________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો. ઘાનની પાસે ભાવી તીર્થકર શ્રીચન્દ્રપ્રભ પ્રભુને પ્રાસાદ કરાવી તેની પાસે આ ચન્દ્રપ્રભા નગરી વસાવી હતી ત્યારથી આ સ્થાન પણ સર્વ રીતે અતિ પવિત્ર તીર્થરૂપ થયેલું છે. જે ઠેકાણે એક જનમાં ચન્દ્રપ્રભ પ્રભુનું સમોસરણ થયેલું હતું ત્યાં દૈવયોગે કોઈ માણસ મૃત્યુ પામશે તે તે સારી ગતિમાંજ જશે. શ્રી તીર્થંકરના ચરણથી પવિત્ર એવા તે પ્રદેશમાં મૃત્યુ પામેલા મનુષ્યદેહમાં દુર્ગધી ઉત્પન્ન થશે નહીં, કીડા પડશે નહીં અને મલિન પરૂ થઈ સડી પણ જશે નહીં. સર્વ સાવદ્ય કર્મને ત્યાગ કરી, જિનધ્યાનમાં પરાયણ થઈને જેઓ આ તીર્થમાં તપ કરશે, તેમનાથી મુક્તિરૂપી કામીની દૂર રહેશે નહીં. આ તીર્થે મૃત્યુ પામેલા પ્રાણીઓ નરક કે તિર્યંચ ગતિમાં જતા નથી પણ તેઓ મનુષ્યગતિ કે દેવગતિમાં જાય છે અથવા મેક્ષની કલ્યાણ સંપત્તિને ભેટે છે. સગરરાજાએ આ સાગરને તીર્થની રક્ષા માટે આકર્ષ્યા અને આઠમા તીર્થંકરનાં સ્ત્રાત્રજળ સાથે તેને સ્પર્શ થયે, તેથી તે અતિ પવિત્ર છે. આ ઘણા જળવાળી બ્રાહ્મી નદી પ્રભુને સ્નાત્ર કરાવવાને માટે બ્રહ્મદ્ર લાવેલા છે, તેથી તે સર્વ કર્મને ઘાત કરનારી અને પવિત્ર છે. અહીં ઘણાં તીર્થોને સંગમ થયેલે છે, તેથી આ ઉત્તમ તીર્થ સર્વ પાપને નાશ કરનારું છે. ચાર શાખાવાળો ધર્મ શુંભ ભાવનાપૂર્વક જે અહીં આ રા હેય તે તે સેંકડા શાખાએ વિસ્તાર પામી સર્વ વાંછિતેને આપે છે.”
આપ્રમાણે ધર્મોપદેશ આપી તે સર્વોપકારી મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. ચંદ્રયશાએ હર્ષથી તે ઠેકાણે પ્રાસાદ સહિત ચંદ્રપ્રભુની ચંદ્રકાંત મણિમય મૂત્તિ કરાવી. પ્રથમ જે આદિનાથના પત્ર સોમયશાએ અહંત પ્રભુને પ્રાસાદ કરાવ્યું હતું, તેની નજીકમાં આ પ્રાસાદ તેના જેજ થે. પોતાના પિતા ચંદ્રશેખરની પણ એક મણિમય મૂર્તિ કરાવીને ચંદ્રયશાએ સ્થાપિત કરી. પુત્રની ભક્તિ પિતાનેવિષેજ શોભે છે. ચંદ્રપ્રભ ભગવંતને ચંદ્રનું લાંછન છે તેવું પિતાના મસ્તક ઉપર ચંદ્રનું લાંછન કરાવ્યું, અને જિનાત્રનાં જળથી પિતાને નાન કરાવ્યું, તેમજ બંને મૂર્તિના ઉત્સવ પણ તેણે સરખી રીતે કર્યા તેથી લોકો પણ રાજભક્તિને વશ થઈ તે ચંદ્રશેખરની મૂર્તિને પૂજવા લાગ્યા. પછી ચંદ્રયશા શુભ દિવસે શુભવાસનાપૂર્વક સગરરાજાની પેઠે સંઘ લઈને તીર્થયાત્રા કરવા ચાલે. કેટલેક દિવસે ગુરૂના કહેલા માર્ગે ચાલતો તે વિધિથી દાન પૂજન કરતે કરતો તીર્થ સમીપે આવી પહોંચ્યું. ત્યાં જીર્ણ થઈ ગયેલા પ્રાસાદને જોઈ દુઃખી થયેલા ચંદ્રયશાએ ગુરૂવાણીથી આદરપૂર્વક ઉદ્ધાર કર્યો. પુંડરીક, રૈવત, આબુ, અને બાહુબલિ વિગેરે સર્વ શિખરમાં તેણે ભક્તિથી ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે સર્વ
૧ ચિહ.
For Private and Personal Use Only