________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૬ દો. ] રાજા સૂર્યપશાને દઢનિશ્ચય.
૨૩૧ તે માગી લે. હે સ્ત્રી ! રાજય, અર્થ, ગજ અને રતાદિ સર્વ જાય તે પણ અને પ્રાણને નાશ થતાં પણ આ પર્વને લેપ હું નહીં કરું.”
આવાં રાજાનાં વચન સાંભળી ઉર્વશી રિમતવદને બોલી “હે નાથ ! આ નહીં બીજું, આ નહીં બીજું, એમ કરતાં તમારું વચન દૂર જાય છે. તથાપિ જે એ પ્રમાણે કરવાને નથી જ ઈચ્છતા અને કહેલું વચન દૂર કરે છે, તે હવે તમારા પુત્રનું પિતાની મેળે મરતક છેદી સત્વર મને આપો.” રાજાએ વિચારીને કહ્યું, “અરે ! સુચના ! આ પુત્ર મારાથીજ ઉત્પન્ન થયેલ છે, તે તેને બદલે મારું જ મસ્તક તારા હાથમાં આપું છું.” આ પ્રમાણે કહી જે રાજા નિર્દયપણે હાથમાં ખર્ગ લઈ પોતાના શિરનો છેદ કરવા માંડે છે તેવીજ ઉર્વશીએ તે ખર્શની ધારા બાંધી લીધી, પણ સર્વથા ઉદયકારી તેને સત્વની ધારા બાંધવા સમર્થ થઈ નહીં. મનમાં ખિન્ન થયેલા રાજાએ પોતાના કંઠને છેદવાને નવા નવા ખર્શ લેવા માંડ્યા. આ પ્રમાણે જયારે રાજા પિતાના સત્વથી જરા પણ ડગે નહીં, ત્યારે તે બંને અસરાઓ તત્કાળ પિતાનું સ્વરૂપે પ્રગટ કરી આદરપૂર્વક કહેવા લાગી “હે શ્રીયુગાદ્રિ પ્રભુના કુળરૂપ સાગરને ચંદ્ર સમાન ! સત્વવંતમાં અગ્રેસર ! અને ચક્રવર્તાના પુત્ર ! તમે જ્ય પામો.- અહો ! શું આપનું સત્વ ! શું આપનું ધૈર્ય ! અને શું આપને માનસિક નિશ્ચય ! પોતાને પ્રાણઘાત થતાં પણ તમે કિંચિત પણ વ્રતને તર્યું નહીં ! હે રાજા ! એક વખતે સ્વર્ગપતિ પિતાની સભામાં દેવતાઓની આગળ તમારા અતુલ સત્વના માહાસ્યની પ્રશંસા કરતા હતા, તે સાંભળી, બે નદીઓથી મેરૂગિરિને ચલાવવાની જેમ, અમે હીન સ્ત્રીઓએ તમને તમારા સત્વથી તથા નિશ્રયથી ચળાવવાને આ આરંભ કર્યો હતો. પણ જે ઉદ્દે સમુદ્ર રુંધાય, પ્રચંડ પવન બંધાય અને મેરગિરિ ચલિત થાય, તે તમારા સત્વનો નિર્ણય થાય તેમ છે. અર્થાત તે જેમ અશક્ય છે તેમ તમને સત્વથી ચળાવવા તદ્દન અશક્ય છે. હે જગત્રભુના કુળના આભૂષણ ! હે વીર ! ધીર ! તમારા જેવા નરરતથી જ આ પૃથ્વી “રપ્રસવા” એવું સુધાધામરૂપ ઉત્તમ નામ ધારણ કરે છે. આ પ્રમાણે તે બંને દેવાંગનાઓ સ્તુતિ કરતી તેવામાં હર્ષથી પુષ્પવૃષ્ટિ કરતા અને ઉત્કર્ષથી જય જય શબ્દ કરતા ઈંદ્ર ત્યાં આવ્યા. તેણે ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળી ઉર્વશીને ઉપહાસ્થતાને પ્રાપ્ત થયેલી દીઠી. રોમાંચ ધારણ કરતી ઉર્વશીએ સૂર્યયશાના ગુણ ઈદ્રની આગળ કહી બતાવ્યા. પછી સૂર્યપશાને એક મુકુટ બે કુંડલ, બે બાહુભૂષણ, અને એક હાર આપી સ્તુતિ કરી ઇંદ્ર અપસરાઓની સાથે સ્વર્ગ ગ.
૧ ઉભરાઈ જતો.
For Private and Personal Use Only