________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૮ મે. ] સગરરાજાને ચક્રની પ્રાપ્તિ અને દિવિજયનો પ્રારંભ. છડીદારે આવીને કહ્યું “સ્વામી ! કોઈ બે પુરૂષ દ્વારે આવીને ઊભા છે.” રાજાની આજ્ઞાથી તેમને અંદર પ્રવેશ કરાવતાં તેમાંથી એક પુરૂષ પ્રણામ કરીને બોલ્યા, “રાજન ! વધામણી છે, શ્રી અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” બીજા પુરૂષે કહ્યું, “મહારાજા ! વધામણી છે, આપણું શસ્ત્રાગારમાં હર્ષનું કારણ એવું ચક્રરસ ઉત્પન્ન થયું છે. તે વખતે પ્રથમ ચક્રરતને ઉત્સવ કરે કે કેવળજ્ઞાનને ઉત્સવ કરવો ?' એવા વિચારમાં રાજાનું મન હિંચકા ખાવા લાગ્યું. પછી તેણે નિચય કર્યો કે ત્રણ લેકને અભય આપનાર સ્વામી કયાં! અને વિશ્વને ભય ઉત્પન્ન કરનાર આ ચક્રરલ ક્યાં! એમ ધારી તરતજ સગરરાજા આસનથી નીચે ઉતર્યા અને હાથી, ઘોડા, રથ, અંત:પુર, પુત્ર, પેદલ, વેપારીઓ અને બીજા લેકેથી પરિવૃત્ત થઈ વનમાં આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણું કરી નમીને પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુનાં મુખમાંથી ઉત્પન્ન થયેલી દેશના તેણે આ પ્રમાણે સાંભળી“સ્વર્ગ અને મોક્ષનું કારણ એ ધર્મ સદા સેવ્ય છે. ધર્મવિના દુઃખ, દુર્ભાગ્ય “અને સંસારમાં ગમનાગમન થયા કરે છે. ઉત્તમ બુદ્ધિવાળે પુરૂષ આ અસાર દેહમાંથી ધર્મરૂપ સાર ગ્રહણ કરે છે. આ સંસારમાં બીજું સર્વ પામવું સુલભ છે પણ ધર્મ પામ અતિ દુર્લભ છે.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી સગરરાજા અને
ધ્યામાં આવ્યા, અને ભક્તિથી ચક્રને અફાઈઉત્સવ કર્યો. “ક્ષત્રિયોને એ ક્રમ છે. સર્વ દેવતાઓએ નમેલા અને કૃપાના આધાર એવા પ્રભુએ ચતુર્વિધ સંધ અને તીર્થની સ્થાપના કરીને ત્યાંથી વિહાર કર્યો. - સૂર્યના જેવી કાંતિવાળું ચક્ર શસ્ત્રાગારમાંથી બહાર નીકળ્યું, એટલે તેજ દિવસે સગર ચક્રવર્તીએ પ્રયાણ કરવાને ઉદ્યમ કર્યો. ચોરાશી લાખ હાથી ઘોડા અને રથ તથા કોટિગમે પેદલ સાથે પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલ્યા. લાખ યક્ષોએ અધિષ્ઠિત એવા ગજરા, વારિત, છત્રરત, દંડરલ, મણિરલ, કાંકિણીરત, વર્લ્ડ કિરલ, પુરોહિતરલ, ગૃહીરલ, ચક્રરત, અને ચર્મર વિગેરે રતો લઈ સૈન્ય વડે વિશ્વને આચ્છાદન કરતા અતુલ પરાક્રમી સગરરાજા ચાલવા લાગ્યા. અનુક્રમે પૂવૈસાગરને કિનારે આવી અષ્ટમ તપ કરી બાર યોજન જનારા બાણવડે તેમણે માગધદેવને બોલાવે. તેની પાસેથી રતાદિ સાર સાર વસ્તુઓ લઈને તે દિશાના અધિપતિ તરીકે તેને સ્થાપિત કરી પારણું કરીને તેને અઠ્ઠાઈઉત્સવ કર્યો. ત્યાંથી
૧ આમાં ગણાવેલાં ઉપરાંત સેનાપતિરલ અને ખચ્ચર સાથે હોવાં જ જોઈએ. બાકી સ્ત્રીરતની પ્રાપ્તિ તો આગળ થવાની છે. આ ર લાખ યક્ષોએ અધિષ્ઠિત અહીં કહ્યાં છે, પણ અને ન્યત્ર એકેક ર હજાર હજાર યક્ષોએ અધિષિત હોવાને લેખ છે. ભા. ક.
૩૪
For Private and Personal Use Only