભાત વિગેરે પદાર્થ, ચળિત રસ” બહુબીજ અને કાચા ગેરર્સ સાથે મળેલાં દ્વિદલ એ સર્વને ત્યાગ કરવો. આ પ્રમાણે બાવીશ પ્રકારનાં અભક્ષ્ય શ્રીજિનેશ્વર કહેલાં છે, તેને ત્યાગ કર્યાવગર શ્રી આદિનાથ પ્રભુ તમારે કેવી રીતે પૂજવા
ગ્ય થાય ? તે અભનું ભક્ષણ કરવાથી હીન જાતિ, અજ્ઞતા, રોગોત્પત્તિ અને દારિદ્ર પ્રાપ્ત થાય છે. તેમજ મૃત્યુ પામ્યા પછી નરકમાં જવું પડે છે. આ પ્રભુએ કહેલાં અભક્ષ્યને જાણીને તેને જે ત્યાગ કરે તે બુદ્ધિમાન્ પુરૂષ પાપરહિત થઈ ભક્તિવ અનંત સુખ ભેગવી છેવટે મોક્ષે જાય છે. આ પ્રમાણે ચક્રધરનાં વચન સાંભળી તે સર્વે તાપસો પ્રતિબોધ પામી કહેવા લાગ્યા “તમે અમને ( ૧ શ્રી ઋષભદેવની સાથે દિક્ષા લેનારા ચાર હજાર મુનિઓ જેઓ તાપસ થઈ ગયા હતા તેમાંથી બીજાઓએ પાછું મુનિપણું અંગીકાર કર્યું હતું અને કચ્છ મહાક૭ તાપસર રહ્યા હતા તેના વંશના. ૨ બળ અથાણું. ૩ રીંગણાં. ૪ જેને સ્વાદ ફરી ગયેલ હોય તેવા પદાર્થો. ૫ જેમાં બહુ બી આવે છે તેવા પદાર્થો. ૬ દહીંછાશ.
For Private and Personal Use Only