________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
સર્ગ છે . ] દ્રવિડ અને વાલખિલ્ય વચ્ચે લડાઈની તૈયારીઓ. સત્વર ભંભા વગડાવી. ગજ, અશ્વ, રથ તથા દિલથી વીંટાએલે દ્રાવિડ વિશાળ પૃથ્વીને પણ સાંકડી કરતો વાલખિલ્ય ઉપર ચાલ્યું. તેના ચાલવાથી પૃથ્વી એટલી બધી કંપાયમાન થઈ કે અદ્યાપિ પણ તેનું સ્મરણ કરીને કોઈ કોઈવાર અરિષ્ટને સૂચવતી તે કંપાયમાન થાય છે. તે વખતે સૈન્યના ભારથી સમુદ્રો એવા ઉકેલ થયા કે અદ્યાપિ તે અભ્યાસ નિત્ય બતાવ્યા કરે છે. સૈન્ય ઉડાડેલી રજ એવી રીતે આકાશ અને પૃથ્વીના મધ્યમાં પૂરાઈ ગઈ, કે જેથી તે વખતે નિગોદ ગોળાના સમપણાને પામી ગઈ. અશ્વારોએ લગામથી આકર્ષણ ર્યા છતાં પણ, ગુરૂમહારાજે ઉપદેશ કરીને ધર્મ કરવા પ્રેરેલા અભિમાની જડ પુરૂષની જેમ છેડાઓ ઊભા રહેતા નહોતા. એ પ્રમાણે પૃથ્વીની પીઠને પ્લાવિત કરતે, સમુદ્રને ક્ષોભ પમાડતો અને દિગ્ગજોને દુઃખી કરતો દ્રાવિડ સેનાથી વીંટાઈને ઉતાવળો ચાલ્યો. - પિતાના દેશની સીમા ઉપર દ્રાવિડને ચડી આવેલે જાણી વાલખિલ્ય પણ સૈન્ય લઈને ઉતાવળે સામે ચાલ્યું. બન્ને સૈન્યની વચ્ચે પાંચ એજનનું આંતરું યુદ્ધ કરવા માટે રાખી બન્ને બાજુના વીરેએ પરસ્પર યુદ્ધની ઇચ્છાએ સામસામો પડાવ કર્યો. તે વખતે પિતાના રાજાને પૂછ્યાવગર પ્રધાનપુરૂષોએ સંધિ કરવાને માટે દૂતે મોકલ્યા. પરંતુ સામ, દામ અને ભેદ વાળેથી તેઓ સંતુષ્ટ થયા નહીં, તેઓ તો યુદ્ધ કરવાનું જ અંગીકાર કરી રણ કરવાને માટે નિમેલા દિવસની રાહ જોતા ઉત્સુક થઈ રહ્યા. પછી વાલખિત્યે દ્રાવિડ રાજાના કેટલાક સૈનિકોને દ્રવ્ય આપી ખૂટવીને પિતાને સ્વાધીન કરી લીધા. દાન સર્વને વશ કરી લે છે. બન્ને સૈન્યમાં દશ કટિ દિલ, દશ લાખ રથ, દશ લાખ હાથી, પચાસ લાખ ઘોડા અને તે સિવાય બીજા રાજાઓ હતા. એવી બન્ને સૈન્યની સમાનતા રૈલોક્યને ભય ઉત્પન્ન કરતી હતી. અનુક્રમે યુદ્ધને દિવસ પ્રાપ્ત થયે, એટલે સકુળમાં ઉત્પન્ન થયેલા, રોમાંચશ્ચકને ધરનારા, પ્રચંડ ભુજાઓથી મંડિત, સર્વ શસ્ત્રોના અભ્યાસી, બાહુયુદ્ધમાં દૃઢ બુદ્ધિવાળા, કપાટ જેવી વિસ્તૃત છાતિવાળા, સિંહનાદથી દિગ્યજેને ત્રાસ કરનારા, ઉદાર, સ્વામિભક્ત, અનેક રણમાં પસાર થયેલા, દેહના નહીં પણ યશના લોભી, ઘરમાં નહીં પણ યુદ્ધમાં ઉત્કંઠિત એવા બને સૈન્યના સુભટે ક્ષણે ક્ષણે વાજિત્રોના નાદથી વિશેષ વીરપણાને ધારણ કરતા અને પિતાના બળથી બધા વિશ્વને તૃણસમાન ગણતા રણભૂમિ તરફ ચાલવા લાગ્યા. સાત રસ્થાનકેથી મદને ઝરતા, સર્વ લક્ષણે લક્ષિત, મોટા ગુંડાદંડને ઉછાળતા, ઊંચે સ્વરે ગ
૧ ધરતીકંપ થાય છે તેની ઉબેક્ષા છે. ૨ જેમ નિગોદના ગોળા ઠાંસીને ભરેલા છે તેમ સર્વત્ર રજ પસરી ગઈ.
For Private and Personal Use Only