________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. છતાં પણ તેનાથી આ કાર્ય અસાધ્ય છે, માટે આમાં હવે વૈદ્યોને બિલકુલ દોષ નથી.” આ સાંભળતાં જ ઇદ્રવિએ પાછું છુટે કઠે અતિશય રૂદન કરવા માંડ્યું, જે સભળીને સગચકીનું હૃદય અત્યંત આદ્ર થઈ ગયું. તે વખતે ચક્રવર્તીનું સર્વ સૈન્ય રાજદ્વારમાં આવીને ઊભું હતું. થોડીવાર બ્રાહ્મણને શાંત પડવા દઈને ચક્રીએ મિષ્ટ વચને એ દુઃખી વિપ્રને કહ્યું, “હે વિપ્ર ! શેક કરે નહીં, સંસારની સ્થિતિ એવી જ છે. આ સંસારમાં જન્મેલે પ્રાણી અવશ્ય મૃત્યુ પામે જ છે. વસ્તુતાએ કોઈ પણ સ્થિર રહેતું નથી. જગતને પૂજવા ચેગ્ય, વજસમાન દેહવાળા અને ગીએના ઇંદ્ર એવા અનંત તીર્થંકર પણ ચાલ્યા ગયા તે બીજા પ્રાણીઓની શી વાત કરવી ! સાત ધાતુનું બનેલું જે શરીર સુધા, તૃષા, શીત અને આતપ વિગેરેથી પીડાય છે, તે શરીરની રિથરતાને મૂર્ખ લેકેજ માને છે. ભાઈ, પુત્ર, અને સ્ત્રી વિગેરે જે સંબંધીઓ છે, તે સર્વ સ્વાર્થને માટેજ જાય છે અને આવે છે, ફક્ત તેને માટે આત્માને કેવળ દુઃખ થાય છે. સર્વદા લાલિત કરેલ પિતાને દેહ પણ જેને વશ નથી તેને માતા, પિતા, ભાઈ અને પુત્રાદિક કેમ વશ રહે!” આ પ્રમાણે સગરરાજા બંધ આપતા હતા, તેવામાં ઈદ્ર પ્રત્યક્ષ પોતાનું સ્વરૂપ ધારણ કરીને કહ્યું, “હે રાજા ! શું તમે સંસારની સ્થિતિ જાણે છો ? ખરેખર એ સંસાર તેજ દુઃખદાયક છે. તેમાં પ્રમાદથી અંધ થયેલા પુરૂષ જ જેમ તેમ ચેષ્ટા ક્ય કરે છે. આ જગત બધું કર્મથી ઉત્પન્ન થાય છે અને કર્મવડે વિનાશ પામે છે તો તેમાં બંધુ, પુત્ર અને દ્રવ્યાદિકના લાભની તો શું પૃહા કરવી ? હે ચક્રવર્તી ! તે દૃષ્ટાંત તમારે ઘેરજ છે; જુઓ પૂર્વ તમારા સાઠ હજાર પુત્રો પણ તેવી જ રીતે મૃત્યુ પામ્યા છે !' આ પ્રમાણે છેકે કહ્યું તે જ વખતે દ્વાર ઉપર રહેલા સર્વ સૈનિકે શોક કરતા કરતા સભામાં આવ્યા, અને પિતાના ઉસ્થળને કુટતાં કુટતાં તેમણે ચક્રવર્તી આગળ તેના કુળક્ષયની વાર્તા કહી. તે સાંભળતાંજ રાજાને મૂછ આવી. ઈંદ્ર પંખાથી પવન નાખી, ગશીર્ષ ચંદનથી વિલેપન કરી, કમળ સહિત જળવડે તેના શરીર પર સિંચન કર્યું. તેથી મહા મુશ્કેલી સંજ્ઞા મેળવી સગર રાજા જરા સાવધાન થયા; પણ પાછા પુત્રોનું સ્મરણ કરવાથી શગ્રંથિવડે કંઠ રૂંધાતાં તેઓ વારંવાર મૂઈ પામવા લાગ્યા. ઈંદ્ર જાયું કે આમ વારંવાર મૂછ આવવાથી રાજાનું મરણ થશે, તેથી તેના કંઠમાં બાહુનું આલિંગન કરી છુટે કંઠે તેણે રૂદન કરવા માંડ્યું, એટલે ચક્રી પણ તેમજ રોવા લાગ્યા. તે બન્નેનાં રૂદનના નાદથી ભૂમિ અને અંતરિક્ષમાં રહેનારા ચરાચર છે જાણે શોકસાગરમાં મગ્ન થયા હોય તેમ દેખાવા લાગ્યા. જયારે શોકગ્રંથિથી તે અત્યંત વિલીન થયે, ત્યારે ઇંદ્ર ચક્રીપ્રત્યે કહ્યું, “હે ચકી ! તમે સમજુ થઈને પણ અજ્ઞ માણસની જેમ દુઃખકા
For Private and Personal Use Only