________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ખંડ ૧ લો.
શત્રુંજય માહાસ્ય. શ્રીચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર.
* * *
હવે ચંદ્રના જેવી પ્રભાવાળા આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચg રિત્ર અહીં સંક્ષેપમાં કહેવામાં આવે છે. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં
બી અનેક લોકો જેની સ્તુતિ કરે છે એવી ચંદ્રાનના નામે એક શ્રેષ્ઠ ન& તી ગરી છે. તે નગરીમાં પ્રજાના રાગથી ગુણની પૃહા કરનાર અને શત્રુએની મહાસેનાને જિતનાર મહાસેન નામે રાજા હતા. નિષ્કલંક ચંદ્રના જેવું ઉજજવળ શીલ ધારણ કરનારી, સ્વલ્પ પણ દોષવિનાની અને સંતુષ્ટ પરિવારવાળી લમણા નામે તેને એક રાણી હતી. એક વખતે આધિવ્યાધિએ વર્જિત સુખે સુતેલી એ દેવીએ રાત્રિના શેષ ભાગે ચૌદ મહા સ્વમો જોયાં. તે વખતે ચૈત્ર માસની કૃષ્ણ - ચમીએ ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં વિજયંત વિમાનથી આવીને પ્રભુનો જીવ તેમની કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થતાં પૌષ માસની કૃષ્ણદ્વાદશીએ અનુરાધાનક્ષત્રમાં સુલક્ષ્મણ દેવીએ પુત્રરત્રને જન્મ આપ્યો. દિકુમારીઓ અને ઈંદ્રોએ જેને જન્મોત્સવ કરેલ છે એવા પ્રભુ ધાત્રી થયેલી અસરાઓથી લાલિત થતા અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયા. ચંદ્રના જેવા ઉજજવળ ચંદ્રનાં લાંછનવાળા, અને દેટસે ધનુની કાયાવાળા તે ચંદ્રપ્રભ નામે પ્રભુ લોકોને આનંદકારી થયા. પછી વિવાહિત થઈને ચોવીશ પૂર્વયુક્ત સાડાછ લાખ પૂર્વસુધી પ્રભુએ પિતાનું રાજયપાલન કર્યું. પછી પૌષમાસની કૃષ્ણ દશીએ ચન્દ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં અપરાહ કાળે પ્રભુએ એક હજાર રાજાઓની સાથે વ્રત ગ્રહણ કર્યું. વ્રત લીધા પછી ત્રણ માસ ગયા ત્યારે ફાલ્ગન શુકલ સપ્તમીએ અનુરાધા નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અવધિજ્ઞાનથી તે વાર્તા જાણીને ચતુર્વિધ દેવતાઓ કેવળજ્ઞાન કલ્યાણકને મહેસૂવ કરવા સત્વર ત્યાં આવ્યા. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી પુનઃ સર્વ દેવતાઓ હર્ષથી પોતપોતાને સ્થાનકે ગયા. પછી સર્વ અતિશય સહિત વિહાર કરતા પ્રભુ સર્વ અતિએ સેવન કરેલા શત્રુંજય ગિરિ ઉપર આવ્યા. રાજાદની વૃક્ષને પ્રદક્ષિણા કરી ચંદ્રપ્રભ પ્રભુ અનેક મુનિઓ સાથે ત્યાં સુમેસર્યા અને વાણી વડે પુણ્ય જળને વર્ષાવવા લાગ્યા. તે તીર્થને મોટો મહિમા વર્ણવી તેને પ્રદક્ષિણા કરીને ચંદ્રઘાનમાં આવ્યા. સગર રાજાએ લાવેલા સમુદ્રને તીરે બ્રાહ્મી નદીના તટ ઉપર ચન્દ્રોદ્યાનના એક ભાગમાં પ્રભુ સમોસર્યા. દેવતાએએ સમવસરણ રચ્યું, એટલે લોકોને સમૂહ ત્યાં આવી, નમી અને સ્તવીને પ્રભુની પાસે બેઠે. તે વખતે નજીકમાં રહેલી શશિપ્રભા નગરીને રાજા ચન્દ્રશે
For Private and Personal Use Only