________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪ શત્રુંજય માહા.
[ ખંડ ૧ લો. અને સ્તવનાદિથી પ્રભુની પૂજા કરીને પછી પ્રાસાદની ઉત્તમ શોભા જોવા લાગ્યા. એમ જોતાં જોતાં પ્રાસાદની બહાર આવ્યા એટલે નારીની પેઠે ગોખમાં બેઠેલી એક વિચિત્ર વાનરી તેમના જેવામાં આવી. “આ સુંદર છે' એવું ધારી ચક્રધરે તેના શરીરને હાથવતી સ્પર્શ કર્યો, તેવામાં તો એ દીવ્ય સ્ત્રી થઈ ગઈ, તેને જોઈ રાજા વિરમય પામ્યું. પછી રાજા ચક્રધર તેની સાથે કાંઈ બોલવા જતો હતો, તેવામાં તેને પરિચારક બે વિદ્યાધર આવી હર્ષથી કહેવા લાગ્યા, “રાજન ! આ વાનરીનું રૂપ બદલાઈ જવાથી કોઈ પણ વિસ્મય ન પામતાં અહીં બેસીને અમારી વિચિત્ર કથા સાંભળવાની કૃપા કરો.” તે સાંભળી ચક્રધર ત્યાં બેઠા એટલે તે બેમાંથી એક જણ બેલ્ય –
હે રાજા ! અમે વૈતાઢયગિરિની ઉત્તર શ્રેણીમાં રહીએ છીએ. પિતાની મનેહર મૂર્તિથી શૃંગારરસને જીવન આપનારી શૃંગારસુંદરી નામે આ મારી પુત્રી છે. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થઈ એટલે એક વખત વસંતરડતુ આવતાં ઉઘાનભૂમિમાં જાણે પ્રત્યક્ષ વસંતલક્ષ્મી હોય તેવી આ સુંદર બાલા સખીઓની સાથે ક્રીડા કરવા ગઈ. તે ઉધાનમાં રવેચ્છાથી પુષ્પ, ફળ અને પલ્લવને ગ્રહણ કરતી અને રમતી તે બીજા વનમાં ગઈ. ત્યાં પણ ફળાદિક લેવાની તેની ઇચ્છા થઈ, એટલે ત્યાંથી પુષ્પફળ લેતાં જ તેની એવી ચપળતા જોઈને તે વનની અધીશ્વરી ચક્રેશ્વરી નામે દેવીએ તેને શાપ આપ્યો કે “તું વાનરી થઈ જા.” તે સાંભળી ભય પામતી શંગારસુંદરીએ અનુગ્રહને માટે વિજ્ઞપ્તિ કરી, એટલે તે દેવી પ્રસન્ન થઈ. ઘણું કરીને ઉત્તમ પુરૂષ અતિ કેપવાળા દેતા નથી. પછી તે દેવીએ કહ્યું, “હે સુચને! શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રધર રાજા જ્યારે તેને કરથી સ્પર્શ કરશે, ત્યારે તું પાછી તારા પિતાના સ્વરૂપમાં આવીશ, અને તે રાજા તારું પાણિગ્રહણ પણ કરશે.” આવો શાપને અનુગ્રહ કરી દેવી ચક્રેશ્વરી અંતધન થઈ ગયાં. ત્યારથી આ બાળ વાનરી થઈને આ વનમાં રહેતી હતી. તેના ભાગ્યથી જ અત્યારે તમે અહીં આવ્યા છે. “હે રાજા ! મનુષ્યપણું આપીને તમે તેને ખરીદ કરી લીધી છે, તો હવે કરનું અવલંબન આપીને કામાબ્ધિમાંથી તેને પુનઃ ઉદ્ધાર કરે.” આવી તેમની પ્રાર્થનાથી અને કલાપ્રિય વિદ્યાધરના - રહથી ચક્રધર રાજાએ શ્રીયુગાદિ પ્રભુની સાક્ષીએ તે કન્યાનું પાણિગ્રહણ કર્યું. વિદ્યાધર કલાપ્રિયે અને તે બન્ને વિદ્યાધરેએ ચક્રધરને અનેક નિર્મળ કળાઓ આપી અને દેવીએ પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું.
આ પ્રમાણે શંગારસુંદરીને પરણીને ચક્રધર તે વનમાં આગળ ફરવા ૧ શૃંગાર-વિષયરૂપ સમુદ્ર.
For Private and Personal Use Only