________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૩
સર્ગ ૮ મે. ] ચક્રધર સંઘપતિ થઈ કરેલો પ્રવાસ.
કલાપ્રિય વિદ્યાધર ચક્રધરરાજાને તીર્થયાત્રાની પૃહાવાળા જાણીને પ્રિયાસહિત વિમાનમાં બેસારી વેગથી ત્યાં લઈ ચાલ્યું. વિમાન ચાલ્યું એટલે તેમનાં મનને પ્રસન્ન કરવા માટે વિદ્યાધરોની સ્ત્રીઓએ શાંતિથી સંગીત કરવા માંડયું. વિમાનના ગોખમાં બેસી રાજા વિશ્વની શેભા જતો હતો, તેવામાં એક સમય ઉદ્યાન તેમના જોવામાં આવ્યું. તે જોઈ તેણે વિદ્યાધરને કહ્યું, “આ પુષ્પના મકરંદથી ઉન્મત્ત એવા ભ્રમરાઓથી આકુલ અને આમ્રવૃક્ષની મંજરીથી હર્ષ પામતી કેલેના સ્વરવડે શોભિત મહાસુંદર વન છે તેથી મારું ચિત્ત એ વનમાં કીડા કરવાને ઇચ્છે છે, માટે અહીં વિમાનને ઉતારે; અને તમે પણ આનંદ ભેગે.” તે સાંભળી ઘણા માર્ગનું પ્રયાણ થયેલું હોવાથી પોતાને પણ પ્રિય લાગતાં તેમનાં ઇષ્ટ વચન સફળ કરવાને તેણે તે વિમાનને તત્કાળ પૃથ્વી પર ઉતાર્યું. વૃક્ષોથી ઢંકાએલા અને નેત્રપર અમૃતને વર્ણવતાં તે વનમાં કૌતુકી ચક્રધરને કાંતા સાથે ક્રીડા કરવાની ઈચ્છા થઈ તેથી સુંદર વૃક્ષોની શોભા જેતે અને ફળ પુષો લેતે ચક્રધર આગળ ચાલ્યું. ત્યાં આગળ જાણે અમૃતકુંડ હેય તેવું એક સરેવર તેમના જેવામાં આવ્યું. મોટા નિર્મળ ઉર્મિઓથી ચાલતા કમળનાં પત્રોવડે ઉડેલા ભમરાઓ તેમાં ગુંજારવ કરી રહ્યા હતા તેવું એ સરેવર જોઈ ચક્રધરે વિદ્યાધરને કહ્યું
પાળઉપર રહેલાં વૃક્ષની નીચે થાકીને આવવાથી બેઠેલા વટેમાર્ગુઓના ધર્મતાપને હરવામાં ચતુર, પૃથ્વીરૂપી સ્ત્રીનાં કંકણ જેવું, અને વારંવાર ઉછળતા નિર્મળ અને ચપળ કલ્લોલની શ્રેણી સાથે લીલાવડે ખેલતી હંસલીઓના મધુર શબ્દોથી સુંદર એવું આ સરોવર બહુજ શોભે છે. વળી આ ચતુર મયૂર ચપળ તરંગના આઘાતથી ઉત્પન્ન થયેલા શબ્દો પર મેઘવનિની ભ્રાંતિથી નૃત્યલીલા કરતો મધુર શબ્દો કરે છે. આ ચક્રવાક પક્ષી મંદધ્વનિથી લેભાઈ પિતાની યુવતિની સાથે ગ્રીવા વાંકી કરીને નવીન કમળના બિસતંતુઓને હર્ષ પામતે ખાય છે. આ ભ્રમર પ્રફુલ્લિત થયેલ કમળના ગધના ગૌરવથી જાગ્રત થઈ પિતાની પ્રિયાને કમળમાંથી મકદ લઈ લઈને ખવરાવે છે અને આ હંસ પક્ષી તેનાં જળનું પાન કરી પિતાની ચંગુને ઊંચી કરી આ તળાવમાંથી જળ લઈ જતા મેઘને હસી કાઢે છે. માટે તે કલાપ્રિય ! અહીં મારું મન કીડા કરવાની ઈચ્છા ધરે છે અને આ સરોવરની પાળને પ્રદક્ષિણા દઈને જોવાની ઈચ્છા થાય છે. આ પ્રમાણે કહી તે વિદ્યાધરની સાથે ચક્રધર સંરેવરની આસપાસ ફરવા ચાલ્યું. આગળ જતાં વૃક્ષોની શાખાથી ઢંકાએલું એક ચૈત્ય તેમના જોવામાં આવ્યું. તે ચૈત્યમાં શ્રી આદિનાથનું નિર્મળ મણિમય બિંબ જોઈ હર્ષ પામ્યા પછી પ્રિયાને લઈને પૂજા કરવા માટે અંદર ગયા. પુષ્પ અક્ષત
૧ પરસેવો. ૨ ક. ૩ ભમરી. ૪ ચાંચ.
For Private and Personal Use Only