________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૮ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. દેવ કોણ છે કે જેને આપે બેલા ? ” પ્રભુએ કહ્યું, “આ તીર્થની સમીપમાં એક વૃદ્ધ મયુર હતો, તેણે મારી દેશના સાંભળીને જીવને વધ તજી દીધો હતો અને શાંત થયો હતો. તેણે મારી સાથે આ તીર્થપર આવીને અનશન વ્રત લીધું હતું. આ તીર્થના પ્રભાવથી સર્વ પાપને ખપાવી એ મયૂર તિર્યંચના ભવમાંથી ચોથા દેવલોકમાં ગયે છે, અને તે એકાવતારી થઈ મનુષ્યપણું પામી અહીં જ દીક્ષા લઈ કેવળજ્ઞાન ને કેવળદર્શન પામી આ તીર્થે અવશ્ય સિદ્ધિ પામશે.” આ પ્રમાણે સાંભળી તે દેવે આનંદવડે એ રાયણનાં વૃક્ષનીચે પિતાની મૂર્તિ કરાવી અને આનંદવડે મનહર તીર્થપૂજા કરી, ત્યારથી સર્વ લેકેના બોધને માટે આ વૃક્ષનીચે તેની પવિત્ર મૂર્તિ પૂજાય છે.
પછી શ્રીમાન અજિતભગવાને સિંહાસન પર રહીને સર્વ જંતુઓને બંધ કરવામાટે દેશના દેવાને આરંભ કર્યો–“સર્વ પ્રાણુઉપર સમભાવ, ભક્તિપૂર્વક
સંઘની પૂજા અને શત્રુજ્ય તીર્થની સેવા એ સર્વ અ૯૫પુણ્યથી પ્રાપ્ત થતાં નથી. સૂક્ષ્મ અને બાદરભેદવાળા સર્વ પ્રાણીઓને પિતાની તૂલ્ય માની તે સર્વ પ્રાણી ઉપર રાગદ્વેષરહિત જે ચિત્ત રાખવું, તે સમતા કહેવાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુર્વિધ સંઘ ચાર શાખાવાળા ધર્મની પેઠે ત્રણ જગતથી પૂજાય છે. પાપને હરનારો સંઘ જેને ઘેર આવે અને પૂજિત થઈને પાછો જાય તે ગૃહ અને “તેને પૂજનાર તીર્થરૂપ છે. આ શત્રુંજયગિરિ સદા શાશ્વત છે અને સ્થિર છે, તેમજ આ સંસાર સાગરમાં મગ્ન થતા પ્રાણુઓને જીવિત આપનાર દ્વીપસમાન છે. જેઓ આ ગિરિએ આવે છે તેઓને કુકર્મો લાગતાં નથી, અને ભારની જેમ પોતાનાં પાપને નીચે મૂકીને જ આ ગિરિપર ચડે છે. જેણે શ્રી જિનેશ્વર તથા તેમને કહેલો ધર્મ આરાધ્ય છે અને જેણે આ ગિરિ સેવેલો છે, તેને દુર્ગતિને ભય ક્યાંથી થાય ? આ શૈલ અને શીલ–એ બંનેની સેવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે; તેમાં પણ શીલમાં તો સિદ્ધિને માટે સંદેહ છે, પણ આ શૈલની સેવાથી તો સિદ્ધિ નિ:સંદેહ પ્રાપ્ત થાય છે. સારી બુદ્ધિવાળે પુરૂષ આ તીર્થમાં જે જે કર્મ (કાર્ય ) કરે છે, તે તે આ ભવ અને પરભવનાં કર્મોને ક્ષય કરનારાં થાય છે. આ શત્રુંજગિરિપર જેઓ સિદ્ધ થયા છે અને જેઓ સિદ્ધ થશે, તે સર્વને જાણતાં છતાં પણ કેવળીભગવાન એક વ્હિાથી કહી શકતા નથી. આ તીર્થનાં સર્વ શિખરેમાં જિનેશ્વરની જેમ જે મહિમા રહેલ છે, તે કોટિ વર્ષોથી પણ કહી શકાય તેમ નથી. શીલરૂપ કવચ ધારણ કરીને આ ગિરિપર રહેનારા પુરૂષો ક્ષમારૂપ અસ્ત્રવડે રાગાટિ રિપુઓને ક્ષણવારમાં હૈણું નાખે છે. નિધિ, રત્ન અને રસવડે આશ્રિત આ સુ
For Private and Personal Use Only