________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. સાથે તેમની પાસે એગ્ય રથાને બેઠે. શ્રીયુગાદિ પ્રભુની વાણી જેણે સાંભળી છે એવા સુવઘુ તાપસ ધર્મથી ઉન્નત એવી મધુરવાણ બેલ્યા, “હે રાજન્ ! આ સંસાર સમુદ્રના ઊર્મિ જે ચપળ છે. તેમાં વિષયરૂપ જળની ભમરીમાં લીન થઈને પામર પ્રાણીઓ ડૂબી જાય છે ! હે ભૂપતિ ! દુઃખના સમૂહને આપનારા વિષે - ન્માર્ગે ચાલતા પ્રાણીઓને પણ પિશાચની જેમ છળે છે. વિષયથી જીતાઈને સ્વ
છંદપણે ફરતે સંસારી પ્રાણુ આ લોક અને પરલોકમાં તીવ્ર દુઃખ ભેગવે છે. વિષધરની જેવા પાંચે ઈદ્રિના વિષયેથી એક સાથે હણાતે રંક પ્રાણી શી રીતે કલ્યાણને પ્રાપ્ત કરી શકે ? પ્રથમ પ્રાણીને જરા સુખમાં લેભાવી પછી એ દુષ્ટ વિષયે દારૂણ રાક્ષની જેમ છળે છે. છળ કરવામાં પંડિત એવા કષાયરૂપ શત્રુઓ પૂર્વે સંચય કરેલાં પુણ્યરૂપ પુષ્કળ ધનને જોતાં જોતાંમાં વેગથી હરી લે છે. તેમાં ક્રોધરૂપી મહોદ્ધો કેઈનાથી હઠે તે નથી. તે પોતાના સ્થાનને પણ દૂષિત કરી પ્રકૃતિમાં પેશીને જીવને દૂષિત કરે છે. જે ક્રોધરૂપ અગ્નિ શરીરરૂપ ઘરમાં સળગી ઊડ્યો હોય તો તે જીવના પુણ્યરૂપ સર્વરવને બાળી નાખે છે. તેથીજ સર્વ કષાયમાં તેને મુખ્ય કહે છે. ધર્મરૂપી વૃક્ષનું બીજ દયા છે, કોપથી દયાને નાશ થાય છે, તેથી ક્રોધીને દયા રહેતી નથી, એટલે તેને ધર્મ અને શુભગતિ કઈ પ્રાપ્ત થતાં નથી. જે પ્રમાદથી પણ જીવની હિંસા થાય છે તેથી કુનિમાં અવતરવું પડે છે તે ક્રોધથી જે પ્રાણીની હિંસા કરવી તે તે નરકનું જ કારણ છે. બુદ્ધિવાનું પુરૂષોએ એકેંદ્રિય જીવની પણ હિંસા છોડવા ગ્ય છે. અને ક્રોધથી બેદ્રિય વિગેરે જીવેની હિંસા થાય તે તે અવશ્ય નરકને આપનારી છે. જે બીજાને દ્રોહ કરે, તે ધર્મરૂપ વૃક્ષને છેદવાને કહાડો છે, બેધિબીજને દહન કરવામાં દાવાનલ છે, અને નરકારને ઉઘાડવાની કુંચી છે. હિંસા મનમાં માત્ર સંભારી હોય તે પણ ઘણાં દુખને આપે છે, તો તે સારી રીતે આચરી હોય તે તો નરકમાંજ લઈ જાય તેમાં શુંઆશ્ચર્ય છે? જે પુરૂષો રાજયાદિના સુખને માટે અશ્વ, ગજ અને મનુષ્યને હણે છે, તે અજવાળું કરવાની બુદ્ધિએ પિતાનું ઘર બાળે છે. તે રાજા! પરિણામે નરકને જ આપનારા રાજયને માટે તમે બંધુની સાથે વૈર કરી કટિ મનુષ્યની હિંસા શા માટે કરે છે ? આ શરીર અનિત્ય છે, લક્ષ્મી જળના પરપોટા જેવી છે અને પ્રાણ તૃણના અગ્નિ જેવા છે, તે તેમને માટે તમે હવે પાપ કરો નહીં. જે કદિ કોઈ કાર્ય માટે વિરોધ કરવો પડે તે શત્રુની સાથે કરે(૯), પણ પિતાના બંધુની સાથે વિરોધ કરે તે તે પિતાનું જ એક નેત્ર ફડવા જેવું છે. નિર્ગુણ દરિદ્રી,લેલી અને દુઃખદાયક એવો પણ
૧ મજા. ૨ સર્પ.
For Private and Personal Use Only