________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લે. પાછા ફરી ચક્રની પછવાડે અવિચ્છિન્ન પ્રમાણે ચાલતા દક્ષિણ સાગરને તીરે આવીને છાવણી નાખી, ત્યાં વધેકીરને સૈન્યને માટે આવા અને એક પૌષધાલય કર્યો. તેમાં આવીને ચક્રીએ પૌષધવ્રત ગ્રહણ કર્યું. પછી માગધની જેમ વરદામને મનમાં ધારી તેની તરફ બાણ છોડ્યું. ચક્રીને આવ્યા જાણું તે ચક્રવર્તી પાસે આવે. ભક્તવત્સલ ચક્રવર્તીએ તેણે ભેટ કરેલાં મણિ, સુવર્ણ, મુક્તા અને રતાદિ લઈ તેને તેના સ્થાન પર સ્થાપિત કર્યો. તેવી જ રીતે પશ્ચિમસાગરને કિનારે જઈ પ્રભાસપતિને વશ કરી પિતાનાં ઉછેરેલાં વૃક્ષની જેમ પાછો તેને સ્વસ્થાને સ્થાપિત કર્યો. ત્યાંથી સિંધુમહાસિંધુને દક્ષિણતીરે આવી સર્વ પ્રકારની લક્ષ્મીનું મૂળ અષ્ઠમતપ કરી તેની અધિષ્ઠાયિકા સિંધુદેવીને સાધી લીધી. પછી ઇશાન દિશા તરફ ચાલી ચક્રવર્તી વૈતાઢ્યગિરિ પાસે આવ્યા. ત્યાં ભારતની જેમ વૈતાઢયકુમારદેવને સાધી લીધે. પછી સિંધુ, સાગર અને વૈતાઢ્યગિરિની વચ્ચે આવેલા એક ખંડને રાજાની આજ્ઞાથી સેનાપતિ સાધી આવે અને ત્યાંના રાજાઓની પાસેથી પુષ્કળ ધન લાવ્યું. પછી તમિસ્રાગુફાના કમાડ દંડરલવડે ઉઘાડી અંદર પેસી નિગ્નગ અને ઉન્મસ્રા નદીની ઉપર પાજ બંધાવી તે નદીઓ ઉતરી ગયા અને ઉત્તરાદ્ધમાં નીકળ્યા. ત્યાં રહેલા મહાક્રર પ્લેને ચક્રવર્તીએ જીતી લીધા. પછી ત્યાંથી ક્ષુદ્રહિમાદ્રિના દક્ષિણનિતંબ પાસે આવ્યા. તે પર્વતને રવિડે ત્રણ વાર તાડિત કરી તેના સ્વામીતરફ એક બાણ છોડ્યું. તે બાણે બૌતેર જનસુધી જઈ તેના સ્વામીને બેલા. તેની પાસેથી રતો વિગેરે લઈ પાછે તેને તેના સ્થાન પર રસ્થાપિત કરી ત્યાંથી નષભકૂટ પાસે ગયા. ત્યાં કાંકિણીરવડે ચક્રીએ પિતાનું નામ લખ્યું. ત્યાંથી વૈતાદ્યસમીપે આવી તે ગિરિને દક્ષિણ અને ઉત્તર શ્રેણીના પતિ સર્વ ખેચને જીતી તેમને પાછા પિતાના કિંકરની જેમ તેને રથાને રસ્થાપિત કર્યા. પછી ગંગાને તીરે સૈન્ય રાખી ચક્રીના હુકમથી સેનાપતિએ ચર્મરાવડે ગંગા ઉતરીને તે બાજુના રાજાઓને જીતી લીધા. ત્યાં અષ્ટમ તપ કરીને ચક્રીએ ગંગાદેવીને વશ કરી. પછી તમિસ્રાની પેઠે ખંડપ્રપાતા ગુહાનું દ્વાર તેને અધિષ્ઠાયક દેવને સાધીને ઉઘાડ્યું. તેમાં એક એક એજનને અંતરે કાકિણીરવડે ઓગણપચાસ માંડલા કરી અને અંદર રહેલી બે નદીઓ ઉપર પાજ બંધાવી, ચક્રવર્તીએ તે પચાસ એજનની ગુફા ઉલ્લંઘન કરી તે ગુફાના દક્ષિણદ્વારથી બહાર નીકળી, ગંગાના પશ્ચિમકિનારે આવી અષ્ટમ તપ કરીને ચક્રવર્તીએ ત્યાં નવનિધિ પ્રાપ્ત કર્યા. રાજાની આજ્ઞાથી સેનાપતિ ગંગાનું દક્ષિણ નિષ્ફટ લીલામાત્રમાં સાધી આવી ચક્રવર્તીના ચરણમાં આશ્રિત થયે. એવી રીતે પાંત્રીસ હજાર વર્ષ સુધી ફરી,
For Private and Personal Use Only