________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ શત્રુંજય માહાભ્ય.
| [ ખંડ ૧ લો. “અનંત પીડિતજનના શકને ટાળવામાં અને અંતરના વ્યાધિને હવામાં પ્રવીણ “એવા હે સ્વામી! તમને નમસ્કાર છે.” એવી રીતે ભક્તિથી સ્તવને તેઓ ગ્ય રસ્થાને બેઠા. પ્રછી પ્રભુએ અતિ કલેશને હરનારી વાણીથી દેશના આપવા માંડી “હે ચક્રવર્તી ! આ સંસાર અસાર છે. રાજયસુખ રિથર નથી. પુત્ર, મિત્ર
અને સ્ત્રી તે દૃઢ બંધનરૂપ છે. દેહ રોગ ને શોકનું પાત્ર છે. વિ વિષ જેવાં “પીડક છે. ભેગ સર્પની ફણા જેવા છે. જીવિત જળનાં બિંદુ જેવું અસ્થિર છે. જે “ક્ષણ પહેલાં રમણીય લાગતું હતું, તે ક્ષણમાં પાછું દારૂણ લાગે છે. તવથી આસં
સારમાં કાંઈ પણ રિથર નથી, માત્ર ત્રણ તત્ત્વજ રિથર છે. કુટુંબ અને દ્રવ્યાત્મક પાશથી આ સંસારરૂપ કારાગારમાં વિદ્વાને પણ પ્રમાદથી બંધાય છે. જેઓ આ વિષમ આવર્તવાળા ભવસાગરમાં વહન નથી થયા, તેવા પુરૂ કૃષ્ણચિત્રકની જેમ વિરલા છે.”
આપ્રમાણે પ્રભુની દેશનારૂપ સુધાનું પાન કરી સગર રાજાએ શેકારૂપ ઝેરને છેડી દીધું અને પછી હર્ષથી પ્રભુપ્રત્યે પૂછવા લાગ્યા “હે સ્વામી ! આ જગત સર્વ કર્મને આધીન છે, તે આ મારા સાઠ હજાર પુત્રોએ તેવું શું કર્મ કરેલું હતું કે જેથી તેઓને તે કર્મ એક સાથે મૃત્યુદાયક થઈ પડ્યું?” આ પ્રમાણે પૂછતાં જ્ઞાનવડે ચરાચર જગતને જેનારા પ્રભુ તેઓનાં તેવાં કર્મનાં બંધનનાં કારણરૂપ પૂર્વભવને કહેવા લાગ્યા, “કોઈ એક પલ્લીમાં (નેહડામાં) ચોરીને જ બંધ કર“નારા અને પિતાનાં દુષ્ટ ચિત્તમાં નિરંતર પરધન અને પરસ્ત્રીનું જ ધ્યાન ધર“નારા સાઠ હજાર મહા દુર્દાત ભિલ્લો રહેતા હતા. એક વખતે ઘણું દ્રવ્યથી “ભરપૂર કોઈ એક સંઘને ભક્િલપુરથી શત્રુંજય તરફ જતે જોઈ તેઓ લેભાબધપણે વિચાર કરવા લાગ્યા કે આ સંઘને માર્ગમાં જતાં રાત્રિએ આપણે “લુંટી લેવો. સાઠ હજાર કિરાતોએ એકમતે તેમ કરવા કબુલ કર્યું. તે સાંભળી
કઈ ભદ્રક કુંભારે કહ્યું, “આપણું આવા વિચારને ધિક્કાર છે, આ વિચાર તે “વિપત્તિરૂપજ છે, કેમકે બીજા અનેક ધનાઢય પુરૂષે છતાં આપણે આ યાત્રાળુ
જનોને લુંટવા ઈચ્છીએ છીએ. આ સર્વે યાત્રાળુઓ જે ધનને સારા ક્ષેત્રમાં વાવવાને લઈ જાય છે, તે ધન આપણે લુંટી લેવું તે કેવું નિકૃષ્ટ અધમપણું ? પૂર્વનાં પાપથી આપણને હમણાં આ ખરાબ જન્મ તે મળેલ છે, છતાં પાછું આવું લુંટારાપણાનું પાપ કરીએ તો પછી આપણી શી ગતિ થશે ? આ યાત્રાળુઓ પૂર્વનું પુણ્યાનુબંધી પુણ્યથી અહીં દાનવીર થયેલા છે અને આ ભવમાં આ તી
૧ કાળી ચિત્રાવેલી–તે કવચિત જ પુણ્યયોગે પ્રાપ્ત થાય છે. તેને એવો ગુણ છે કે તેની ઉપર મૂકેલું ખાલી પાત્ર જે વસ્તુ ભરવાનું હોય તે વસ્તુવડે તત્કાળ ભરાઈ જાય છે. ભા.ક.
For Private and Personal Use Only