________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
ર
“ બાંધી લીધા અને મારી નાખ્યા. ત્યાંથી કર્ણશૃગાલી થયા. એવીરીતે બહુ ભવમાં “ ભમીને પાછા પાર્દૂમાં તત્પર ભિક્ષ થયા. એક વખત વનમાં ફરતાં તે ભિ“ હ્વોએ એક શાંત પ્રકૃતિવાળા મુનિને જોયા. સારી વાસના ધરીને તેઓએ મુનિને “ નમસ્કાર કર્યો. જ્ઞાનવાન મુનિએ તેમને ધર્મોપદેશ આપ્યા. તેથી દુનયનેવિષે શું
""
કાવાળા થયા હાય તેમ તેઓએ ભદ્રિકપણું પ્રાપ્ત કર્યું. આસન ઉદયવાળા તે“ મને ધર્મને વિશેષ લાભ આપવા માટે એ જ્ઞાનધારી મુનિ એક ચાતુર્માંસ તે“ મના નગરમાં રહ્યા. પ્રથમમાસે તેમણે સાત વ્યસને છેાડી દીધાં, બીજે માસે “ અનંતકાયના ત્યાગ કર્યો, ત્રીજે માસે રાત્રિભાજનના ત્યાગ કર્યો, અને ચાથે “ માસે અનશન કરી રહેલા તે વિદ્યુત્પાતથી એકસાથે મૃત્યુ પામ્યા. હે ચક્ર“ વાઁ ! ત્યાંથી તે તમારે ઘેર પુત્રપણે અવતર્યો. કર્મની સર્વત્ર પ્રધાનતા છે.
''
("
((
66
“ જે પેલા કુંભારે સંધ લુંટવાને સંમતિ આપી નહતી, તેણે તેજ ભ“ વમાં માટી સમૃદ્ધિવાળું રાજ્ય પ્રાપ્ત કર્યું. શુભભાવનાથી ઉત્તરાત્તર ઉત્તમ ભવ “ પ્રાપ્ત કરી છેવટે તમારા જન્તુના પુત્ર મહેાયવાન ભગીરથ થયેલ છે, પૂવેકર્મના ચોગથી, હે રાજા ! તમારા પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા છે, માટે આ તત્ત્વ તમે મનમાં ધારણ કરજો કે કોઈપણ ડાહ્યા માણસે મનથી પણ સંધની “ અવજ્ઞા કરવી નહીં, કારણ કે તે બેધિવૃક્ષને ખાળવામાં અગ્નિરૂપ અને ગતિને “ આપનાર થઈ પડેછે. પણ જેએ યાત્રાળુ લોકેાને વસ્ત્ર, અન્ન અને જળ વિગેરે “ આપવાવડે પૂજે છે, તેને તીર્થયાત્રાનું મેટું ફળ મળેછે. સંધ એજ પ્રથમ તીર્થ છે, અને તે વળી તીર્થયાત્રાએ જતા હોય ત્યારે તો કલ્યાણની ઇચ્છાવાળા પુરૂષાને વિશેષપણે પૂજવા યાગ્ય છે. હે રાજા! તમારે પુત્રસંબંધી શેક કરવેા “ નહીં. ધર્મના દ્રોહથી ઉપાર્જન કરેલાં કર્મવડે તમારા પુત્રો ઉત્પન્ન થઇને લય “ પામી ગયા છે. હે રાજા ! રાજ્યમાં, પુત્રમાં અને લત્રમાં તમે અદ્યાપિ “ શામાટે માહ રાખો છે ? હવે આત્મહિત કરો. ક્રીવાર મનુષ્યભવ ક્યાંથી “ મળશે ? ” આપ્રમાણે પ્રભુના મુખથી પેાતાના પુત્રને પૂર્વભવ જાણીને સગરરાજા શાકમુક્ત થઈ હૃદયમાં પરમ વૈરાગ્યને પામ્યા. તે સમયે ઇંદ્રે કહ્યું, “ હે ચક્રવર્તી ! તમે ભરત ચક્રીની જેમ ષ ંડ પૃથ્વીને સાધી છે તે હવે તેની જેમ સંધપતિ થાઓ.” આ સાંભળી સગરચક્રી તીર્થયાત્રામાટે આદરવાળા થયા. એટલે પ્રભુએ તેને સંધપતિપણાના વાસક્ષેપ કર્યો. તેવી ઉત્તમ પદવી મેળવી તે પાતાને ઘેર ગયા. સૌધર્મ પતિ ઇંદ્રે રાજાને એક શ્રેષ્ઠ દેવાલય આપ્યું જેમાં શ્રી આદ્વિનાથનું રતમય કિંખ રહેલું હતું. પછી સાન કરી શુદ્ધ વસ્ર પેહેરીને સગર ચક્ર૧ એક જાતનું જનાવર. ૨ શિકાર.
For Private and Personal Use Only